બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / સ્પોર્ટસ / Cricket / team india vs south africa tour deepak chahar withdrawn from the odi series mohammed shami ruled out of the test

સ્પોર્ટ્સ / IND vs SA: ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો, ટેસ્ટ સિરીઝમાંથી મોહમ્મદ શમી OUT, આ સ્ટાર ખેલાડી પણ નહીં રમે ODI

Arohi

Last Updated: 11:59 AM, 16 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shami Chahar Out From Team India: સાઉથ આફ્રીકા પ્રવાસ પર ગયેલી ટીમ ઈન્ડિયાને તગડો ઝટકો લાગ્યો છે. દીપક ચહરને વનડે સીરિઝથી હટાવી લેવામાં આવ્યા છે. ત્યાં જ શમી પણ ટેસ્ટ સીરિઝથી બહાર થઈ ગયા છે. ટી20 સીરિઝ બાદ ટીમ ઈન્ડિયાને વનડે અને ટેસ્ટ સીરિઝ રમવાની છે.

  • ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો 
  • દીપક ચહર-શમી સાઉથ આફ્રીકા પ્રવાસથી OUT
  • આ અજાણ્યા ખેલાડીની થઈ એન્ટ્રી 

ટીમ ઈન્ડિયા આ સમયે દક્ષિણ આફ્રીકા પ્રવાસ પર છે. ટી20 સીરિઝ પૂર્ણ થઈ ગઈ છે. હવે ટીમ ઈન્ડિયા વનડે અને તેની બાદ ટેસ્ટ સીરિઝ રમશે. ટીમ ઈન્ડિયાને આ બન્ને સીરિઝથી પહેલા જ ઝટકો લાગ્યો છે. ફાસ્ટ બોલર દીપક ચહર વનડે સીરિઝથી હટી ગયા છે. ત્યાં જ મોહમ્મદ શમી ટેસ્ટ સીરિઝથી બહાર થઈ ગયા છે.

BCCIએ ટ્વીટ કરી આપી જાણકારી 
BCCIએ એક ટ્વીટ કરી પૂર્ણ મામલાની જાણકારી આપી છે. BCCIએ જણાવ્યું કે ચહરે BCCIને સુચિત કર્યું છે કે તે ફેમિલી મેડિકલ ઈમરજન્સીના કારણે આગામી વનડે સીરિઝ માટે ઉપલબ્ધ નહીં રહે. હવે દીપક ચહરની જગ્યા પર આકાશ દીપને શામેલ કરવામાં આવ્યા છે. 

વનડે વર્લ્ડ કપમાં સૌથી વધારે 24 વિકેટ લેનાર મોહમ્મદ શમી જેમની ટેસ્ટ સીરિઝમાં ભાગીદારી ફિટનેસ પર નિર્ભર હતી. તેમને BCCIની મેડિકલ ટીમે રમવાની પરવાનગી નથી આપી. એવામાં વર્લ્ડ કપનો આ સ્ટાર ફાસ્ટ બોલર બે ટેસ્ટ મેચોની સીરિઝથી બહાર થઈ ગયો છે. 

17 ડિસેમ્બરે જોહાનિસબર્ગમાં પહેલી વનડે પૂર્ણ થયા બાદ શ્રેયસ અય્યર ટેસ્ટ સીરિઝ માટે ટેસ્ટ ટીમમાં શામેલ થશે. આ બીજી અને ત્રીજી વનડે માટે ઉપલબ્ધ નહીં રહે અને ઈન્ટર-સ્ક્વોર્ડ ગેમમાં ભાગ લેશે. 

રાહુલ દ્રવિડની જગ્યા પર સિતાંશુ કોટકને જવાબદારી 
ટીમ ઈન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડ, બેટિંગ કોચ વિક્રમ રાઠોડ, બોલર કોચ પારસ મ્હામ્બ્રે અને ફિલ્ડિંગ કોચ ટી. દિલીપ ટેસ્ટ ટીમની સાથે જોડાશે. ત્યાં જ તે ઈન્ટર-સ્ક્વોડ ગેમ અને ટેસ્ટ માટે તૈયારીની દેખરેખ કરશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ