બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / સુરત / Surat: Banvi's cross-related brother-in-law knocked, went home and stabbed sleeping brother-in-law with a paddle, arrested

સંબંધોનું ખૂન / સુરત: બનેવીના આડાસંબંધ સાળાને ખટક્યા, ઘરે ગયો અને સૂતેલા જીજાજીને ઉપરાછાપરી ચપ્પુના ઘા મારી પતાવી દીધો, થઈ ધરપકડ

Vishal Khamar

Last Updated: 11:26 PM, 24 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતનાં રાંદેરમાં પરસ્ત્રી સાથે આડા સબંધમાં સાળા તેમજ બનેવી વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા સાળાએ બનેવીને છરીનાં ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્યારે આ બાબતે રાંદેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

  • રાંદેરમાં પરસ્ત્રી સાથે પ્રેમ સબંધમાં કરૂણ હત્યા
  • બહેન સાથે અન્યાય થતા સાળાએ બનેવીને મોતને ઘાટ ઉતાર્યો
  • પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી

 સુરતના રાંદેર વિસ્તારમાં સગા સાળાએ બનેવીની કરપીણ હત્યા કરી દેતા પોલીસે હત્યારા સાળાની અટકાયત કરી છે. પોલીસ તપાસમાં મૃતક બનેવીના પરસ્ત્રી સાથે પ્રેમ સંબંધ હતો.જ્યાં બનેવીએ સાળાની જાણ બહાર ખાતામાંથી ઓનલાઈન 25 હજાર રૂપિયા ઉપાડી પોતાની પ્રેમિકાને આપી દીધા હતા.જે અંગે સાળા-બનેવી વચ્ચે માથાકૂટ સર્જાઈ હતી.જે બાદ રોષે ભરાયેલા સાળાએ ઘાતક હથિયાર વડે બનેવીની કરપીણ હત્યા કરી નાખી હતી.

સગા સાળાએ પોતાના જ બનેવીની કરપીણ હત્યા કરી
સુરતના રાંદેર વિસ્તારમાં આજ રોજ સગા સાળાએ પોતાના જ બનેવીની કરપીણ હત્યા કરી દેતા ભારે ચકચાર મચી ગઇ છે.રાંદેર પોલીસ મથકના સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર,પૂજા વિક્કીબેન પટેલ દ્વારા રાંદેર પોલીસ મથકમાં હત્યાની ફરિયાદ આપવાના આવી છે. જેમાં મહિલાનો ભાઈ મયુર રાઠોડના અન્ય પરસ્ત્રી સાથે પ્રેમસબંધ ચાલી આવ્યો હતો.જેના કારણે મયુર અને તેની પત્ની વચ્ચે માથાકૂટ ચાલી આવી હતી.

બી.એમ.ચૌધરી (એસીપી સુરત પોલીસ)

પોલીસે હત્યારા સાળાની ધરપકડ કરી
દરમ્યાન મયુર દ્વારા પોતાના સગા સાળાના બેંક ખાતામાંથી જાણ બહાર 25 હજાર રૂપિયા ઉપાડી લેવાયા હતા.જે રકમ પોતાની ગર્ભવતી પ્રેમીકાને આપી દીધા હતા.જેની જાણ સાળા ને થતાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલ થઈ હતી.જે બાદ સાળો પોતાના બનેવીના ઘરે મળવા માટે આવ્યો હતો.જ્યાં ઘરમાં સુતેલા બનેવી પર ચપ્પુ વડે ઉપરાછાપરી ઘા ઝીંકી મોતને  ઘાટ ઉતારી દેવાયો હતો.ઘટના અંગે રાંદેર પોલીસે લાશનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડી હત્યારા સાળા ની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ