બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / Tech & Auto / Supreme Court inquires center to submit report on research of viability of Hydrogen cell cars

VTV વિશેષ / પ્રદૂષણ ડામવા સુપ્રીમે કહ્યું હાઈડ્રોજન કાર વિશે તપાસ કરો, ઓટો ઈન્ડસ્ટ્રીનો કોઈ મૂડ નથી

Published By: Shalin

Last Updated: 03:43 PM, 14 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશની રાજધાની દિલ્હીમાં હવા ઝેર બની છે. કેટલાક વિસ્તારોમાં હવાની ગુણવત્તા 440થી પણ વધુ કથળી છે. આવા સમયે બુધવારે સુપ્રીમ કોર્ટે 3 ડિસેમ્બરે કેન્દ્ર સરકારને જાપાનનું અનુકરણ કરીને દેશમાં હાઇડ્રોજન બેટરી ફ્યુલ કેટલું વ્યવહારિક છે તેના ઉપર રિપોર્ટ સબમિટ કરવા જણાવ્યું છે.

  • હાઇડ્રોજન + ઓક્સિજન (ઇલેક્ટ્રોલાઈટમાં મુકવામાં આવે ત્યારે) = વીજળી + પાણીની વરાળ ; આ નિયમ પર ચાલે છે હાઇડ્રોજન સેલ 
  • હાલ ઉત્પાદન ખર્ચ વધુ હોવાથી એટલો પોપ્યુલર નથી થઇ શક્યો હાઈડ્રોજન સેલ

દેશની રાજધાની અને અન્ય મોટા શહેરોમાં વધતું જતું વાયુ પ્રદુષણ હવે એક ગંભીર સમસ્યા બની છે. આ માટે ક્રૂડ ઓઇલ વડે ચાલતા વાહન વ્યવહારને સૌથી વધુ જવાબદાર માનવામાં આવે છે. 

કોઈ ઝેરી ઉત્સર્જન નહિ

હવે આ ક્રૂડ ઓઇલની વિકલ્પ રૂપે હાઇડ્રોજન બેટરી બળતણને અપનાવવા વિષે ગંભીરતાથી વિચારવામાં આવી રહયું છે. હાઇડ્રોજન બળતણના ફાયદા ખુબ વધારે છે. તે પૃથ્વી ઉપર વિપુલ પ્રમાણમાં મળી રહે છે. તેના બળતણના સેલ ફક્ત ગરમી અને પાણી જ ઉત્સર્જિત કરે છે. 

તેનો સૌથી પ્રાથમિક નિયમ એ છે કે હાઇડ્રોજન + ઓક્સિજન ને ઇલેક્ટ્રોલાઇટમાં મુકવામાં આવે તો વીજળી + પાણીની વરાળ પેદા થાય છે. આ નિયમ કાગળ પર વર્ષો સુધી રહ્યા બાદ હવે તેના અમલીકરણ વડે બનેલા એન્જીનો વેચાવા લાગ્યા છે.

Image result for hydrogen fuel cell
હાઇડ્રોજન સેલ વડે દોડતી ગાડીની મૂળભૂત રચના

દુનિયામાં કેટલો પોપ્યુલર છે આ સેલ?

2018માં દુનિયામાં આશરે 11,200 ફ્યુલ સેલ વ્હીકલ્સ હતા જે પૈકી 4000 તો ફક્ત 2018માં જ વેચાયા હતા. આમ 2018માં આ વેચાણમાં 80%નો ઉછાળો નોંધાયો હતો. આ પૈકી સૌથી વધુ વાહનો જાપાન, સાઉથ કોરિયા અને જર્મનીમાં વેચાયા હતા. 2030 સુધીમાં ચીન 10 લાખ ફ્યુલ સેલ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ રોડ પર દેખાશે એમાં સૌથી વધુ બસો હશે. જાપાનમાં 8 લાખ અને સાઉથ કોરિયામાં 8 લાખ 50 હજાર વાહનો ફ્યુલ સેલ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ હશે. જાણીતી કંપની હ્યુન્ડાઇએ તો ગયા વર્ષે તેનું હૈંડડ્રોજન મોડલ Nexo પણ લોન્ચ કર્યું હતું.

શું છે પડકારો?

હાઇડ્રોજન ફ્યુલ સેલ વહીકલ્સ (FSV)નો સૌથી મોટો પડકાર તેના રિફ્યુલિંગ સ્ટેશન છે. હાઇડ્રોજન કાઉન્સિલ અનુસાર એક હાઇડ્રોજન સ્ટેશન બનાવવાનો ખર્ચ આશરે 10 થી 20 લાખ ડોલર જેટલો થઇ શકે છે. આ આંકડો વધુ આયાત ડ્યુટી ધરાવતા દેશો માટે આનાથી પણ ઊંચો હશે. 

Image result for hydrogen fuel cell refueling

બીજી સમસ્યા બળતણની કિંમતની છે. કેલિફોર્નિયામાં હાઇડ્રોજન ફ્યુલનો ખર્ચ આશરે 12 થી 16 ડોલર પ્રતિ કિલોગ્રામ છે. જે આશરે 1000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ જેટલી કિંમત છે.

Image result for hydrogen fuel cell elon musk
ઈલોન મસ્ક હાઇડ્રોજન ફયુલ સેલના પ્રખર ટીકાકાર છે

હાઈડ્રોજન સેલ ઉપર ઈલોન મસ્કના વિચારો

આ કારણોથી વિદ્યુતથી ચાલતા વાહનો બનાવતા ઉદ્યોગ સાહસીઓ પણ હાઇડ્રોજન બેટરીથી ચાલતા વાહનથી ખચકાય છે. ટેસ્લાના CEO ઈલોન મસ્કે હાઇડ્રોજન બેટરીથી ચાલતી ગાડીઓના આઈડિયા "ખુબ જ મૂર્ખ વિચાર" ગણાવ્યો હતો. ટેસ્લા જેણે 2019ના ત્રીજા ક્વાર્ટરમાં 97,000 ઇલેક્ટ્રિક કાર વેચી છે  તેઓ પરંપરાગત લિથિયમ આયન બેટરી પર ચાલે છે. પરંતુ નિષ્ણાતોના મતે જો બાંધકામની સમસ્યા ઉકેલાઈ જાય તો હાઇડ્રોજન ફ્યુલ સેલ વહીકલ્સ પરંપરાગત લિથિયમ આયન બેટરીથી પણ વધુ સારું પ્રદર્શન કરી શકે છે. 

જાપાન અને ચીન આ ગાડીઓના વધુ વેચાણ તરફ મીટ માંડીને બેઠા છે કારણ કે વેચાણ વધવાથી આપોઆપ ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થવાની આશા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Fuel cell technology H2 Hydrogen Supreme Court alternative fuel delhi pollution fuel hydrogen battery hydrogen fuel lithium ion battery VTV Special

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ