બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ભારત / અજબ ગજબ / Tantriks Caught Chanting Mantras Near Youth's Burning Pyre On Mahashivratri Night; Public Outrage In Guna

અંધશ્રદ્ધા / કેદારધામમાં હાર્ટએટેકથી મરેલા યુવાનની સળગતી લાશ સામે થઈ મેલી વિદ્યા, કંપાવી દેશે કિસ્સો

Hiralal

Last Updated: 05:42 PM, 9 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેદારનાથના દર્શને જતાં હાર્ટએટેકથી મરેલા એમપીના ગુનાના યુવાનની સળગતી લાશ સામે અઘોરીઓએ તંત્રક્રિયા કરી હોવાનું સામે આવતાં હડકંપ મચ્યો હતો.

શિવરાત્રીએ એમપીના ગુનાના સ્મશાનમાં કમકમા આવી જાય તેવી મેલી વિદ્યાની એક ઘટના બની છે. કેદારનાથના દર્શને ગયેલા ગુનાના ગોપાલપુરના યુવાન અશ્વિન ચેવટનું રસ્તામાં હાર્ટએટેકથી અવસાન થતાં ગોપાલપુરાના સ્મશાનમાં તેની અંતિમક્રિયા કરાયા હતા. અંતિમક્રિયા બાદ ઘેર ગયેલા લોકોમાંથી યુવાનોને યાદ આવ્યું કે અશ્વિનને સિગારેટ પીવાના ખૂબ શૌખ હતો તેથી તેઓ તરત ચિતામાં સિગારેટ મૂકવા પાછા આવ્યાં હતા અને ત્યારે તેમની નજરમાં આવ્યું કે ચિતા સામે 3 લોકો બેઠા હતા અને તેઓ મંત્રોચ્ચાર કરતાં હતા ત્યારે યુવાનોને ખબર પડી કે તેઓ તંત્રક્રિયા કરતાં હતા. પછી હડકંપ મચ્યો હતો.

તાંત્રિકો પહેલા પણ આવું કરી ચૂક્યાં છે
આ કેસની તપાસમાં એવો પણ ખુલાસો થયો છે કે અઘોરીઓ પહેલા પણ આવું કરી ચૂક્યાં છે. હાલ તો પોલીસ તપાસ કરી રહી છે તેમણે આવું શા માટે કર્યું. 

દોસ્તો સિગારેટ મૂકવા આવ્યાં ત્યારે ખુલ્યો મામલો 
ગોપાલપુરાના 3 મિત્રો આ આખો મામલો સામે લાવ્યાં હતા. હકીકતમાં મિત્ર અશ્વિન ચેવટનું શિવરાત્રી મિત્રો સાથે ફરવા જતાં કેદારનાથ ધામમાં હાર્ટએટેકથી મોત થયું હતું. ન અને પ્રસાદ લીધા બાદ અશ્વિનીને છાતીમાં ભારે દુખાવો થતો હતો. યુવાન અશ્વિનીનું કાર્ડિયાક અરેસ્ટને કારણે મોત નીપજ્યું હતું. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, તેમનું મોત હાર્ટ એટેકથી થયું હતું. પરિવારજનોએ મૃતકના ગોપાલપુરાના સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરી ઘરે પરત ફર્યા હતા. અશ્વિનીને સિગારેટ પીવાનો શોખ હતો, છેલ્લી ઘડીએ મૃતકનો શોખ પૂરો કરવા અને આત્માની શાંતિ માટે ભાઈ નિખિલ કેવટ અને તેનો મિત્ર આકાશ રઘુવંશી સિગારેટ લઈને સ્મશાનગૃહ પહોંચ્યા હતા, પરંતુ ત્યાંનું દ્રશ્ય જોઈને તેમના હોશ ઉડી ગયા હતા ત્યારે તેમના ધ્યાનમાં આવ્યું કે અશ્ચિનની ચિતા સામે તંત્રક્રિયા કરાઈ રહી હતી. 

કોણ છે તાંત્રિકો 
આ તાંત્રિકો મૃતક યુવાન અશ્વિન ચેવટની સળગતી ચિતા સામે સાદડી બિછાવીને બેઠા હતા અને તેમની પાસે સિંદૂર, ચાકૂ, વાળ અને બીજી સામગ્રી લઈને બેઠા હતા અને તંત્ર ક્રિયા કરી રહ્યાં હતા. અઘોરીઓએ એક બોટલમાં રાખ પણ ભરી રાખે હતી અને મંત્રોચ્ચોર કરી રહ્યાં હતા. 
3 તાંત્રિકોના નામ અવિનાશ ચંદેલ (નાથ), દિલીપ ચંદેલ (નાથ) અને રાહુલ બૈરાગી છે અને તેઓ ભયાનક ક્રિયા કરી રહ્યાં હતા, તેમને એમ હશે કે તેમના આ કાળા કામોની કોઈને ખબર નહીં પડે પરંતુ મામલો સામે આવી ગયો હતો. 

'અમારે જે કરવાનું હતું તે કરી લીધું-તાંત્રિકો 
જ્યારે નિખિલ, આકાશ અને અન્યોએ તાંત્રિકોની પૂછપરછ કરી, ત્યારે તેઓએ તેમના નામ અવિનાશ ચંદેલ (નાથ), દિલીપ ચંદેલ (નાથ) અને રાહુલ બૈરાગી કહ્યાં. 
મામલો વણસતો જોઈ તાંત્રિક રાહુલ બૈરાગી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. પરંતુ અન્ય બે તાંત્રિકોને ત્યાં હાજર લોકોએ પકડી લીધા હતા. જો કે, બંને તાંત્રિકો કહેતા રહ્યા કે અમારે જે ક્રિયા કરવાની હતી તે અમે ચિતા અને ડેડબોડી સાથે કરી છે.

અંધશ્રદ્ધા રોકવી જરુરી-ડોક્ટરો
આ ઘટનાને લઈને પરિવાર અને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ પહેલા પણ ગુનાના સ્મશાનોમાં તાંત્રિક ક્રિયાના કિસ્સા સામે આવી ચૂક્યા છે અને હવે ફરી બન્યો છે. 
ભૂતકાળમાં ગુનામાં મુક્તિ ધામોમાં તંત્ર ક્રિયાના કિસ્સા બન્યા છે. લોકોમાં રોષ છે કે, સળગતી લાશો સાથે ચેડાં કરવાનું કેવી રીતે બંધ કરવામાં આવે. ડોકટરો કહે છે કે આવી તાંત્રિક પ્રવૃત્તિઓ માત્ર અંધશ્રદ્ધા છે જેને રોકવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ટીઆઈ કેન્ટ પોલીસ સ્ટેશન પંકજ ત્યાગીએ જણાવ્યું હતું કે પોલીસે ત્રણેય તાંત્રિકો સામે આઈપીસીની કલમ 297,34 હેઠળ એફઆઈઆર નોંધી છે. તાંત્રિકો પાછળ તાંત્રિકોનો હેતુ શું હતો તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ