બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / Tatas name Ilker Ayci as CEO & MD of Air India

નિયુક્તી / એલ્કર અઈસી એર ઈન્ડીયાના નવા CEO, કર્યું એવું કામ કે આવ્યાં ટાટાની ગુડબૂકમાં, જાણો કોણ છે

Hiralal

Last Updated: 04:51 PM, 14 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એર ઈન્ડીયાએ તુર્કી એરલાઈન્સના પૂર્વ સીઈઓ અને એમડી એલ્કર અઈસીને તેના નવા CEO બનાવ્યાં છે.

  • એર ઇન્ડિયામાં પહેલી મોટી નિયુક્તી
  • એલ્કર અઈસીને બનાવાયા CEO
  • તુર્કિ એરલાઈન્સના પૂર્વ સીઈઓ છે એલ્કર અઈસી

એર ઇન્ડિયામાં બદલાવની શરૂઆત થઇ ચૂકી છે. ટાટા ગ્રુપે સૌથી પહેલા તેના કામ કરવાની રીતને બદલવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તૂર્કિ એરલાઈન્સના પૂર્વ એમડી એલ્કર અઈસીના ઈન્ટરનેશનલ સ્તરના કામને ધ્યાનમાં લઈને ટાટા ગ્રુપે તેમને એર ઈન્ડીયામાં CEO પદે નિયુક્તી કરીને તેમને મોટી જવાબદારી સોંપી છે.  ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરનની હાજરીમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં બોર્ડની બેઠક મળી હતી. 

કોણ છે એલ્કર અઈસી

51 વર્ષીય એલ્કર અઈસી તુર્કીના બિઝનેસમેન છે. વર્ષ 2015માં તેમને ટર્કિશ એરલાઇનના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 26 જાન્યુઆરી 2022ના રોજ તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. હવે તેમને એર ઇન્ડિયાની કમાન મળી ગઇ છે.એલ્કર અઈસી 1994માં બિલ્કેન્ટ યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટ ઓફ પોલિટિકલ સાયન્સ એન્ડ પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને 1995માં તેમણે યુનિવર્સિટી ઓફ ધ યુકે ખાતે અભ્યાસ પૂર્ણ કર્યો હતો. અઈસી 1 એપ્રિલ, 2022 થી એર ઇન્ડિયાના કામકાજનું ધ્યાન રાખશે. તેમની નિયુક્તિ બાદ ઇલકાર આયેશીએ કહ્યું કે, એર ઇન્ડિયા એક આઇકોનિક એરલાઇન છે. એર ઇન્ડિયાના વડા તરીકે ટાટા જૂથ સાથે સંકળાયેલા હોવાનું મને ગૌરવ છે. એર ઇન્ડિયામાં અમારા ભાગીદારો અને ટાટા ગ્રૂપના નેતૃત્વ સાથે નજીકથી કામ કરીને અમે એર ઇન્ડિયાની મજબૂત વિરાસતનો ઉપયોગ કરીને તેને વિશ્વની શ્રેષ્ઠ એરલાઇન બનાવીશું.

ઉડ્ડયન ઉદ્યોગમાં એલ્કર અઈસીનું મોટું નામ 
પોતાની નિયુક્તિ પર ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને કહ્યું કે એલ્કર અઈસી એવિએશન ઇન્ડસ્ટ્રીમાં ખૂબ મોટું નામ છે. તેઓ આ ઇન્ડસ્ટ્રીના લીડર છે. તેમના નેતૃત્વમાં તુર્કીશ એરલાઇન્સે મોટી સફળતા હાંસલ કરી છે. ટાટા ગ્રુપમાં અમે તેમનું સ્વાગત કરીએ છીએ. તેમના નેતૃત્વમાં એર ઇન્ડિયાને નવી ઓળખ મળશે અને નવા યુગની શરૂઆત થશે.તેમણે ઉડ્ડયન સેક્ટરમાં ઘણુ સારુ કામ કર્યું હોવાથી તેઓ ટાટાની ગૂડબુકમાં આવ્યાં છે અને તેમણે મોટી જવાબદારી સોંપી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ