બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Supreme Court Judge's Concerns About Education Factories

નિવેદન / શિક્ષણનાં કારખાનાઓને લઈને સર્વોચ્ચ અદાલતનાં જજની ચિંતા, કહ્યું- દોષ કોને આપવો ખબર નથી પણ પરિવર્તન જરૂરી

Priyakant

Last Updated: 11:40 AM, 21 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આચાર્ય નાગાર્જુન યુનિવર્સિટી (ANU) તરફથી માનદ ડોક્ટરેટની પદવી પ્રાપ્ત કર્યા બાદ દીક્ષાંત સમારોહને સંબોધતા તેમણે કહ્યું હતું કે, આ પ્રકારનું શિક્ષણ સામાજિક સમન્વય પ્રાપ્ત કરવામાં અને સામાન્ય નાગરિકને પણ સમાજના સાર્થક સભ્ય બનાવવામાં મદદરૂપ થવું જોઈએ

  • ભારતના મુખ્ય ન્યાયાધીશ એન. વી. રમનાએ શિક્ષણનું નવું મોડેલ વિકસાવવા પર ભાર મૂક્યો
  • ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓએ મશરૂમની જેમ ઝડપથી વિકસતી શિક્ષણ ફેક્ટરીઓને કારણે સામાજિક સુસંગતતા ગુમાવી  
  • યુવાનોએ 'પરિવર્તનનાં પ્રબુદ્ધ એજન્ટ' બનવું જોઈએ, વિકાસના ટકાઉ મોડલ વિશે વિચારવું જોઈએ: CJI

ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) એન. વી. રમનાએ શનિવારે શિક્ષણનું એક એવા મોડેલ વિકસાવવા પર ભાર મૂક્યો હતો કે, જે વિદ્યાર્થીઓના વાસ્તવિક જીવનની ચુનૌતીઓનો સામનો કરવો શીખવે. તેમણે શોક વ્યક્ત કર્યો કે, (ઉચ્ચ શિક્ષણ) સંસ્થાઓ "મશરૂમની જેમ ઝડપથી વિકસતી શિક્ષણ ફેક્ટરીઓ"ને કારણે સામાજિક સુસંગતતા ગુમાવી રહી છે. આચાર્ય નાગાર્જુન યુનિવર્સિટી (ANU) તરફથી માનદ ડોક્ટરેટની પદવી પ્રાપ્ત કર્યા બાદ દીક્ષાંત સમારોહને સંબોધતા તેમણે કહ્યું હતું કે, આ પ્રકારનું શિક્ષણ સામાજિક સમન્વય પ્રાપ્ત કરવામાં અને સામાન્ય નાગરિકને પણ સમાજના સાર્થક સભ્ય બનાવવામાં મદદરૂપ થવું જોઈએ.

મુખ્ય ન્યાયાધીશ એન.વી.રમનાએ શું કહ્યું ? 

મુખ્ય ન્યાયાધીશ એન.વી.રમનાએ પણ આ જ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. જસ્ટિસ રમનાએ કહ્યું કે, યુવાનોએ 'પરિવર્તનનાં પ્રબુદ્ધ એજન્ટ' બનવું જોઈએ જેમણે વિકાસના ટકાઉ મોડલ વિશે વિચારવું જોઈએ. તેમણે કહ્યું,આ સભાનતાએ તમારા સંબંધિત ક્ષેત્રોમાં અગ્રેસર રહીને આપણા સમુદાય અને પર્યાવરણની જરૂરિયાતોને સ્વીકારવી જોઈએ. તેમણે ખેદ વ્યક્ત કર્યો કે, વ્યાવસાયિક અભ્યાસક્રમોનું મુખ્ય ધ્યાન સંસ્થાનવાદી સમયગાળાની જેમ આજ્ઞાકારી કાર્યબળ બનાવવાનું હતું. 

મને સમજાતું નથી કે કોને અને કેવી રીતે દોષ આપવો : CJI

આ સાથે CJI એ કહ્યું, સૌથી કઠોર વાસ્તવિકતા એ છે કે, વિદ્યાર્થીઓ વ્યાવસાયિક યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવ્યા પછી પણ, વર્ગખંડ આધારિત શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને બહારની દુનિયા પર નહીં,  તેમણે કહ્યું કે, માનવતા, પ્રાકૃતિક વિજ્ઞાન, ઇતિહાસ, અર્થશાસ્ત્ર અને ભાષાઓ જેવા સમાન મહત્વના વિષયોની મહદઅંશે ઉપેક્ષા કરવામાં આવી છે. અમે શિક્ષણ ફેક્ટરીઓમાં ઝડપી વૃદ્ધિના સાક્ષી છીએ જે ડિગ્રી અને માનવ સંસાધનોના અવમૂલ્યન તરફ દોરી જાય છે. મને સમજાતું નથી કે કોને અને કેવી રીતે દોષ આપવો. જસ્ટિસ રમને કહ્યું કે, દેશની શિક્ષણ પ્રણાલીમાં પરિવર્તનનો સમય આવી ગયો છે. સીજેઆઈએ યુનિવર્સિટીઓ અને તેમના સંશોધન કોષોને દેશને અસર કરતા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને વ્યાપક ઉકેલો શોધવાનો પ્રયાસ કરવા હાકલ કરી.

સરકારે આ માટે સહકાર આપવો જોઈએ: મુખ્ય ન્યાયાધીશ

મુખ્ય ન્યાયાધીશ એન.વી.રમનાએ ઉમેર્યું હતું કે, સરકારે સંશોધન અને નવીનતા માટે જરૂરી ભંડોળ ફાળવીને આ પ્રયાસમાં સક્રિયપણે સહકાર આપવો જોઈએ. આંધ્રપ્રદેશના રાજ્યપાલ અને ANU ચાન્સેલર વિશ્વભૂષણ હરિચંદને યુનિવર્સિટીના 37મા અને 38મા કોન્વોકેશનની અધ્યક્ષતા કરી હતી. આ પ્રસંગે શિક્ષણ મંત્રી બી. સત્યનારાયણ, વાઇસ ચાન્સેલર પી. રાજા શેખર અને અન્યોએ ભાગ લીધો હતો.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ