બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / Take care of your health, there will be differences with partners, people of this zodiac sign should take Wednesday off, see today's horoscope.

18 ઓક્ટોબર / તબિયત બાબતે સાચવવું, ભાગીદારો સાથે મતભેદ થશે, આ રાશિના જાતકોને બુધવારનો દિવસ કાઢવો કપરો, જુઓ આજનું રાશિ ભવિષ્ય

Vishal Khamar

Last Updated: 07:30 AM, 18 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

આજનું પંચાંગ
18 10 2023 બુધવાર
માસ આસો
પક્ષ શુક્લ
તિથિ ચોથ
નક્ષત્ર અનુરાધા
યોગ સૌભાગ્ય
કરણ વણિજ બપોરે 1.22 પછી વિષ્ટિ ભદ્રા
રાશિ વૃશ્ચિક (ન.ય.)

મેષ (અ.લ.ઈ.)
આ રાશિનાં જાતકો માટે  આજનો દિવસ કૌટુંબિક બાબતોમાં તણાવ ઓછો થશે. આર્થિક બાબતોમાં સુધારો જણાશે. ધંધાકીય પ્રવાસ લાભદાયી નીવડશે. બાળકોની તબિયતની ચિંતા રહેશે.

વૃષભ (બ.વ.ઉ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આવક કરતાં જાવક વધવાની સંભાવના. શેરબજારથી લાભ થશે. ધાર્મિક યાત્રા-પ્રવાસના યોગ બનશે. ઘરેલું કામકાજમાં સફળતા મળશે.

મિથુન (ક.છ.ઘ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કામકાજમાં ધ્યાન વધારે આપો. નવા કામથી લાભ થશે.  ભાગીદારોનો સુંદર સહયોગ મળશે. કામકાજમાં રાહત અનુભવશો.

કર્ક (ડ.હ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આત્મિયજનોના સુખમાં વધારો થશે. કોઈપણ જાતનો ખોટો વિચાર નુકસાન કરશે. સંતાનોના પ્રશ્નોમાં વિશેષ ધ્યાન આપો. નાના પ્રવાસના યોગ બને છે.

સિંહ (મ.ટ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ નાના રોકાણો માટે સમય સારો છે. સાથીદારોના સહયોગથી કામમાં રાહત થશે. સ્વમાન પ્રત્યે સભાન રહો. ખોટી વાતો અને વ્યવહારથી દૂર રહો.

કન્યા (પ.ઠ.ણ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ધંધામાં લાભ વધારે જણાશે. મોટા રોકાણમાં ધીરજથી કામ લેવું. જીવનસાથી સાથે વધારે સમય પસાર કરો. પોતાની કાર્યશક્તિ ઉપર વિશ્વાસ રાખો.

તુલા (ર.ત.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કાર્યશક્તિમાં વધારો થશે. ભાગીદારીવાળા કામમાં લાભ થશે. કોઈપણ જાતના પ્રવાસથી દૂર રહેવું. નોકરી માટે નવી ઓફર આવશે.

વૃશ્ચિક (ન.ય.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ધંધાને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવશે. ભૌતિક સુખ-સુવિધામાં વધારો થશે. સામાજિક જવાબદારી વધશે. સંતાન વિષયક સાધારણ ચિંતા જણાશે.

ધન (ભ.ધ.ફ.ઢ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ વડીલોની સલાહથી ચાલશો તો લાભ થશે. સ્થાવર મિલકત લેવાના યોગ સારાં છે. નવુ ઘર નોંધાવવા માટે ઉત્તમ દિવસ છે. સહકર્મચારીનો સહયોગ મળશે.

મકર (ખ.જ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આવકના પ્રમાણમાં જાવક વધશે. કામકાજમાં મન પ્રસન્ન રહેશે. ભાગીદારો સાથે મતભેદ થશે. તબિયત બાબતે સાચવવું.

કુંભ (ગ.સ.શ.ષ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કામકાજમાં સારી આવક થશે. કામકાજમાં સાચવીને કામ કરવું. નવા રોકાણ માટે સમય ઠીક નથી. બહારની ભાગાદોડીથી દૂર રહો.

મીન (દ.ચ.ઝ.થ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ દેશ-વિદેશના કામકાજમાં લાભ થાય. પ્રિયજનનો વિયોગ થાય. માલ-મિલકતને લગતા પ્રશ્નોમાં મુશ્કેલી જણાશે. નોકરીમાં તમારી મહેનતનું આજે ફળ મળશે.

શુભાંક - આજનો શુભ અંક છે 9
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે આછો લીલો અને મોરપીંછ
શુભ સમય - આજે શુભ સમય સવારે 10.49 થી બપોરે 12.29 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે બપોરે 12.00 થી 1.30 સુધી
શુભ દિશા : બુધવારે છે મુસાફરી વર્જ્ય 
અશુભ દિશા : આજે અશુભ દિશા નૈઋત્ય અને ઈશાન દિશા
રાશિ ઘાત : કર્ક (ડ.હ.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ