બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / System tripped at the house of the accused, bulldozer was driven into the house of the accused Amza Balam Khan

કાર્યવાહી / હવે કુખ્યાત ગુનેગારોનું આવી બન્યું.! અમદાવાદમાં ગુજસીટોકના રીઢા આરોપીના ઘર પર ફર્યું તંત્રનું બુલડોઝર, તવાઈથી ફફડાટ

Published By: Dinesh Chaudhary

Last Updated: 07:56 PM, 13 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જમાલપુરમાં ગુજસીટકોના કુખ્યાત આરોપી અમઝા બાલમ ખાનના ઘરે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરાઈ

  • આરોપીના ઘરે તંત્રનું બૂલડોઝર
  • ગુજસીટોકના આરોપીના ઘરે ડિમોલેશન
  • અમઝા બાલમ ખાનના ઘરે ચાલ્યું બુલડોઝર

અમદાવાદના જમાલપુરમાં આરોપીના ઘર પર તંત્રએ તવાઈ બોલાવી છે. જમાલપુરમાં ગુજસીટોકના કુખ્યાત આરોપી અમઝા બાલમ ખાનના ઘરે તંત્ર દ્વારા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસના ચુસ્ત બંધોબસ્ત વચ્ચે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમા ઝોન-3ના DSP અને AMCના અધિકારીઓની હાજરીમાં તંત્રનુ બુલડોઝર આરોપીના ઘર પર ફેરવવામાં આવ્યો છે. 

આરોપીઓની હવે ખેર નથી..
તંત્ર એક્શન મૂડમાં હોય તેમ લાગી રહ્યો છે. 14 સપ્ટેમ્બરેના રોજ ડ્રગ્સ સપ્લાયર અને બુટલેગર અમદાવદાની મહિલા આરોપી આમીનાબાના ઘર પર તવાઈ બોલવવામાં આવી હતી તેમજ બીજી ઘટના 5 ઓક્ટોબરની સુરતની છે જ્યાં અલારખા નામના આરોપીનું મકાન તોડી પાડવામાં આવ્યું હતું તેમજ ત્રીજી ઘટના અમદાવાદના જમાલપુર વિસ્તારની નજરે આવી છે જ્યા આરોપી અમઝા બાલમ ખાનના ઘરે પર તંત્રનું બુડઝોર ફેરવાયું છે.

આમીનાબાનુના ઘરે પર ફરવાયું હતુ બુલડોઝર
ડ્રગ્સ સપ્લાયર અને બુટલેગર મહિલા આરોપી આમીનાબાનુની કાયદાકીય ગાળીયો કસ્યો હતો અને તેના ઘર સુધી પોલીસ પહોંચી ગઈ હતી. અમદાવાદમાં કુખ્યાત મહિલા ડ્રગ્સ ડીલર પર કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ બંદોબસ્ત વચ્ચે અમીનાબાનુનું દરિયાપુરની ભંડેરી પોળમાં આવેલું ઘર તોડી પાડવામાં આવ્યું હતું. કુખ્યાત મહિલા ડ્રગ્સ ડીલરના ત્રણ માળના મકાનને તોડી પાડવામાં આવ્યું હતું.
   
સુરતના અલારખાના મકાન તોડી પડાયું હતું
નશા યુક્ત પ્રવૃતિ સાથે સંકળાયેલો આરોપી અલારખાના ઉર્ફે સુરતના દાદાના મકાન પર પણ તંત્રનો બુલડોઝરનો સપાટો બોલાવ્યો હતો. અલારખા પાસેથી સુરત પોલીસને 24 સપ્ટેમ્બરના રોજ રૂ.7.82 લાખનો ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો હતો.

તંત્રની કાર્યવાહીથી આરોપીઓમાં ડર
તંત્રની આકરી તવાઈથી આરોપીઓમાં ડરનો માહોલ છવાયો છે. તંત્ર દ્વારા ઉપરા-છાપરી આરોપીઓના ઘર પર બુલડોઝરની તવાઈથી ભય છવાઈ ગયો છે. તંત્રના બુલડોઝરની લપેટમાં અજીએ ઘણાં બધા ઓરોપીઓ આવે તેવી પણ ચર્ચા વહેતી થઈ છે.


 

સંકળાયેલા મુદ્દાઓ

Accused Bulldozer Home Proceedings અમદાવાદ આરોપી કાર્યવાહી બુલડોઝર Proceedings

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ