બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Supreme Court slaps Baba Ramdev in misleading advertisement case

BIG NEWS / ભ્રામક જાહેરાતના કેસમાં રામદેવને સુપ્રીમ કોર્ટનો ઝટકો, કહ્યું 'તમે એટલાં માસૂમ પણ નથી કે...'

Vidhata

Last Updated: 12:50 PM, 16 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન યોગ ગુરુ રામદેવ અને પતંજલિ આયુર્વેદ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર બાલકૃષ્ણે ફરી એકવાર માફી માંગી. પરંતુ ખંડપીઠે કહ્યું કે તમારી પાસેથી જાહેરમાં માફી માંગ કરવામાં આવી હતી. કોર્ટે કહ્યું કે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ એક સપ્તાહની અંદર તેમની ભૂલ સુધારવા માટે પગલાં ભરે.

ભ્રામક જાહેરાતના કેસમાં યોગ ગુરુ બાબા રામદેવને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી નથી. મંગળવારે કોર્ટની સુનાવણી દરમિયાન રામદેવ અને પતંજલિ આયુર્વેદ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર બાલકૃષ્ણે ફરી એકવાર માફી માગી, પરંતુ જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ એ. અમાનતુલ્લાની ખંડપીઠે કહ્યું કે તમારી પાસેથી જાહેરમાં માફીની માંગ કરવામાં આવી હતી. કોર્ટે કહ્યું કે એક અઠવાડિયામાં બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ તેમની ભૂલ સુધારવા માટે પગલાં ભરે.

પતંજલિ આયુર્વેદ લિમિટેડ તરફથી વકીલ મુકુલ રોહતગી હાજર રહ્યા. તેમણે કહ્યું કે પોતાની જાતને બચાવવા અને પોતાની સદ્ભાવના બતાવવા માટે, બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ પોતાની પહેલ પર કેટલાક વધારાના પગલાં લેશે. આ માટે એક સપ્તાહનો સમય આપવામાં આવે છે. કોર્ટે 5-6 પ્રતિવાદીઓની વિનંતી પર બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ સાથે પણ વાતચીત કરી. આ મામલો 23 એપ્રિલે સૂચીબદ્ધ કરવામાં આવે અને સૌથી પહેલા તેની સુનાવણી કરવામાં આવશે.

સુનાવણી દરમિયાન શું થયું...

અગાઉ સુનાવણી દરમિયાન બાબા રામદેવે કહ્યું હતું કે અમારાથી જે પણ ભૂલ થઈ છે તેના માટે અમે બિનશરતી માફી માંગીએ છીએ. જસ્ટિસ કોહલીએ કહ્યું કે તમે જે પ્રચાર કરી રહ્યા છો તેના વિશે શું વિચાર્યું છે. આપણા દેશમાં ઘણી પદ્ધતિઓ છે. પરંતુ અન્ય દવાઓ ખરાબ છે, શા માટે? તેના પર રામદેવે કહ્યું કે અમે કોર્ટની માફી માંગીએ છીએ. અમે પાંચ હજાર સંશોધનો કર્યા છે અને આયુર્વેદને પુરાવા આધારિત રીતે રજૂ કર્યા છે.

જસ્ટિસ કોહલીએ કહ્યું કે જ્યારે તમારા વકીલે અહીં સ્પષ્ટ કહી દીધું કે ભવિષ્યમાં આવું નહીં થાય. આમ છતાં તમે બીજી દવા વિશે જાહેરમાં નિવેદન આપ્યું. બાબા રામદેવે કે અમે આવું નહોતું બોલવું જોઈતું. અમે હવેથી ધ્યાન રાખીશું. આવું ન કહેવું જોઈતું હતું.

જસ્ટિસ કોહલીએ કહ્યું કે કોઈ અસાધ્ય રોગની સારવારનો પ્રચાર કરી શકાય નહીં. કોઈપણ રીતે ન કરી શકાય. આનું ધ્યાન રાખવું જોઈતું હતું. તે એક બેજવાબદારીભર્યું કૃત્ય હતું. આ દેશની જનતા અને અદાલતને તમારી પાસેથી આની આશા નથી. રામદેવે કહ્યું કે તમારી વાત સાચી છે. મારા માટે પણ આ અશોભનીય છે. બાલકૃષ્ણે કહ્યું કે સંશોધન અમે કરીએ છીએ. પ્રચાર અજ્ઞાનતામાં થઈ ગઈ, જે કાયદાકીય રીતે કરવી જોઈતી નહોતી. 

વધુ વાંચો: મેઘરાજા આ વર્ષે ભુક્કા બોલાવી દેશે, IMDએ કરી ખેડૂતોને મોજ પડી જાય તેવી આગાહી, જાણો અપડેટ

રામદેવે કહ્યું કે કોર્ટનો અનાદર કરવાનો મારો ઈરાદો નહોતો. અમે 5000 હજાર સંશોધન કર્યા. અમે કોઈની ટીકા નથી કરી. આગળ આનું પુનરાવર્તન નહીં થાય. જસ્ટિસ કોહલીએ કહ્યું કે અમે માફી વિશે વિચારીશું. અમે હજુ સુધી માફી આપી નથી. તમે એટલા નાદાન નથી કે તમને કંઈ ખબર ન હોય. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ