ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / Politics / Assembly Election 2024 / મહારાષ્ટ્રમાં મંત્રાલયની વહેંચણી પર ભારે સસ્પેન્સ, દેવેન્દ્ર ફડણવીસ અચાનક પહોંચ્યા દિલ્હી, જાણો કોકડું ક્યાં ગૂંચવાયું ?

રાજનીતિ / મહારાષ્ટ્રમાં મંત્રાલયની વહેંચણી પર ભારે સસ્પેન્સ, દેવેન્દ્ર ફડણવીસ અચાનક પહોંચ્યા દિલ્હી, જાણો કોકડું ક્યાં ગૂંચવાયું ?

Last Updated: 06:41 AM, 12 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Devendra Fadnavis : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પહેલા કહ્યું હતું કે, મંત્રાલયોના વિભાજન અંગેનો નિર્ણય રવિવાર સુધીમાં લેવામાં આવશે, પરંતુ ફડણવીસ અચાનક દિલ્હી પહોંચી ગયા અને ગૃહમંત્રી અમિત શાહને મળ્યા, જાણો હવે શું થઈ શકે ?

ADVERTISEMENT

Devendra Fadnavis : આપણાં પાડોશી રાજ્યમાં સરકાર બન્યાને લગભર એક અઠવાડિયા જેટલો સમય પૂર્ણ થયો છે પણ હજી સુધી મંત્રાલયોના વિભાજનને લઈ ચર્ચા થઈ નથી કે, કોને કયું મંત્રાલય મળશે ? આ તરફ જો આપણે સૂત્રોનું માનીએ તો પૂર્વ CM એકનાથ શિંદે હજુ પણ અડીખમ છે. બીજી તરફ અજિત પવાર પણ સોદાબાજી પર ઉતરી આવ્યા છે. ફડણવીસે પહેલા કહ્યું હતું કે, મંત્રાલયોના વિભાજન અંગેનો નિર્ણય રવિવાર સુધીમાં લેવામાં આવશે, પરંતુ ફડણવીસ અચાનક દિલ્હી પહોંચી ગયા. ગૃહમંત્રી અમિત શાહને મળ્યા. આવી સ્થિતિમાં સવાલો ઉઠવા લાગ્યા કે શું અંતિમ નિર્ણય દિલ્હીથી જ લેવામાં આવશે ?

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે દિલ્હી પહોંચ્યા બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથેની તસવીર પોસ્ટ કરી હતી. કેપ્શનમાં લખ્યું, રાષ્ટ્રપતિ ભવન પહોંચવું અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળવું અને તેમના આશીર્વાદ લેવા મારા માટે ખૂબ જ સન્માનની વાત છે. આ પ્રસંગે તેમણે મુર્મુને ભગવાન વિઠ્ઠલ-રુક્મિણીની મૂર્તિ અર્પણ કરી હતી. તેઓ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને પણ મળ્યા હતા. ફડણવીસ પણ ગડકરીને પોતાના ગુરુ માને છે. આ પછી તે ક્યાં ગયા અને કોને મળ્યા તે જાણી શકાયું નથી.

દોઢ કલાક સુધી ચાલી હતી ત્રણેય નેતાઓની બેઠક

આ પહેલા મહારાષ્ટ્રમાં ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવાર વચ્ચે લગભગ દોઢ કલાક સુધી બેઠક થઈ હતી. જેમાં ભાજપ માટે 22, શિવસેના માટે 11 અને અજિત પવારની એનસીપી તરફથી 10 મંત્રી બનાવવા પર સહમતિ થઈ હતી. સૂત્રોનું કહેવું છે કે, આ ફોર્મ્યુલાને દિલ્હીથી મંજૂરી મળવાની છે એટલે જ ફડણવીસ દિલ્હી પહોંચ્યા છે. જ્યારે કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ફડણવીસના ગયા પછી એકનાથ શિંદે અને અજિત પવાર પણ દિલ્હી આવશે અને તેઓ ભાજપના ટોચના નેતૃત્વને મળશે.

વધુ વાંચો : દેશ પર વધુ એક ચક્રવાતી તોફાનનો ખતરો! સાત રાજ્યોમાં મચાવશે તબાહી, IMDનું એલર્ટ જાહેર

આ તરફ સૂત્રોનું કહેવું છે કે, એકનાથ શિંદે હાઈપ્રોફાઈલ મંત્રાલય ઈચ્છે છે જ્યારે અજિત પવાર પણ તેના પર અડગ છે. ભાજપે સ્પષ્ટ કર્યું છે કે, તે આ મંત્રાલયો પોતાની પાસે રાખશે. હજુ પણ વાતચીત ચાલી રહી છે. શિવસેનાને અર્બન ડેવલપમેન્ટ, પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટ અને રેવન્યુ ઓફર કરવામાં આવી શકે છે. બીજી તરફ અજિત પવાર ઈચ્છે છે કે, સત્તામાં તેમની ભાગીદારી શિવસેના જેટલી થાય. આ માટે તેઓ સ્ટ્રાઈક રેટની રમત રમી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ઓછી સીટો પર લડ્યા છતાં તેમની પાર્ટીએ વધુ સીટો જીતી. હાલમાં આ જાહેરાત ક્યારે થશે તે અંગે કોઈ માહિતી ઉપલબ્ધ નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Devendra Fadnavis Maharashtra Cabinet Maharashtra
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ