બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Team India out of Hockey World Cup, New Zealand win 5-4 in penalty shootout

સ્પોર્ટ / મોટો ઝટકો: ટીમ ઈન્ડિયા હોકી વર્લ્ડકપમાંથી બહાર, ન્યુઝીલેન્ડ પેનલ્ટીશુટ આઉટમાં 5-4થી જીત્યું, ફેન્સમાં સાંપડી નિરાશા

Kishor

Last Updated: 09:46 PM, 22 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હોકી રમતમાં ટીમ ઇન્ડિયા વર્લ્ડકપમાંથી બહાર થયું છે. જેમાં ન્યુઝીલેન્ડ પેનલ્ટીશુટ આઉટમાં 5-4થી જીત્યું છે.

  • ટીમ ઈન્ડિયા હોકી વર્લ્ડકપમાંથી બહાર
  • ન્યુઝીલેન્ડ પેનલ્ટીશુટ આઉટમાં 5-4થી જીત મેળવી
  • ટીમ ઇન્ડિયાના ફેન્સમાં સાંપડી નિરાશા

ભારતનો હોકી વર્લ્ડ કપમાં પહેલા ક્રોસઓવર મેચમાં ન્યુઝીલેન્ડ સામે ટક્કર થઈ હતી. જેમાં ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવા માટે ભારતે કોઈપણ કાળે મેચ જીતવી જરૂરી હતી. પરંતુ આ આ દરમિયાન ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો પડ્યો છે અને ઇન્ડિયા ટીમ વર્લ્ડકપની રેશ માંથી બહાર થઇ ગયું છે.  ન્યુઝીલેન્ડએ પેનલ્ટીશુટ આઉટમાં 5-4થી જીત હાંસલ કરી લીધી છે. જેને લઈને ભારતીય હોકી ટીંમના ફેન્સમાં નિરાશાના વાદળો છવાયા છે.

 
ઉલ્લેખનિય છે કે હોકી વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં ભારતે ગ્રુપ મેચમાં સ્પેન સામે 2-0થી જીત મેળવીને પોતાના શરૂઆત કરી હતી ત્યારબાદ બીજી મેચ ઇંગ્લેન્ડ સાથે ડ્રો રહી હતી. જ્યારે છેલ્લી મેચમાં વેલ્સનો 4-2થી પરાજય થયો હતો. આમ ભારતે પૂલ ડીમાં સાત પોઈન્ટ, ઈંગ્લેન્ડની બરાબરી પર રહ્યું હતું. જો કે ગોલ એવરેજમા પાછળ ધકેલાઈ તે બીજા સ્થાન પકર રહ્યું હતું.

પ્રથમ, બીજા અને ત્રીજા ક્વાર્ટરમાં ભારતે લીડ મેળવી
પહેલા ક્વાર્ટરમાં ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ સંભાળીને રમી રહી હતી. પરંતુ મોકો મળતા ભારતીય ટીમે કેટલાક એટેક કર્યા હતા. આ પ્રથમ ક્વાર્ટરમાં ભારત અને ન્યૂઝીલેન્ડના એક-એક પ્લેયરને ગ્રીન કાર્ડ રેફરી દ્વારા બતાવવામાં આવ્યું હતું. જેમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન અને ભારતના પ્લેયર મનપ્રીત સિંહને ગ્રીન કાર્ડ દેખાડવામાં આવ્યું હતું. પ્રથમ ક્વાર્ટરમાં ભારતને પેનલ્ટી કોર્નર મળ્યો હતો પણ ભારતની ટીમ ગોલ કરી શકી ન હતી. જ્યારે બીજા ક્વાર્ટરમાં ભારતે એક ગોલ કરી લીડ મેળવી હતી. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ લલિત કુમાર ઉપાધ્યાયે પ્રથમ ગોલ કર્યો હતો. ત્યારબાદ ભારતે પેનલ્ટી  કોર્નર દ્વારા બીજો ગોલ કર્યો હતો. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમના સૈમ લેને પ્રથમ ગોલ કર્યો હતો. ત્રીજા ક્વાર્ટરમાં ભારતને ઉપરાઉપરી બે પેનલ્ટી કોર્નર મળ્યા હતા. જેમાં વરૂણ કુમારે ગોલ કરીને ટીમની લીડ 3-1 કરાવી દીધી હતી. આ સાથે જ મેચમાં બની રહેવા માટે ન્યૂઝીલેન્ડે ત્રીજા ક્વાર્ટરમાં પોતાનો બીજો ગોલ કર્યો હતો. ચોથા ક્વાર્ટરમાં ન્યૂઝીલેન્ડે એક બાદ એક એટેક કર્યા હતા. ન્યૂઝીલેન્ડની ટીમના પ્લેયર સીને ગોલ કરી ટીમની વાપસી કરાવી લીધી અને ગેમને રસાકસી ભરી કરી દિધી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ