ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / સેનામાં સામેલ થવાની સોનેરી તક, 25000 જગ્યાઓ પર બંપર જગ્યાઓ, જાણો ડિટેલ્સ

કરિયર / સેનામાં સામેલ થવાની સોનેરી તક, 25000 જગ્યાઓ પર બંપર જગ્યાઓ, જાણો ડિટેલ્સ

Published By: Nirav Kumar

Last Updated: 05:31 PM, 5 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય સેના અગ્નિવીર પદો પર સરકારી નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટે પ્રોવિઝનલ પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. આ પરીક્ષા માટે અરજી કરવાની છેલ્લી તારીખ 1 એપ્રિલ, 2026 છે.

ADVERTISEMENT

ભારતીય સેનાએ અગ્નિવીર ભરતી 2026 કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટે પરી]પ્રોવિઝનલ પરીક્ષાની તારીખો જાહેર કરી છે. સત્તાવાર વેબસાઇટ પર શેર કરેલી વિગતો અનુસાર પરીક્ષા 1 જૂનથી 15 જૂન 2026 દરમિયાન દેશભરના નિયુક્ત પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવશે. પરીક્ષા માટે શહેરની સ્લિપ અને એડમિટ કાર્ડ પરીક્ષાની તારીખના થોડા દિવસો પહેલા ઑનલાઇન ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ રહેશે.

ભારતીય સેના અગ્નિવીર પદો પર સરકારી નોકરી મેળવવા માંગતા ઉમેદવારોએ આ પરીક્ષામાં ભાગ લેવો ફરજીયાત છે. અગ્નિવીર CEE પરીક્ષા માટે અરજી કરવાની છેલ્લી તારીખ 1 એપ્રિલ, 2026 છે. જે ઉમેદવારોએ કોઈપણ કારણોસર હજુ સુધી તેમની અરજી પૂર્ણ કરી નથી તેઓ સત્તાવાર વેબસાઇટ, joinindianarmy.nic.in ની મુલાકાત લઈને શક્ય તેટલી વહેલી તકે અરજી પ્રક્રિયા પૂરી કરી શકે છે.

ફી
બધી કેટેગરીઓના ઉમેદવારોએ અરજી ફોર્મ ભર્યા બાદ 250 ફી ચૂકવવાની રહેશે. અરજી ફી ઓનલાઈન સબમિટ કરી શકાય છે.

  • કયા પદો પર થશે ભરતી?
  1. અગ્નિવીર જનરલ ડ્યુટી (GD)
  2. અગ્નિવીર ટેકનિકલ
  3. અગ્નિવીર ક્લાર્ક/સ્ટોરકીપર ટેકનિકલ
  4. અગ્નિવીર ટ્રેડ્સમેન
  5. સૈનિક ફાર્મા
  6. સૈનિક ટેકનિકલ નર્સિંગ આસિસ્ટન્ટ
  7. મહિલા લશ્કરી પોલીસ
  • લાયકાત અને માપદંડ
    ભારતીય સેનાની સામાન્ય પ્રવેશ પરીક્ષા માટે 8 થી 12 પાસ ઉમેદવારો પદના આધારે અરજી કરવા પાત્ર છે. અગ્નિવીર ભરતીમાં જનરલ ડ્યુટી (GD) પદો માટે અરજી કરવા માટે ઉમેદવારોએ 45% ગુણ સાથે મેટ્રિક/10 પાસ કરેલ હોવું જોઈએ. ડ્રાઇવિંગ લાઇસન્સ ધરાવતા લોકોને ડ્રાઇવર પદો માટે પસંદગી આપવામાં આવશે. અગ્નિવીર ટેકનિકલ પદો માટે, 50% ગુણ સાથે 12મું ધોરણ પાસ હોવું જરૂરી છે. દરેક વિષયમાં ઓછામાં ઓછા 40% ગુણ સાથે.

ક્લાર્ક/સ્ટોરકીપર ટેકનિકલ પદો માટે અંગ્રેજી, ગણિત, બુકકીપિંગ અને એકાઉન્ટ્સમાં ઓછામાં ઓછા 50% ગુણ સાથે પાસ હોવા જરૂરી છે. અગ્નિવીર ટ્રેડ્સમેન પદો માટે અરજી કરવા માટે વિદ્યાર્થીઓએ બધા વિષયોમાં ઓછામાં ઓછા 33% ગુણ સાથે 8મું/10 પાસ કરેલ હોવું જોઈએ. લશ્કરી પોલીસ પદો માટે 45% ગુણ સાથે 10મું ધોરણ પાસ હોવું જરૂરી છે. ઉમેદવારોની ઉંમર ઓછામાં ઓછી 17.5 વર્ષ અને 21 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

vtv app promotion
  • પસંદગી પ્રક્રિયા કેવી રીતે હાથ ધરવામાં આવશે?
    અગ્નિવીર ભરતી માટે ઉમેદવારોની પસંદગી અનેક તબક્કાઓના આધારે કરવામાં આવશે. જેમાં ઓનલાઇન કોમન એન્ટ્રન્સ પરીક્ષા (CEE), ફીઝીકલ ફીટનેસ અને ભરતી રેલી, મેડીકલ ટેસ્ટ, ડોક્યુમેન્ટ વેરીફીકેશન,આ બધા તબક્કા સફળતાપૂર્વક પાસ કરનારા ઉમેદવારોને જ અંતિમ પસંદગી કરવામાં આવશે.
  • પગાર અને ભથ્થાં
    અગ્નિપથ યોજના હેઠળ પસંદ કરાયેલા અગ્નિવીરોને દર વર્ષે વધતો પગાર મળશે.
  1. પ્રથમ વર્ષ: આશરે 30,000 રૂપિયા પ્રતિ મહિને
  2. બીજું વર્ષ: આશરે 33,000 રૂપિયા પ્રતિ મહિને
  3. ત્રીજું વર્ષ: આશરે 36,500 રૂપિયા પ્રતિ મહિને
  4. ચોથું વર્ષ: આશરે 40,000 રૂપિયા પ્રતિ મહિને

વધુ વાંચો : શું નોકરી સાથે ફ્રીલાન્સ કામ કરવું ગેરકાયદેસર છે? જાણો નિયમ વિશે

  • કેવી રીતે અરજી કરવી
  1.  પહેલા સત્તાવાર વેબસાઇટ, joinindianarmy.nic.in ની મુલાકાત લો.
  2. હોમ પેજ પર Apply/Login પર ક્લિક કરો.
  3. પછી એપ્લાય કરવા માટે રજીસ્ટ્રેશન પર ક્લિક કરો.
  4. રજિસ્ટ્રેશન બાદ લોગિન દ્વારા અન્ય વિગતો દાખલ કરીને ફોર્મ ભરો.
  5. છેલ્લે ફી ચૂકવો અને ફોર્મ સબમિટ કરો.
  6. પ્રિન્ટઆઉટ લો અને ભવિષ્ય માટે તેને સેવ કરીને રાખો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Recruitment Provisional Exam Agniveer

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ