બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અમદાવાદ / સુરત / Swachh Survekshan Awards 2021: SURAT AND AHMEDABAD GETS AWARDS

ગૌરવ / ગુજરાતનો દબદબો: સુરત દેશમાં બીજા નંબરનું સૌથી સ્વચ્છ શહેર તો અમદાવાદને પણ ખાસ સન્માન

Parth

Last Updated: 06:42 PM, 20 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે સ્વચ્છ શહેરોને રાષ્ટ્રપતિ દ્વારા ઍવોર્ડ અપાયો હતો જેમા સુરત અને અમદાવાદને ખાસ બહુમાન મળ્યું છે, સુરત દેશનું બીજા નંબરનું સૌથી સ્વચ્છ શહેર છે.

  • સ્વચ્છ શહેરોમાં ઈન્દોર સતત પાંચમી વાર અવ્વલ 
  • સ્વચ્છતામાં સુરત આખા દેશમાં બીજા નંબરે 
  • 40 લાખથી વધુ વસ્તીવાળા કેટેગરીમાં શહેરમાં અમદાવાદ પ્રથમ

ઈન્દોર પાંચમી વાર બન્યું અવ્વલ, સુરત ફરી ટોપ 3માં આવ્યું 
'સ્વચ્છ સર્વેક્ષણ-2021'ના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી છે. મધ્યપ્રદેશનું ઈન્દોર શહેર સતત પાંચમી વખત પ્રથમ ક્રમે રહ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે વિજેતાઓને સન્માનિત કર્યા હતા. Swachh Survekshan Awards 2021 માં સુરત (ગુજરાત) બીજા નંબરે અને વિજયવાડા (આંધ્રપ્રદેશ) ત્રીજા નંબરે રહ્યું હતું. સ્વચ્છ ભારત મિશન-અર્બન 2.0 હેઠળ ભારતને કચરો મુક્ત બનાવવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનની હરોળમાં, આ સમારોહમાં કચરા મુક્ત શહેરોની શ્રેણી હેઠળ આવતા વિજેતા શહેરોનું સન્માન કરવામાં આવ્યું હતું.

40 લાખથી વધુ વસ્તીવાળા શહેરમાં અમદાવાદ પ્રથમ
આ સિવાય રાજ્યના અમદાવાદ શહેરને પણ સ્વચ્છતાનો ઍવોર્ડ મળ્યો હતો, 40 લાખથી વધારે શહેરોની કેટેગરીમાં અમદાવાદ પ્રથમ ક્રમે રહ્યું હતું. અમદાવાદને આ કેટેગરીમાં સૌથી સ્વચ્છ શહેરનો ઍવોર્ડ એનાયત કરાયો જેમા શહેરના મેયર કિરીટ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. 

વિશ્વનો સૌથી મોટો સ્વચ્છતા સર્વેક્ષણ
આ કાર્યક્રમમાં, આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયની પહેલ Safai Mitra Suraksha Challenge હેઠળ શ્રેષ્ઠ પ્રદર્શન કરતા શહેરોને માન્યતા આપતી વખતે સફાઈ કર્મચારીઓના યોગદાનની પ્રશંસા પણ કરવામાં આવી હતી.આ વખતે સ્વચ્છ સર્વેક્ષણમાં 4320 શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે વિશ્વનો સૌથી મોટો સ્વચ્છતા સર્વેક્ષણ છે.

5 કરોડથી વધુ ફીડબેક મળ્યા
2016 માં આ પગલાની શરૂઆતમાં, સર્વેક્ષણમાં ફક્ત 73 મોટા શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ વર્ષના સર્વેની સફળતા આ વખતે નાગરિકો તરફથી મળેલા પ્રતિસાદની સંખ્યાના આધારે જ નક્કી કરી શકાય છે. આ વખતે આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ વખતે પાંચ કરોડથી વધુ ફીડબેક આવ્યા. ગયા વર્ષે આ સંખ્યા 1.87 કરોડ હતી. 'સ્વચ્છ સર્વેક્ષણ 2021' અંગે મંત્રાલયે કહ્યું હતું કે જમીની સ્તરે રાજ્યો અને શહેરોના પ્રદર્શનમાં નોંધપાત્ર સુધારો થયો છે. ઉદાહરણ તરીકે, છ રાજ્યો અને છ કેન્દ્રશાસિત પ્રદેશોએ પાયાના સ્તરે તેમની કામગીરીમાં પાંચથી 25 ટકાનો સુધારો કર્યો છે, એમ તેમાં જણાવાયું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ