બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:34 AM, 12 December 2024
દેશમાં એકબાજુ ઠંડી હાહાકાર મચાવી રહી છે તો સાથે સાથે બીજી તરફ વધુ એક સંકટ માથે મંડરાઈ રહ્યું છે. જી હાં હાલમાં એક ચક્રવાતી તોફાન આવવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. દેશમાં ઠંડીએ પોતાનો રંગ બતાવવાનું શરૂ કર્યું છે. જ્યારે પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે તો મેદાની વિસ્તારોમાં ધુમ્મસ અને શીત લહેરનું એલર્ટ છે. દરમિયાન, ચક્રવાતી વાવાઝોડું પણ વારંવાર ત્રાટકી રહ્યું છે, જેના કારણે દક્ષિણના રાજ્યોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ફરી એકવાર ચક્રવાતી તોફાન પાછું ફર્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આ અંગે એલર્ટ જાહેર કર્યું છે. આગામી 24 કલાકમાં તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ શ્રીલંકા-તામિલનાડુના દરિયાકાંઠા તરફ આગળ વધે તેવી શક્યતા છે, જેના કારણે ઘણા રાજ્યોમાં વરસાદ પડી શકે છે. આ સમયગાળા દરમિયાન જોરદાર ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે.
IMD અનુસાર, 12-13, 16 અને 17 ડિસેમ્બરે તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. ચક્રવાતી તોફાનની અસર કેરળ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, લક્ષદ્વીપ, આંદામાન અને નિકોબાર ટાપુઓમાં પણ જોવા મળશે. દક્ષિણ આંતરિક કર્ણાટકમાં કેટલાક સ્થળોએ ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે વરસાદની સંભાવના છે.
છેલ્લા 24 કલાકમાં દિલ્હી એનસીઆરના હવામાનમાં મોટો ફેરફાર જોવા મળ્યો હતો, જ્યાં લઘુત્તમ તાપમાનમાં 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થયો છે. રાજધાનીમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે 20 થી 23 °C અને 4 થી 8 °C ની વચ્ચે છે. ઘણા વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા 3 થી 6 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન સામાન્ય કરતા 1 થી 5 ડિગ્રી ઓછું હતું. દિવસ દરમિયાન આકાશ સ્વચ્છ રહ્યું હતું, પરંતુ સવારે ધુમ્મસ છવાયું હતું.
વધુ વાંચો : દુનિયાભરના યુઝર્સ ધંધે લાગ્યા! WhatsApp, Instagram અને Facebook એક સાથે સર્વર ડાઉન
આગામી 5 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ અને અડીને આવેલા મધ્ય ભારતમાં શીત લહેર પ્રવર્તે તેવી શક્યતા છે. જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, પંજાબ અને મધ્યપ્રદેશમાં વધારે ઠંડી પડી રહી છે. રાજસ્થાન, ઉત્તરાખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ત્રિપુરા, મણિપુર અને મેઘાલયના કેટલાક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ સાથે તીવ્ર ઠંડી પડી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT