બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Drink ginger lemon water in summer morning you will get heaps benefits along with weight loss

હેલ્થ ટિપ્સ / ઉનાળામાં સવારે ઉઠીને પીવો આદુ-લીંબુનું પાણી, વજન ઘટાડવાની સાથે તમને થશે ઢગલાબંધ ફાયદા

Ajit Jadeja

Last Updated: 11:37 PM, 14 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકો ગરમીમાં ડીહાઈડ્રેશનની સમસ્યાથી બચવા માટે ફ્રુટ જ્યૂસ, શરબત, લીંબુ પાણીનું સેવન કરતા હોય છે

Benefits of Lemon and Ginger mix Water: ઉનાળાની ઋતુમાં શરીરને હાઇડ્રેટ રાખવું ખૂબ જ જરૂરી છે. જેના માટે લોકો ઘણા ડિટોક્સ પીણાં પીવે છે. મોટાભાગના લોકોને સવારે ઉઠ્યા બાદ લીંબુ પાણી પીવું ગમે છે. પરંતુ જો તમે આદુ અને લીંબુ પાણીનું સેવન કરો છો, તો તે તમારા શરીર માટે ઘણી રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ઉનાળો આવતાની સાથે જ લોકો ઠંડી વસ્તુઓ ખાવા લાગે છે. કેટલાક લોકો ગરમીમાં ડીહાઈડ્રેશનની સમસ્યાથી બચવા માટે ફ્રુટ જ્યૂસ, શરબત, લીંબુ પાણીનું સેવન કરતા હોય છે. આ બધી વસ્તુઓ સ્વાસ્થ્ય માટે ઘણી ફાયદાકારક માનવામાં આવે છે. લીંબુમાં ભરપૂર પ્રમાણમાં વિટામીન, મિનરલ જેવા ઘણા પોષક તત્વો હોય છે. 

ઉનાળામાં આપણા શરીરને વધુ હાઇડ્રેશન ની જરૂર પડે છે. જેના માટે પીવાનું પાણી ખૂબ જ જરૂરી છે. પરંતુ કેટલાક લોકોને સાદું પાણી પીવું ગમતું નથી, તેથી તેઓ વોડીટોક્સ ડ્રીન્કસ પણ પીવે છે. જેમાં તેઓ લીંબુ, આદુ, ફુદીનો અનેક પ્રકારના ફળો અને શાકભાજી જેવી ઘણી વસ્તુઓ કાપીને પાણીમાં નાખે છે. આ શરીર અને તમારા એકંદર સ્વાસ્થ્યને એનર્જી માટેફાયદાકારક સાબિત થઈ શકે છે. તે શરીરને ડિટોક્સિફાય કરવામાં એટલે કે શરીરમાં રહેલી ગંદકી દૂર કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. બોડી ડિટોક્સિફિકેશન તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

પાણીમાં લીંબુ અને આદુ મિક્સ કરો

વાસ્તવમાં શરીરમાંથી ઝેરી એટલે કે એકઠી થયેલી ગંદકી બહાર નીકળતાં જ શરીર અંદરથી સ્વચ્છ થઈ જશે. જે આપણને વજન ઘટાડવામાં, ત્વચા પર ચમક લાવવામાં અને પહેલા કરતા વધુ ઉર્જાનો અનુભવ કરવામાં મદદ કરી શકે છે. અને તમે જે ખોરાક ખાઈ રહ્યા છો તે પણ ઝડપથી પચવા લાગશે. કેટલાક લોકો સવારે ઉઠ્યા બાદ લીંબુ પાણી પીવે છે. પરંતુ ઉનાળામાં લીંબુ અને આદુ મિક્સ પાણી નું સેવન કરી શકો છો. આનાથી આપણા સ્વાસ્થ્યને ઘણા ફાયદા થઈ શકે છે. આ પીણાં તમારા શરીરને ડિટોક્સિફાય કરવામાં અને તેને હાઇડ્રેટ રાખવામાં મદદ કરી શકે છે. ચાલો જાણીએ તેના બીજા ઘણા ફાયદાઓ વિશે.

રોગપ્રતિકારક શક્તિમાં વધારો

રોગપ્રતિકારક શક્તિ આપણને રોગોથી બચાવવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં આદુ અને લીંબુ પાણી પીવું આપણી રોગપ્રતિકારક શક્તિ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ બંનેમાં વિટામીન સી ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરી શકે છે.

હાઇડ્રેટ

ઘણા લોકોને ઉનાળામાં વારંવાર સાદું પાણી પીવું ગમતું નથી. આવી સ્થિતિમાં તે લોકો આદુ અને લીંબુ પાણી પી શકે છે. તે તમારા શરીરને હાઇડ્રેટેડ અને ડિટોક્સિફાઇડ રાખવામાં પણ મદદ કરી શકે છે.

સારી પાચન

લીંબુ અને આદુનું પાણી પીવું પાચનતંત્ર માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ બંને પાચન સુધારવામાં મદદ કરી શકે છે. પરંતુ ધ્યાનમાં રાખો કે તેનું સેવન મર્યાદિત માત્રામાં કરો.

વધુ વાંચો: સવારમાં જાગ્યાની 35 મિનિટ બાદ રોજ અવશ્ય કરો આ 2 કામ, આખી બોડી સિસ્ટમ થઇ જશે ડિટોક્સ

વજન ઘટાડવું

ઘણા લોકો મેદસ્વિતા ઘટાડવા માટે સવારે ઉઠ્યા પછી લીંબુ પાણી પીવે છે. આવી સ્થિતિમાં આદુ અને લીંબુ પાણી પીવું તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આદુ તમારા ચયાપચયને વેગ આપે છે, જે તમને વધારાની કેલરી બર્ન કરવામાં મદદ કરી શકે છે. પરંતુ તેની સાથે તમારે કસરત અને યોગ્ય ડાયટ પ્લાન પણ ફોલો કરવો પડશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ