બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ગ્રેજ્યુએટ યુવાઓ પાસે આવ્યો મોકો, IDBI બેંકના 1300 પદો પર પડી ભરતી
Last Updated: 04:09 AM, 8 March 2026
બેંકિંગ ક્ષેત્રમાં નોકરીની તૈયારી કરી રહેલા યુવાનો માટે એક મોકો આવ્યો છે. IDBI બેંકે 2026 માટે ભરતી પાડી છે. આ ભરતી પ્રક્રિયા દ્વારા બેંક વિવિધ શાખાઓમાં ઓફિસર લેવલના પદો ભરશે. જેમાં મોટી સંખ્યામાં પદો જુનિયર આસિસ્ટન્ટ મેનેજર માટે રીઝર્વ છે. જેમાં ગ્રેજ્યુએટ ઉમેદવારો ફોર્મ ભરી શકશે. બેંક દ્વારા જાહેર કરાયેલ માહિતી અનુસાર કુલ 1300 પદો ભરવામાં આવશે. આ પદો માટે અરજી પ્રોસેસ ઓનલાઈન હશે. રસ ધરાવતા ઉમેદવારો બેંકની ઓફીશીયલ વેબસાઇટ દ્વારા ફોર્મ ભરી શકે છે. આ પદો માટે અરજી પ્રોસેસ 8 માર્ચથી શરૂ થઈ છે અને ઉમેદવારો 19 માર્ચ સુધી અરજી કરી શકે છે.
ADVERTISEMENT
IDBI બેંકની આ ભરતીમાં કુલ 1300 પદો ભરવામાં આવશે. આ પદોમાં બે અલગ અલગ કેટેગરીનો સમાવેશ થાય છે. જેમાં આસિસ્ટન્ટ મેનેજર ગ્રેડ-A માટે 200 પદો, જ્યારે 1,100 પદો જુનિયર આસિસ્ટન્ટ મેનેજર ગ્રેડ-O માટે રીઝર્વ છે. આ જગ્યાઓ દ્વારા બેંક દેશભરની શાખાઓમાં લાયક ઉમેદવારોની ભરતી કરાશે. જુનિયર આસિસ્ટન્ટ મેનેજર પદ માટે પસંદ કરાયેલા ઉમેદવારોને સારો પગાર પેકેજ મળશે. આ પદ માટે અંદાજિત વાર્ષિક પગાર આશરે 6.14 લાખ થી 6.50 લાખ રૂપિયા હોવાનો અંદાજ છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
જુનિયર આસિસ્ટન્ટ મેનેજર પદ માટે અરજી કરનારા ઉમેદવારો પાસે માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જરુરી છે. જનરલ, OBC અને EWS ઉમેદવારો માટે ઓછામાં ઓછા 60 ટકા ગુણ જરૂરી છે જ્યારે SC અને ST ઉમેદવારો માટે ઓછામાં ઓછા 55 ટકા ગુણ જરૂરી છે. ઉમેદવારો પાસે બેઝીક કમ્પ્યુટર નોલેજ પણ હોવું જોઈએ. આસિસ્ટન્ટ મેનેજર ગ્રેડ-A પદ માટે સ્નાતક અને સંબંધિત ક્ષેત્રમાં બે વર્ષનો અનુભવ જરૂરી છે. આ પદ માટે અરજી કરવા માટેની મીનીમમ ઉંમર 20 વર્ષ અને મેક્સીમમ ઉંમર 25 વર્ષ છે. ઉંમર બેંક દ્વારા નિર્ધારિત તારીખના આધારે ગણતરી કરવામાં આવશે.
ADVERTISEMENT
આ ભરતીમાં ભાગ લેવા માટે ઉમેદવારોએ પહેલા બેંકની ઓફીશીયલ વેબસાઇટ, www.idbi.bank.in પર રજીસ્ટ્રેશન કરવાયુ જરૂરી છે. ત્યાર બાદ તેમને લોગ ઇન કરીને અરજી ફોર્મમાં જરૂરી માહિતી ભરવાની રહેશે. અરજી કરતી વખતે ઉમેદવારોએ પોતાનો ફોટો, સહી, ડાબા અંગૂઠાની છાપ અને હેન્ડ રિટન ડીક્લેરીશન સ્કેન કરીને અપલોડ કરવાનું રહેશે. ત્યાર બાદ તેમને અરજી ફી ચૂકવવી પડશે અને ફોર્મ સબમિટ કરવાનું રહેશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.