બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / TATAની કાર પર જબરદસ્ત ઑફર, Tiago, Punch સહિત આ કાર પર મળશે ધમાકેદાર ડિસ્કાઉન્ટ, 3.5 લાખનો થશે ફાયદો
9 ફોટો ગેલેરી
Last Updated: 04:31 PM, 20 August 2026
1/9
ઓગસ્ટમાં મહિનામાં ટાટા મોટર્સની કાર ખરીદવાનું વિચારી રહેલા ગ્રાહકો માટે સારા સમાચાર છે. આ મહિને બુકિંગ કરાવો તો તમને ખાસ્સી સારી ડીલ મળી શકે છે. કંપની તરફથી ICE, CNG અને ઇલેક્ટ્રિક કારો પર અલગ-અલગ આકર્ષક ઓફર્સ ચાલુ છે. કેટલીક ઇલેક્ટ્રિક મોડલ્સ પર કુલ ફાયદો 3.5 લાખ રૂપિયા સુધી પહોંચી રહ્યો છે. જોકે આ ઓફર્સ સ્ટોક, ડીલર, શહેર, મોડલ ઈયર અને વેરિયન્ટ અનુસાર બદલાઈ શકે છે.
2/9
નવી ટિયાગો ફેસલિફ્ટ પર આ મહિને કોઈ ઓફીશીયલ કેશ ડિસ્કાઉન્ટ નથી. પરંતુ જૂની ટિયાગો અને ટિગોરના પસંદગીના વેરિયન્ટ્સ પર લાભ મળી રહ્યો છે. ગ્રાહકોને 15,000 રૂપિયાનો કેશ ડિસ્કાઉન્ટ મળી શકે છે. સાથે 10,000 રૂપિયાનો એક્સચેન્જ બોનસ કે 15,000 રૂપિયાનો સ્ક્રેપેજ બેનિફિટ પણ અપાઈ રહ્યુ છે. અમુક જૂની ટિયાગો પર 5,000 રૂપિયાનો ફ્રીડમ સેલિબ્રેશન બોનસ પણ મળી રહ્યુ છે. જૂની ટિયાગો EV પર તો વાત જ અલગ છે જેમાં કુલ બેનિફિટ 1.45 લાખ રૂપિયા સુધી પહોંચી રહ્યો છે.
3/9
અલ્ટ્રોઝ પર આગસ્ટમાં 35,000 રૂપિયા સુધીનો કેશ બેનિફિટ મળી રહ્યો છે, જેમાં ફ્રીડમ સેલિબ્રેશન ઓફર પણ સામેલ છે. વધુમાં 15,000 રૂપિયાનો એક્સચેન્જ સપોર્ટ અને 20,000 રૂપિયા સુધીનો સ્ક્રેપેજ બેનિફિટ પણ મળી શકે છે. તહેવારો પહેલાં અલ્ટ્રોઝ ખરીદનારાઓને સારી બચત થઈ શકે છે.
4/9
5/9
નેક્સનના પેટ્રોલ અને ડીઝલ મોડલ્સ પર કંપનીના સૌથી મજબૂત ઓફર્સમાંના એક ચાલુ છે. 55,000 રૂપિયા સુધીનો કેશ ડિસ્કાઉન્ટ, 15,000 રૂપિયાનો એક્સચેન્જ સપોર્ટ અને 20,000 રૂપિયા સુધીનો સ્ક્રેપેજ બેનિફિટ મળી શકે છે. નેક્સન EV પર 45,000 રૂપિયા સુધીના ફાયદા અપાઈ રહ્યા છે.
6/9
કર્વ્વ પર 30,000 રૂપિયાનો કેશ ડિસ્કાઉન્ટ, 40,000 રૂપિયાનો એક્સચેન્જ બોનસ, 45,000 રૂપિયાનો સ્ક્રેપેજ બેનિફિટ અને 50,000 રૂપિયાનો લોયલ્ટી બોનસ મળી રહ્યો છે. સૌથી મોટો ફાયદો કર્વ્વ EVના 2025 મોડલ ઈયરના બાકી રહેલા સ્ટોક પર છે આમ કુલ બેનિફિટ 3.5 લાખ રૂપિયા કરતાં વધુ થઈ શકે છે. આ કાર હાલમાં સૌથી વધુ ડિસ્કાઉન્ટવાળી ઇલેક્ટ્રિક કારોમાં સામેલ થઈ જાય છે.
7/9
8/9
નવી હેરિયર EV પર ઓફર્સ ખાસ્સા મોટા છે. 1 લાખ રૂપિયા સુધીનો ફ્રીડમ સેલિબ્રેશન ઓફર, 50,000 રૂપિયાનો એક્સચેન્જ બોનસ, 75,000 રૂપિયાનો સ્ક્રેપેજ બેનિફિટ અને વર્તમાન ટાટા EV ગ્રાહકો માટે 1 લાખ રૂપિયા સુધીનો લોયલ્ટી બેનિફિટ મળી રહ્યો છે. યોગ્યતા મુજબ હેરિયર EV પર કુલ બચત ઘણી મોટી થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ
Gold Silver Rate / આજે ફરી સોનું મોંઘુ થયું, તો ચાંદીએ પણ મારી જોરદાર છલાંગ, જાણો લેટેસ્ટ રેટ