બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:17 AM, 12 December 2024
બુધવારે મોડી રાત્રે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અચાનક બંધ થઈ ગયું હતું. જેના કારણે યુઝર્સને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ સમસ્યા શા માટે આવી તે હાલમાં બહાર આવ્યું નથી. બુધવારે રાત્રે 11 વાગ્યા સુધી મેટા સર્વર ડાઉન હોવાને કારણે વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકે કામ કરવાનું બંધ કર્યું ત્યારે યુઝર્સે વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી હતી. ખાસ કરીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકોએ ઘણી પોસ્ટ કરી આ પછી તે X પર ટ્રેન્ડ થવા લાગ્યો.
ADVERTISEMENT
WhatsApp, Instagram and Facebook reportedly hit by outage. More details awaited.
— ANI (@ANI) December 11, 2024
મેટા સર્વર સાથે કનેક્ટ થતા WhatsApp, Facebook અને Instagram પર આ સમસ્યા સૌપ્રથમ મોડી રાત્રે 11 વાગ્યાની આસપાસ થઈ હતી. આ પછી તરત જ યુઝર્સે તેના વિશે ફરિયાદ કરવાનું શરૂ કર્યું. આ સમસ્યા મોડી રાત સુધી લગભગ 11:30 વાગ્યા સુધી ચાલુ રહી હતી.
ADVERTISEMENT
વોટ્સએપ પર યુઝર્સને સૌથી વધુ તકલીફો પડી. ડાઉન ડિટેક્ટર વેબસાઈટ અનુસાર, રાત્રે 11 વાગ્યે 20 હજારથી વધુ ફરિયાદો મળી હતી, લગભગ 15 હજાર ઈન્સ્ટાગ્રામ વિશે અને લગભગ 2.5 હજાર લોકોએ ફેસબુક વિશે જાણ કરી હતી.
વધુ વાંચો : ગજબ હો બાકી! મેરેજ એનિવર્સરી નહીં શખ્સે દોસ્તોને આપી છૂટાછેડાની પાર્ટી, વીડિયો વાયરલ
બુધવારે રાત્રે 11 વાગ્યાથી ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ લગભગ એક કલાક માટે ડાઉન હતા, એવા અહેવાલો આવ્યા હતા કે માત્ર ભારતમાં જ નહીં પરંતુ ઘણા દેશોમાં પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડાઉન છે. આ સમસ્યા ડેસ્કટોપ અને મોબાઈલ બંને પર હતી. સવારે 11.45 વાગ્યા પછી ધીમે ધીમે ત્રણેય પ્લેટફોર્મ કામ કરવા લાગ્યા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT