ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / સુરત નગર નિગમમાં 1924 પદોની પડી ભરતી, જાણો યોગ્યતા અને ફોર્મ ભરવાની રીત

કરિયર / સુરત નગર નિગમમાં 1924 પદોની પડી ભરતી, જાણો યોગ્યતા અને ફોર્મ ભરવાની રીત

Published By: Nirav Kumar

Last Updated: 02:59 AM, 15 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતી પડી છે. જેમાં ઉમેદવારો 1 એપ્રિલથી ઓનલાઇન અરજી કરી શકશે. ચાલો તેની ડીટેલ વિષે જાણીએ.

ADVERTISEMENT

સરકારી નોકરીઓ માટે તૈયારી કરતા લોકો માટે સારા સમાચાર આવ્યા છે. કેમ કે, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને વિવિધ વિભાગો માટે મોટી ભરતી પાડી છે. જેમાં કુલ 1924 જગ્યાઓ ભરવામાં આવશે, જેમાં ક્લાર્ક, એન્જિનિયર, મેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ, ડ્રાઇવર અને ટેકનિકલ આસિસ્ટન્ટ જેવા પદોનો સમાવેશ થાય છે. અહિંયા ઉમેદવારો 1 એપ્રિલથી ઓનલાઇન અરજી કરી શકશે.

આ ભરતીમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આશરે 45 વિવિધ કેટેગરીની જગ્યાઓ ભરશે. જેમાં ક્લાર્ક, ડ્રાઇવર, સ્ટાફ નર્સ, મેડિકલ ઓફિસર, એન્જિનિયર, ટેકનિકલ આસિસ્ટન્ટ, લેબ ટેકનિશિયન, ફાર્માસિસ્ટ અને માર્શલ જેવા પદોનો સમાવેશ થાય છે. જેમાં ઝૂ અને માછલીઘર સંબંધિત અમુક ટેકનિકલ જગ્યાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

  • વય મર્યાદા
    આ ભરતી માટે અરજી કરવા માટેની મિનિમમ ઉંમર 18 વર્ષ છે અને મેક્સિમમ ઉંમર 33 થી 45 વર્ષ છે, જે પદના આધારે છે. અનામત કેટેગરીના ઉમેદવારોને સરકારી નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.
  • જરૂરી લાયકાત

આ ભરતી માટે ફોર્મ ભરવા માટેના પાત્રતા માપદંડ પદ પ્રમાણે બદલાય છે. જેમાં 10મું કે 12મું ધોરણ પાસ કરનારા ઉમેદવારો અમુક જગ્યાઓ માટે અરજી કરી શકે છે, જ્યારે ટેકનિકલ અને મેડિકલ પદો માટે ડિપ્લોમા, ગ્રેજ્યુએશન, એન્જિનિયરિંગ કે મેડિકલ ડિગ્રી જરૂરી છે.

vtv app promotion
  • અરજી ફી
    આ ભરતી માટે ફોર્મ ભરવા માટે ઉમેદવારોએ તેમની કેટેગરી અનુસાર ફી ચૂકવવાની રહેશે. જેમાં જનરલ અને OBC (ક્રીમી લેયર)કેટેગરીઓના ઉમેદવારોએ 500 રૂપિયાની અરજી ફી ચૂકવવાની રહેશે. OBC (નોન-ક્રીમી લેયર), SC અને ST કેટેગરીઓ માટે ફી 250 રૂપિયા છે. PWD અને ભૂતપૂર્વ સૈનિકોના ઉમેદવારોને અરજી ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે.
  • પસંદગી પ્રોસેસ
    આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી અનેક તબક્કામાં કરવામાં આવશે. જેમાં પ્રથમ, ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપવાની રહેશે. આ પરીક્ષા પાસ કરનારાઓને આગામી તબક્કા માટે બોલાવવામાં આવશે. જેમાં પદના આધારે, સ્કિલ ટેસ્ટ, પ્રેક્ટિકલ ટેસ્ટ કે ફીઝીકલ ટેસ્ટ થઈ શકે છે. ત્યાર બાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ ટેસ્ટમાંથી પસાર થશે. જેના આધારે અંતિમ પસંદગી કરવામાં આવશે.

વધુ વાંચો : ગ્રેજ્યુએટ યુવાઓ પાસે આવ્યો મોકો, IDBI બેંકના 1300 પદો પર પડી ભરતી

  • ફોર્મ કેવી રીતે ભરવું?
  1. ઉમેદવારોએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી.
  2. ઉમેદવારોએ અરજી કરતી વખતે પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું.
  3. જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  4. અરજી ફી ચૂકવો.
  5. ફોર્મ સબમિટ કરો અને પ્રિન્ટઆઉટ સેવ કરો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Recruitment Apply Online Surat Municipal Corporation

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ