બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ભારત / Politics / supreme court to hear cm kejriwal plea challenging ED arrest remand

સુનાવણી / કેજરીવાલને આજે મળશે રાહત કે પછી? આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, EDની કાર્યવાહીને ફેંક્યો છે ખુલ્લો પડકાર

Priyakant

Last Updated: 10:05 AM, 15 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Arvind Kejriwal Latest News : કેજરીવાલ વતી CJI DY ચંદ્રચુડની બેન્ચ સમક્ષ હાજર થયેલા વકીલ અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરી હતી અને ત્યારબાદ CJIએ કહ્યું હતું કે, તેઓ સોમવારે આ મામલાની તપાસ કરશે

Arvind Kejriwal : દિલ્હી દારૂ કૌભાંડમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને હાઇકોર્ટથી તો રાહત નથી મળી પણ હવે આજે સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી યોજાનાર છે. એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ અને અટકાયતને કાયદેસર બનાવવાના 9 એપ્રિલના રોજ સુપ્રીમ કોર્ટના દિલ્હી હાઈકોર્ટના નિર્ણયની વિરુદ્ધ છે. સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર સુનાવણી માટેના કેસોની યાદીમાં અરવિંદ કેજરીવાલની અરજી પણ સામેલ છે.

વાત જાણે એમ છે કે, દિલ્હી હાઈકોર્ટે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને મોટો ફટકો આપતા મની લોન્ડરિંગ કેસમાં તેમની ધરપકડને માન્ય ગણાવી હતી અને કહ્યું હતું કે, વારંવાર જાહેર કરવા છતાં તેમણે તપાસમાં જોડાવાનો ઇનકાર કર્યા પછી EDએ તેમની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. હાઈકોર્ટે આમ આદમી પાર્ટી (AAP)ના નેતા કેજરીવાલની ED દ્વારા તેમની ધરપકડ અને ત્યારબાદ તેમને ફેડરલ એજન્સીની કસ્ટડીમાં મોકલવાને પડકારતી અરજી ફગાવી દીધી છે. આ જ કારણ છે કે હવે અરવિંદ કેજરીવાલ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા છે.

File Photo

નોંધનિય છે કે, આ મામલો 2021-22 માટે દિલ્હી સરકારની આબકારી નીતિની રચના અને અમલીકરણમાં કથિત ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગ સાથે સંબંધિત છે. આ પોલિસી બાદમાં રદ કરવામાં આવી હતી. આ કેસમાં દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહની ધરપકડ કરવામાં આવી છે. મનીષ સિસોદિયા જામીન મેળવવાની રાહ જોઈ રહ્યા છે ત્યારે સંજય સિંહ જામીન પર જેલમાંથી બહાર આવીને લોકસભા ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે.

વધુ વાંચો : ક્યાંક વરસાદ તો ક્યાંક પવન..., કાળઝાળ ગરમી વચ્ચે અનેક રાજ્યોમાં વાતાવરણ બન્યું ઠંડુગાર, IMDએ આપ્યું એલર્ટ

તાજેતરમાં અરવિંદ કેજરીવાલ વતી CJI DY ચંદ્રચુડની બેન્ચ સમક્ષ હાજર થયેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરી હતી અને ત્યારબાદ CJIએ કહ્યું હતું કે, તેઓ સોમવારે આ મામલાની તપાસ કરશે. EDએ 21 માર્ચે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી જ્યારે હાઇકોર્ટે તેમને મની લોન્ડરિંગ કેસમાં ED એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કોઈપણ શિક્ષાત્મક કાર્યવાહીથી રક્ષણ આપવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે અરવિંદ કેજરીવાલને 15 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે અને તેઓ હવે તિહાર જેલમાં બંધ છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ