બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / VTV વિશેષ / Supreme Court view on reservation is very important

મહામંથન / અનામત કોણે છોડવી જોઈએ? શું ગરીબો માટે ત્યાગ કરી શકશે સુખી-સંપન્ન લોકો?

Dinesh

Last Updated: 09:15 PM, 8 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહામંથન: આઝાદી બાદ બંધારણના ઘડવૈયાઓએ જ્યારે અનામત અમલમાં મુકી ત્યારે બંધારણમાં પણ વંચિતો માટે પ્રતિનિધિત્વ શબ્દનો ઉપયોગ કર્યો છે

  • અનામત અંગે સુપ્રીમકોર્ટે મત વ્યક્ત કર્યો જે અતિમહત્વનો
  • સુપ્રીમકોર્ટ અનામત અંગેના એક મામલાની સુનાવણી કરી રહી હતી
  • CJIની આગેવાનીમાં 7 ન્યાયાધીશની બંધારણીય બેંચ સુનાવણી કરી રહી છે


મોટેભાગે જ્યારે અનામત મુદ્દે ચર્ચા થાય ત્યારે અનામત કોને મળવી જોઈએ, કેવી રીતે મળવી જોઈએ, એવા જ કારણોની ચર્ચા થાય. કોઈને કોઈ સમુદાય પોતાને અનામત આપવાની માગ વિવિધ તર્ક રજૂ કરીને કરતો રહે. હવે જે મુદ્દો ચર્ચામાં આવ્યો છે તે મુદ્દો છે અનામતને છોડી દેવાનો. અને આવી સલાહ સ્પષ્ટ ભાષામાં કદાચ દેશની સર્વોચ્ચ અદાલત અને સંસદ સિવાય કોઈ આપી પણ ન શકે. આ વખતે ચિત્રમાં દેશની સર્વોચ્ચ અદાલત છે. પંજાબમાં SC-OBC સર્વિસ એક્ટમાં અનામતમાં પણ અનામત આપવા અંગેની સુનાવણી દરમિયાન સુપ્રીમકોર્ટે શબ્દ ચોર્યા વગર કહ્યું કે જે લોકો અનામતનો લાભ લઈને સામાજિક રીતે મોભાદાર હોદ્દો ધરાવે છે અને આર્થિક રીતે પણ સુખી સંપન્ન છે તેમણે હવે ગરીબ માટે થઈ અનામતનો લાભ છોડી દેવો જોઈએ અને તેને જગ્યા કરી આપવી જોઈએ. હાલ તો બંધારણીય બેંચે કાયદાની મર્યાદામાં રહીને એવુ પણ કહ્યું છે કે અમે માત્ર સલાહ આપી શકીએ પણ આ નિર્ણય અંતે સંસદના હાથમાં છે. આઝાદી બાદ બંધારણના ઘડવૈયાઓએ જ્યારે અનામત અમલમાં મુકી ત્યારે બંધારણમાં પણ વંચિતો માટે પ્રતિનિધિત્વ શબ્દનો ઉપયોગ કર્યો છે. જે તે સમયે ભારતમાં અનામત આપવાનો આધાર સામાજિક હતો. અને એટલું તો ચોક્કસ સ્વીકારવું પડે કે વંચિત સમાજ પ્રત્યે સમાજના ઉંચા વર્ગના લોકોની માનસિકતામાં પહેલા કરતા ફેરફાર આવ્યો હશે પરંતુ તે ફેરફાર વંચિતોના સામાજિક ઉત્થાન માટે પૂરતો નથી. જે લોકો અનામતનો લાભ લઈને આર્થિક સદ્ધર થયા તેમણે હવે અનામત છોડીને જનરલ કેટેગરીને અપનાવવી જોઈએ કે નહીં, અનામતનો લાભ મેળવવા ખરેખર જે છેવાડાના લોકો હકદાર છે તેની સ્થિતિ કેટલી બદલાઈ છે. અનામતે કદાચ વંચિતોને આર્થિક સદ્ધર કર્યા અને પગભર ક્યા પરંતુ સામાજિક સ્થિતિનું શું. સમાજમાંથી અનામતને છોડી શકે એવા લોકો કેટલા છે. 

સુપ્રીમકોર્ટેનો મત
અનામત અંગે સુપ્રીમકોર્ટે અતિમહત્વનો મત વ્યક્ત કર્યો હતો. સુપ્રીમકોર્ટ અનામત અંગેના એક મામલાની સુનાવણી કરી. CJIની આગેવાનીમાં 7 ન્યાયાધીશની બંધારણીય બેંચ સુનાવણી કરી અને કેસની સુનાવણી દરમિયાન અનામત અંગે ટિપ્પણી કરવામાં આવી હતી. મહત્વનો સવાલ એ જ છે કે અનામત ખરેખર કોણે છોડવી જોઈએ?

સુપ્રીમકોર્ટે શું કહ્યું?
ગરીબોના લાભ માટે સદ્ધર લોકોએ અનામતમાંથી બહાર નિકળવું જોઈએ તેમજ અનામતનો લાભ લઈ લીધો હોય તેમણે અન્ય અતિ પછાત માટે જગ્યા કરવી જોઈએ. અનામતનો લાભ લઈને જે સદ્ધર થઈ ગયા હોય તે અનામતમાંથી બહાર નિકળે અને અનામતનો લાભ લઈને સમૃદ્ધ થયા હોય તો તેને અનામતમાંથી શા માટે બહાર ન કાઢવા? આરક્ષિત સંપન્ન વર્ગને હવે સામાન્ય શ્રેણીમાં કેમ ન સમાવવો? આરક્ષિત સંપન્ન વર્ગે સામે ચાલીને સામાન્ય શ્રેણી અપનાવી લેવી જોઈએ તેમજ અત્યંત પછાત અને ગરીબ છે તેમને અનામતનો લાભ મળશે

આ ટિપ્પણી પણ મહત્વની
અનામતનો લાભ લઈને IAS, IPS બની જવાય છે અને IAS, IPSના સંતાનોને ગામડામાં રહેતા અન્ય સંતાનો જેવો સંઘર્ષ કરવો પડતો નથી. અનામત વર્ગના સંપન્ન જીવન જીવતા લોકોને બહાર કાઢવા કે કેમ? આરક્ષિત સંપન્ન લોકોને બહાર કાઢવા અંગે સંસદે વિચાર કરવો પડશે તેમજ અમે અમારો મત વ્યક્ત કર્યો, કાયદો સંસદે બનાવવો પડે. પછાત જાતિઓ માટે બેઠક અનામત રાખવા સવર્ણ જાતિને બહાર રખાઈ છે.  તત્કાલિન સમયે જે કંઈ થયું તે બંધારણની અનુમતિથી થયું.  રાષ્ટ્ર ઔપચારિક નહીં પણ વાસ્તવિક સમાનતામાં વિશ્વાસ રાખે છે

સુપ્રીમકોર્ટમાં અનામતના મુદ્દાના મૂળ ક્યાં?
પંજાબના SC, OBC સર્વિસમાં અનામતના કાયદા અંગે સુનાવણી ચાલતી હતી અને પંજાબમાં રાજ્ય સરકાર અનામતમાં પેટા અનામત આપી શકે છે તેમજ 2010માં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે આ વિશેષ જોગવાઈને હટાવી તેમજ હાઈકોર્ટે બંધારણના આર્ટિકલ 341નો હવાલો આપ્યો હતો. હાઈકોર્ટે કહ્યું હતું કે અનુસૂચિત જાતિ તરીકે કોને ગણવા તેનો અધિકાર રાષ્ટ્રપતિ પાસે છે.  સુપ્રીમકોર્ટમાં અનામતમાં પેટા અનામત આપવા પાછળ તર્ક અપાયો તેમજ સુપ્રીમકોર્ટમાં રજૂઆત કરાઈ કે આ કાયદો સમાનતા આપે છે. આ કાયદાથી સૌથી પાછળ રહી ગયેલા લોકોને પણ સમાનતાનો અધિકાર મળવાનો તર્ક. સુપ્રીમકોર્ટ એ શક્યતા પણ તપાસે છે કે રાજ્ય પેટા અનામત આપી શકે કે કેમ?

અનામતને સમજો
અનામત માટે ભારતીય બંધારણમાં પ્રતિનિધિત્વ શબ્દ પ્રયોજ્યો છે અને વંચિત સમાજને પ્રતિનિધિત્વ એટલે અનામત. બંધારણની કલમ 15(4), 16(4),338(3) અને 440(1)માં ઉલ્લેખ કરાયો છે. કલમ 46 રાજ્યને પછાત વર્ગના શોષણ સામે રક્ષણ આપવાનો આદેશ કરે છે

શિક્ષણમાં અનામત
બંધારણની કલમ 15(4) મુજબ મળે છે

સરકારી નોકરીમાં અનામત
બંધારણની કલમ 16(4) મુજબ મળે છે

વાંચવા જેવું: અનામત મુદ્દે SCની ટિપ્પણીને સરદાર પટેલ ગ્રુપનું સમર્થન: કહ્યું સમૃદ્ધ લોકોએ બહાર નીકળી ગરીબો માટે...

રાજકીય અનામત
બંધારણની કલમ 344 મુજબ 10 વર્ષ અનામત ચાલુ રાખવા જોગવાઈ
SC, ST અને એંગ્લો ઈન્ડિયન માટે સંસદ, વિધાનસભામાં અનામત
બંધારણમાં અલગ-અલગ સુધારાથી રાજકીય અનામત ચાલુ રહી છે


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ