બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / સ્પોર્ટસ / Cricket / T20 World Cup 2024 team india predicted squard for t20 world cup rohit sharma virat kohli

T20 World Cup 2024 / ટૂંક સમયમાં જ થઇ શકે છે ટીમ ઇન્ડિયાનું એલાન, આ 15 ખેલાડીઓને ચાન્સ મળે તેવી શક્યતા

Arohi

Last Updated: 03:23 PM, 15 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

T20 World Cup 2024: ICC T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમની જાહેરાત થવામાં હવે વધારે સમય નથી. ભારતીય સિલેક્ટર્સ તો ટી20 વર્લ્ડ કપ માટે ટીમ પસંદ કરશે જ તે પહેલા અમે તમને જણાવી દઈએ કે કયા એવા ખેલાડી છે જેમને ટી20 વર્લ્ડ કપમાં રમવાનો મોકો મળી શકે છે.

ICC મેન્સ ટી20 વર્લ્ડ કપ 2024ની શરૂઆતમાં હવે થોડા જ દિવસો બાકી છે. આગામી ટી20 વર્લ્ડ કપ 1 જૂનથી યુએસએ અને વેસ્ટઈન્ડીઝમાં રમાશે. ટી20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત ટૂંક સમયમાં થવાની છે. માટે અજીત અગરકરની આગેવાનીમાં ભારતીય સિલેક્ટર્સની મીટિંગ આ મહિનાની છેલ્લી તારીખ અથવા આવતા મહિનાના પહેલા અઠવાડિયામાં થઈ શકે છે. 

ટી20 વર્લ્ડ કપ માટે આઈસીસીની ટીમ જાહેર કરવાની ડેડલાઈન 1 મે છે. એટલે કે આ ડેટ સુધીમાં બધા 20 દેશોને પોત પોતાની ટીમ પસંદ કરવાની છે. ભારતીય ફેન્સ પણ ભારતીય ક્રિકેટ ટીમના સિલેક્શનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ભારતીય સિલેક્ટર્સ પોતાની ટીમ પસંદ કરશે જ તેના પહલા અમે તમને જણાવીએ કે તે ખેલાડી કયા હશે જે ટી20 વર્લ્ડ કપ રમશે. 

બેટ્સમેન 
કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને ટી20ના નંબર-1 બેટ્સમેન સૂર્યકુમાર યાદવનું વર્લ્ડ કપ ટીમમાં રહેવું લગભગ નક્કી છે. ત્યાં જ ઓપનર યશસ્વી જાયસવાલ અને રિંકૂ સિંહને પણ વર્લ્ડ કપ રમવાની તક મળી શકે છે. 

વિકેટકીપર 
વિકેટકીપર બેટ્સેમેનની વાત કરવામાં આવે તો ઋષભ પંચ અને સંજૂ સેમસન વર્લ્ડ કપ ટીમમાં હોઈ શકે છે. વિકેટકીપર તરીકે પંતનું પ્રદર્શન શાનદાર છે. ત્યાં જ સંજૂ સેમસનને બીજા વિકેટકીપર તરીકે જગ્યા મળી શકે છે. 

ઓલરાઉન્ડર 
ઓલરાઉન્ડર્સની વાત કરવામાં આવે તો હાર્દિક પંડ્યાની ટીમમાં એન્ટ્રી થઈ શકે છે. આ ઉપરાંત સ્પિન બોલિંગ ઓલરાઉન્ડપ રવીંદ્ર જાડેજાની એન્ટ્રી પણ નક્કી માનવામાં આવી રહી છે. સિક્સ હિટિંગ માટે ફેમસ શિવમ દુબેને પણ સ્ક્વોડમાં એન્ટ્રી મળી શકે છે. 

સ્પિનર્સ 
સ્પિન બોલિંગ માટે કુલદીપ યાદવ અને યુજવેન્દ્ર ચહલને વર્લ્ડ કપ ટીમમાં શામેલ કરવામાં આવી શકે છે. લેગ સ્પિનર ચહલ ભારતના માટે ટી20 ક્રિકેટમાં સૌથી વધારે વિકેટ લેનાર બોલર છે. 

ફાસ્ટ બોલર 
ફાસ્ટ બોલિંગ યુનિટમાં જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંહની જગ્યા પાક્કી લાગી રહી છે. ત્યાં જ મોહમ્મદ સિરાજને પણ ત્રીજા સ્પેશાલિસ્ટ ફાસ્ટ બોલરની રીતે જોવામાં આવી રહ્યા છે. સિરાજ હાલની આઈપીએલ સીઝનમાં સૌથી મોંઘા સાબિત થયા છે.

ટી20 વર્લ્ડ કપ માટે સંભવિત ટીમ 
રોહિત શર્મા, યશસ્વી જાયસવાલ, વિરાટ કોહલી, સૂર્ય કુમાર યાદવ, ઋષભ પંત, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવીંદ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, સંજૂ સેમસન, રિંકૂ સિંહ, મોહમ્મદ સિરાજ. 

વધુ વાંચો: ગાયકવાડ બન્યો આ તોફાની રેકોર્ડ સર્જનાર પ્રથમ ભારતીય બેટ્સમેન, છતાંય નહીં મળે T20 વર્લ્ડકપમાં સ્થાન!

આ ખેલાડી પણ સિલેક્શન માટે દાવેદાર 
કેએલ રાહુલ, શ્રેયસ ઐય્યર, ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, મયંક યાદવ, શુભમન ગિલ, રિયાન પરાગ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, મુકેશ કુમાર.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ