બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ભારત / supreme court supported centers decision of abroagating article 370 from Jammu Kashmir

સુપ્રીમ કોર્ટ / પૂર્ણ રાજ્યનો દરજ્જો મળતા જ જમ્મુ-કાશ્મીરમાં થશે આ ફેરફાર, જુઓ માત્ર 4 વર્ષમાં તો ક્યાંથી ક્યાં પહોંચી ગયું

Vaidehi

Last Updated: 03:27 PM, 11 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jammu Kashmirનાં પૂર્ણ રાજ્ય બન્યા બાદ હવે અહીં કેન્દ્રથી મળતી નાણાકીય મદદ બંધ થઈ જશે. જો કે તેનાથી રાજ્યની ફાઈનેંશિયલ હેલ્થ પર ખાસ અસર નહીં પડે કારણકે નાણાપંચ દ્વારા આર્થિક મદદ કરવામાં આવશે.

  • જમ્મૂ-કાશ્મીરને મળશે પૂર્ણ રાજ્યનો દરજ્જો
  • સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારનાં નિર્ણયને ઠેરવ્યો યોગ્ય
  • સપ્ટેમ્બર 2024 સુધીમાં ચૂંટણી યોજવાનાં આદેશ

આજે સુપ્રીમ કોર્ટે જમ્મૂ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 રદ કરવાનાં નિર્ણયને કાયમ રાખ્યો. આ સાથે જ તેને પૂર્ણ રાજ્ય બનવાનો દરજ્જો મળવાનો રસ્તો પણ સાફ થઈ ગયો. રાજ્ય બન્યા બાદ જમ્મૂ-કાશ્મીરમાં ઘણાં ફેરફારો થશે જેમાં રાજ્યનાં વિકાસમાં નાણાપંચનો મોટો રોલ પણ રહેશે. જમ્મૂ-કાશ્મીરમાં ટૂંક જ સમયમાં ચૂંટણી પણ યોજાઈ શકે છે. સુપ્રીમ કોર્ટ તરફથી કહેવામાં આવ્યું છે કે 30 સપ્ટેમ્બર 2024 સુધી જમ્મૂ -કાશ્મીરમાં ચૂંટણી થવી જોઈએ.

પૂર્ણ રાજ્ય બન્યા બાદ J & Kમાં શું ફેરફાર થશે?

  • 5 ઑગસ્ટ 2019નાં મોદી સરકાર દ્વારા જમ્મૂ-કાશ્મીરમાંથી 370 રદ કરવામાં આવ્યું જે બાદ રાજ્યને 2 વિભાગોમાં વિભાજિત કરવામાં આવ્યું. જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખ. આ બંનેને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી દેવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારનાં આ નિર્ણય બાદ જમ્મૂ-કાશ્મીર પાસેથી વિશેષ રાજ્ય હોવાનો દરજ્જો છિનવાઈ ગયો હતો. હવે 4 વર્ષ બાદ સુપ્રીમ કોર્ટે આ નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે.
  • વિશિષ્ટ દરજ્જો મળ્યો હોવાને લીધે 2019 પહેલા જમ્મૂ-કાશ્મીરમાં બહારનાં લોકોને જમીન ખરીદવાનો હક નહોતો. અનુચ્છેદ 35A માં આવી ખરીદીને માત્ર સ્થાયી રહેવાસીઓ માટે સીમિત રાખ્યું હતું. 370 રદ થયાં બાદ કેન્દ્ર સરકારે જમ્મૂ અને કાશ્મીર વિકાસ અધિનિયમમાં ફેરફાર કર્યાં અને બાહરી લોકોને જમ્મૂ-કાશ્મીરમાં કૃષિલાયક ભૂમિ સિવાયની અન્ય જમીન ખરીદવાનો હક આપ્યો. 
  • આ સિવાય 2019 થી જૂન 2022 સુધી રાજ્યમાં 29806 લોકોને પબ્લિક સેક્ટરમાં ભરતી આપવામાં આવી. આ સિવાય કેન્દ્રીય યોજનાઓ પણ શરૂ કરવામાં આવી. સ્વાસ્થ્ય સુવિધાને ધ્યાનમાં રાખતાં રાજ્યમાં 2 AIIMS ખોલવાને પણ મંજૂરી આપવામાં આવી છે.
  • પૂર્ણ રાજ્ય બનવા પર જમ્મૂ-કાશ્મીરમાં અનેક ફેરફારો આવશે.  Jammu Kashmirનાં પૂર્ણ રાજ્ય બન્યા બાદ હવે અહીં કેન્દ્રથી મળતી નાણાકીય મદદ બંધ થઈ જશે. જો કે તેનાથી રાજ્યની ફાઈનેંશિયલ હેલ્થ પર ખાસ અસર નહીં પડે કારણકે નાણાપંચ દ્વારા આર્થિક મદદ કરવામાં આવશે.
  • નાણાપંચ નક્કી કરે છે કે ટેક્સથી થનારી કમાણી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વચ્ચે કેટલી ટકાવારીમાં વહેંચવાની રહેશે.  નાણાપંચ ફોર્મુલા નક્કી કર્યા બાદ રાષ્ટ્રપતિને પોતાનો પ્રસ્તાવ આપે છે અને પછી એ હિસાબે પાંચ વર્ષો સુધી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વચ્ચે રાજસ્વની વહેંચણી થાય છે.નાણાપંચ એ ઉપાયોનો પ્રસ્તાવ પાઠવે છે જેની રાજ્યની પંચાયતો અને સ્થાનિક સંસ્થાઓમાં જરૂરિયાત હોય છે. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ