બ્રેકિંગ ન્યુઝ
VTV / ટેક અને ઓટો / Supreme Court alerted whatsapp users to delete all the data from their previous phone number
Vaidehi
Last Updated: 07:19 PM, 8 November 2023
ADVERTISEMENT
સુપ્રીમ કોર્ટે ઈંસ્ટેંટ મેસેજિંગ એપ Whatsapp ને લઈને મોટો નિર્ણય આપ્યો છે. SCએ વોટ્સએપ યૂઝર્સને ચેતવણી આપી છે કે તેઓ પોતાનો ફોન નંબર ડિએક્ટિવેટ કરતાં પહેલા તમામ ડેટાને વોટ્સએપથી ડિલીટ કરી દે!
સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ
મોટી ટેલિકૉમ કંપનીઓ Jio, Airtel અને VIની તરફથી કોર્ટમાં ડીએક્ટિવેટ થઈ ચૂકેલ મોબાઈવ નંબરને ટ્રાંસફર કરવાની છૂટ માંગવામાં આવી હતી. આ અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટે ટેલિકૉમ કંપનીઓને ડીએક્ટિવેટ મોબાઈલ નંબર, નવા ગ્રાહકોને એલોટ કરવાની માંગનો સ્વીકાર કર્યો છે. એટલે કે હવે ટેલિકૉમ તમારો બંધ પડેલો મોબાઈલ નંબર કોઈ બીજા યૂઝરને આપી શકે છે.
ADVERTISEMENT
વોટ્સએપ ડેટા ડિલીટ કરવાને લઈને સૂચન
SCએ વોટ્સએપ ડેટાને લઈને એડવાઈઝરી જાહેર કરી છે કે જો તમારો પણ કોઈ જૂનો નંબર હોય જે બંધ હોય તો તેનો વોટ્સએપ ડેટા ડિલીટ કરી દેજો. નહીંતર એ નંબર જ્યારે કોઈ બીજાને એલોટ થશે ત્યારે તમારો ડેટા બીજાનાં ફોનમાં શિફ્ટ થઈ શકે છે. મોબાઈલ નંબર અને ડેટાનો કોઈ ખોટો ઉપયોગ ન થાય તે માટે યૂઝર્સે પોતાની પ્રાઈવસી પર ધ્યાન આપવું જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.