બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અમદાવાદ / Tax evasion of 4000 thousand crores by donating to political parties in Gujarat

BIG BREAKING / ગુજરાતમાં રાજકીય પાર્ટીઓને ડોનેશન આપીને 4000 હજાર કરોડની ટેકસચોરી: IT વિભાગની કાર્યવાહીથી મચ્યો ખળભળાટ

Malay

Last Updated: 01:10 PM, 5 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Income Tax Notice to Taxpayer: 4 હજાર કરોડ ટેક્સ ચોરી મામલે IT વિભાગ એક્શનમાં આવ્યું છે. રાજકીય પક્ષોને બોગસ ડોનેશન આપનારા 4 હજાર કરદાતાઓને નોટિસ ફટકારવામાં આવી છે.

 

  • કરચોરી મામલે IT વિભાગ એક્શનમાં
  • બોગસ ડોનેશન આપનારાને નોટિસ
  • 4 હજાર લોકોને નોટિસ ફટકારાઈ

ઇન્કમટેક્સ વિભાગને લઈ VTV પાસે મહત્વના સમાચાર આવ્યા છે. ઇન્કમટેક્સ વિભાગે રાજકીય પક્ષોને બોગસ ડોનેશન આપનાર કરદાતાઓને નોટિસ ફટકારી છે. એક સાથે 4 હજાર લોકોને ઇન્કમટેક્સ વિભાગે નોટિસ ફટકારતા ખળભળાટ મચી ગયો છે. આ લોકોએ 23 જેટલા નાના-નાના રાજકીય પક્ષોને ડોનેશન આપ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. 

આવકવેરા વિભાગમાં 10 વરિષ્ઠ અધિકારીઓની પ્રિન્સિપલ ચીફ કમિશનર તરીકે નિમણૂક,  જ્યારે ચારની બદલી | Major reshuffle at Principal CCIT level in income tax  department

ચેકથી દાન આપી રોકડ પૈસા પરત લેવાનું કૌભાંડ 
આ અંગેની તપાસમાં રાજકીય પક્ષોને ડોનેશન આપી કરચોરી થતી હોવાનો પણ ખુલાસો થયો છે. રાજકીય પક્ષોને ચેકથી દાન આપી રોકડમાં પૈસા પરત લેવાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ કૌભાંડમાં રાજ્ય અને રાજ્ય બહારના એજન્ટોની પણ સંડોવણી સામે આવી છે. હાલ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આ મામલે વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે. રોકડ તેમજ ચેકથી થયેલા વ્યવહારોની તપાસ ચાલી રહી છે. 

IT વિભાગે કઈ પાર્ટીને ફટકારી નોટિસ?
ઇન્કમ ટેક્સ વિભાગે ભારતીય રાષ્ટ્રીય તંત્ર પાર્ટી, રાષ્ટ્રવાદી જનતારાજ પાર્ટી, નવસર્જન ભારત પાર્ટી, જનતાવાદી કોંગ્રેસ પાર્ટી, સત્તા કલ્યાણ, પાર્ટી ભારતીય જન ક્રાંતિ દળ, અપના દેશ પાર્ટી, રાષ્ટ્રીય સમાજવાદી પાર્ટી, સરદાર વલ્લભભાઈ પાર્ટી, લોકકલ્યાણ પાર્ટી, રાષ્ટ્રીય ક્રાંતિકારી સમાજવાદી પાર્ટી, જનસંઘર્ષ વિરાટ પાર્ટી, યુવા જન જાગૃતિ પાર્ટી, સૌરાષ્ટ્ર જનતાપ્રકાશ, મધરલેન્ડ નેશનલ પાર્ટી, લોકતંત્ર જાગૃત પાર્ટી, ભારતીય કિસાન પરિવર્તન પાર્ટી, રાષ્ટ્રીય કોમી એકતા પાર્ટી, લોકશાહી સત્તા પાર્ટી, ગરવી ગુજરાત પાર્ટી, ઈન્ડિયન સ્વર્ણ સમાજ પાર્ટી, જન મન પાર્ટી, ગુજરાત જનતા પંચાયત પાર્ટીને પણ નોટિસ ફટકારવામાં આવી છે. 

અમદાવાદમાં 96 જગ્યાએ પાડ્યા હતા દરોડા 
આપને જણાવી દઈએ કે, આવકવેરા વિભાગે 8 મહિના પહેલા બોગસ ડોનેશન અને ટેક્સ કૌભાંડ મામલે અમદાવાદ સહિત રાજ્યભરમાં દરોડા પાડ્યા હતા. IT વિભાગે અમદાવાદમાં 96 સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન નાના રાજકીય પક્ષો પાસેથી આયકર વિભાગને રૂ. 4 હજાર કરોડના ડોનેશનના હિસાબો મળી આવ્યા હતા. આ ઉપરાંત રાજકીય પક્ષો પાસેથી મળેલા દસ્તાવેજોમાંથી ડોનેશનના રૂ.4 હજાર કરોડના વ્યવહારો મળી આવ્યા છે. તપાસમાં રાજકીય પક્ષો માટે દાન લઇને વ્યવસ્થિત કૌભાંડ આચરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. હવે આ મામલે આકરી કાર્યવાહી કરવામાં આવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ