બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Take care things while taking water level otherwise there will loss instead benefit

તમારા કામનું / પાણીનું માટલું લેતી વખતે આ વાતોનું ધ્યાન રાખજો, નહીં તો ફાયદાને બદલે થશે નુકશાન

Ajit Jadeja

Last Updated: 05:47 PM, 14 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉનાળામાં માટલાનું પાણી પીવું સ્વાસ્થ્ય માટે સારું છે કારણ કે તે પાણીને કુદરતી રીતે ઠંડુ થાય છે

Drinking Matla Water is Beneficial: ઉનાળામાં માટલાનું પાણી પીવું સ્વાસ્થ્ય માટે સારું છે કારણ કે તે પાણીને કુદરતી રીતે ઠંડુ થાય છે. અને આ ઠંડુ પાણી સ્વાસ્થ્યને ફાયદાકારક રહે છે. પરંતુ જો તમે માટલીની ખોટી પસંદગી કરશો તો નુકશાન થઇ શકે છે.

માટીના વાસણ પાણીને કુદરતી રીતે ઠંડુ કરે છે 

ઉનાળાનો પ્રારંભ થયો છે ત્યારે લોકો કાળજાળ ગરમીથી કંટાળી જાય છે. ગરમીથી રાહત માટે લોકોને ઠંડુ પાણી પીવું ગમે છે. વારંવાર તરસ લાગતી હોય છે. ત્યારે મોટાભાગના લોકો ફ્રીજમાંથી પાણી પીવે છે, પરંતુ શું તમે જાણો છો કે માટીના વાસણ એટલે કે માટલાનું પાણી પીવું વધુ ફાયદાકારક છે? માટીના વાસણ પાણીને કુદરતી રીતે ઠંડુ કરે છે અને તેના ઘણા સ્વાસ્થ્ય લાભો પણ છે. ફ્રિજના પાણીની સરખામણીમાં ઘડાનું પાણી પીવાથી તમને તાજગી મળે છે અને તે સ્વાસ્થ્ય માટે પણ સારું છે. જો તમે યોગ્ય ઘડાની પસંદગી ન કરો તો તે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. અહીં કેટલીક મહત્વપૂર્ણ બાબતો છે જે તમારે માટીના વાસણ, માટલું ખરીદતી વખતે ધ્યાનમાં રાખવી જોઈએ.

ગુણવત્તા તપાસો

જ્યારે પણ તમે માટલું ખરીદો તો પહેલા ધ્યાનથી તપાસો કે તે સારી માટીનો બનેલો છે. જો ખરાબ માટીથી માટલું બનાવેલુ હશે તો આ માટલામાં તમે પાણી ભરસો ત્યારે પાણીમાં બેક્ટેરિયા આવી શકે છે જે સ્વાસ્થ્ય માટે સારું નથી. તેથી હંમેશા સારી માટીમાંથી બનેલું માટલુ ખરીદવું જોઇએ.

માટલાની સફાઇ

જ્યારે તમે માટીનો વાસણ ખરીદો છો ત્યારે તેની અંદરની સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો. જો ઘડાની અંદરની સપાટી ખરબચડી અથવા અસમાન હોય, તો તેને સાફ કરવી ખૂબ જ મુશ્કેલ છે. આવી સ્થિતિમાં ત્યાં બેક્ટેરિયા અને કીટાણુઓ સરળતાથી પોતાનું ઘર બનાવે છે. જે પાણીને દૂષિત કરી શકે છે અને આપણા સ્વાસ્થ્ય માટે ખતરો બની શકે છે. તેથી જ્યારે પણ તમે માટલું ખરીદો ત્યારે તેની અંદરની સપાટીને કાળજીપૂર્વક તપાસો અને એકદમ સ્વચ્છ અને સમતલ સપાટી વાળુ માટલું ખરીદવું જોઇએ.

ઢાંકણું ખુલ્લુ ન રાખવું

ઘડામાં જ્યારે પાણી તમે ભરો છો પરંતુ તેને સ્વચ્છ રાખવા તેને ઢાંકવું પડે છે. ઘડાનું ઢાંકણ ચુસ્તપણે ફિટ થવું જોઈએ. ધ્યાન રાખો કે ઢાંકણું એટલું મજબૂત હોય કે અંદર કોઈ ધૂળ કે જંતુઓ પ્રવેશી ન શકે. આનાથી પાણી ચોખ્ખું રહેશે અને તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. યોગ્ય રીતે ફિટિંગનું ઢાંકણું પાણીને સંપૂર્ણપણે સુરક્ષિત રાખે છે.

આ પણ વાંચોઃ ઉનાળામાં સવારે ઉઠીને પીવો આદુ-લીંબુનું પાણી, વજન ઘટાડવાની સાથે તમને થશે ઢગલાબંધ ફાયદા

લિકેજ ચેક

માટલું ખરીદતા પહેલા તેમાં પાણી ભરો અને તપાસો કે તે ક્યાંયથી લીક થઈ રહ્યું છે કે કેમ. જો ઘડો લીક થતો હોય તો પાણી ગંદુ અને પીવાલાયક નહી રહે. લીંકેજ વાળુ  માટલું ખરીદવું ન જોઇએ કેમ કે આ માટલાનું પાણી સ્વાસ્થ્ય માટે સારું નથી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ