બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / ગુજરાત / સુરત / Surat mass suicide case: Statement of relatives and neighbors revealed

ઘટસ્ફોટ / સુરત સામૂહિક આપઘાત કેસઃ સબંધી અને પાડોશીઓના નિવેદનમાં થયો ખુલાસો, કહ્યું પુત્રના કારણે....

Malay

Last Updated: 09:23 AM, 10 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat News: રત્નકલાકારના સપરિવાર આપઘાત કેસમાં પોલીસની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. સબંધી અને પાડોશીઓ પાસેથી જાણવા મળ્યું છે કે, પરિવારનો મોટો દિકરો પાર્થ કોઈ કામધંધો કરતો નહતો, તે આખો દિવસ મોબાઈલમાં જ રચ્યો પચ્યો રહેતો.

  • સુરત સામૂહિક આપઘાત કેસમાં મોટો ખુલાસો
  • મોટો દિકરો અભ્યાસ છોડીને કરતો નહોતો કોઈ કામધંધો
  • કામધંધો કરવાનું કહેતા કરતો હતો પરિવાર સાથે ઝઘડો 
  • સબંધી અને પાડોશીઓના નિવેદનમાં થયો ખુલાસો


સુરતના રત્નકલાકાર વીનું મોરડીયાના સપરિવાર આપઘાત કેસમાં મોટો ખુલાસો થયો છે. આપઘાત કેસમાં પોલીસ દ્વારા સંબંધી અને પાડોશીઓના નિવેદનમાં ખુલાસો થયો છે કે પરિવારનો મોટો પુત્ર પાર્થ અભ્યાસ છોડીને કોઈ કામધંધો કરતો ન હતો. દીકરો આખો દિવસ મોબાઈલમાં રચ્યો પચ્યો રહેતો હતો. 

નિવેદનમાં થયો ખુલાસો
સંબંધી અને પાડોશીઓના નિવેદનમાં સામે આવ્યું છે કે, પરિવારના સભ્યો મોટા દીકરા પાર્થને કામધંધો કરવાનું કહેતા તે પરિવારના સભ્યો સાથે ઝઘડો કરતો હતો. પરિવાર હીરામાં મંદીને કારણે આર્થિકતંગીનો સામનો કરી રહ્યો હતો. પુત્રના ટેન્શનમાં વિનુભાઈએ પરિવાર સાથે આપઘાત કર્યો હોવાનો ખુલાસો થયો છે. જોકે, મોટા પુત્ર પાર્થ અને અન્ય એક દીકરી ઘરે હોવાથી બચી ગયા હોવાનું સામે આવ્યું છે. 

શું છે સમગ્ર મામલો?
સુરતમાં યોગીચોક વિસ્તારમાં આવેલ વિજયનગર સોસાયટીમાં રહેતા રત્નકલાકારે તેની પત્ની, પુત્ર તેમજ પુત્રી સાથે અનાજમાં નાખવાની દવા ખાઈ આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી હતી. પરિવારનાં ચાર સભ્યોએ સીમાડા નહેર પાસે આવેલ દાતાર હોટલ નજીક ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે બાદ ચારેય લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન પત્ની, પુત્ર તેમજ પુત્રીનું મોત નિપજ્યું હતું. જ્યારે રત્નકલાકાર વિનુભાઈ મોરડીયાનું પણ લાંબી સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.

બુધવારે ગટગટાવી હતી ઝેરી દવા
મૂળ ભાવનગરના સિહોરના વતની અને નોકરી ધંધાર્થે સુરતનાં સરથાણ વિસ્તારમાં આવેલ વિજયનગર સોસાટરીમાં રહેતા વિનુભાઈ ખોડાભાઈ મોરડિયા હીરાના કારખાનામાં કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ત્યારે બુધવારે મોડી સાંજ વિનુભાઈ તેમની પત્ની શારદાબેન, તેમના પુત્ર ક્રિશ અને પુત્રી સેનિતાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયત્ન કર્યો હોવાની જાણ થતા તમામને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે તેઓને ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમ્યાન મોડી રાત્રે શારદાબેન, સેનિતા તેમજ પુત્ર ક્રિશે પણ દમ તોડ્યો હતો. જ્યારે બપોર બાદ વિનુંભાઈનું પણ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.  આ બનાવની અંગેની જાણ પોલીસને થતા પોલીસે હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી હતી.

દવા પીધા પછી ભાઈને કર્યો હતો ફોન
આ બાબતે ACP પી.કે.પટેલે જણાવ્યું હતું કે, કેનાલ રોડ પર એક જ પરિવારનાં ચાર સભ્યોએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઝેરી દવા પીધા બાદ તેનાં પિતરાઈ ભાઈને ફોન કરીને કહ્યું હતું કે, મારો એક દીકરો અને દીકરી છે. જેનું ધ્યાન રાખજે. વિનુભાઈને ચાર સંતાનો છે. જેમાંથી બે બાળકોનાં મોત નિપજ્યા છે. જ્યારે મોટો દિકરો મિત્રો સાથે બહાર ગયો હતો. અને એક દીકરી માસીનાં ઘરે ગઈ હતી.

આપઘાત પહેલા બનાવ્યો હતો વીડિયો 
રત્નકલાકારે આપઘાત પહેલા વીડિયો બનાવ્યો હતો. જેમાં તેઓ બોલે છે કે મારી પાસે આપઘાત કર્યા સિવાય બીજો કોઈ રસ્તો નથી.  હું સારો પતિ, પુત્ર કે પિતા ન બની શક્યો. આ વીડિયો રેકોર્ડ કર્યા બાદ રત્નકલાકારે આપઘાત કર્યો હતો. ત્યારે વીડિયોને એફએસએલમાં મોકલવામાં આવ્યો છે. 

મૃતકોનાં નામ
- વિનુભાઈ ખોડાભાઈ મોરડીયા (ઉ.વ.55)(મૃતક)
- શારદાબેન મોરડીયા (પત્ની, ઉ.વ.50)  (મૃતક)
- ક્રિશ મોરડીયા (પુત્ર, ઉ.વ.20) (મૃતક)
- સેનિતા મોરડીયા (પુત્રી, ઉ.વ.15)(મૃતક)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ