ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 02:36 PM, 4 October 2025
ADVERTISEMENT
ગુજરાત રાજ્યમાં ખેડૂતો માટે સારા સમાચાર છે. સરકારે ખેડૂતહિતમાં મહત્વનો નિર્ણય લીધો છે. ઘઉં, જવ, ચણા, મસૂર, રાયડો અને કસુંબીના ટેકાના ભાવ જાહેર કર્યા છે. સરકારે ગત વર્ષની સરખામણીએ ટેકાના ભાવમાં 4 થી 10 ટકાનો વધારો કર્યો છે. રાજ્યમાં ઘઉં, જવ, ચણા, મસૂર, રાયડો અને કસુંબી જેવા રવિ પાકોના વાવેતરની શરૂઆત થાય તે પહેલાં જ ભારત સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરાતા ખેડૂતો હવે પોતાના પાકને મળનારા ભાવને ધ્યાને રાખી વાવેતર કરી શકશે.
ADVERTISEMENT

ખેતી કરતા ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહે અને ઉત્પાદનનું યોગ્ય મૂલ્યાંકન થાય તે હેતુથી સરકાર તરફથી આ યોજનાનો અમલ કરાશે. ખેડૂતોના હિતમાં ભારત સરકારે વર્ષ 2026-27માં રવિ પાકોની ખરીદી માટે ટેકાના ભાવની જાહેરાત કરી છે. ગત વર્ષની સરખામણીએ વધારો કરવામાં આવ્યો છે. જેમાં સૌથી વધુ કસુંબીના ભાવમાં રૂપિયા 600 પ્રતિ ક્વિન્ટલ, જ્યારે ઘઉંમાં રૂપિયા 160 પ્રતિ ક્વિ., ચણામાં રૂપિયા 225 પ્રતિ ક્વિન્ટલ અને રાયડામાં રૂપિયા 250 પ્રતિ ક્વિન્ટલ જેટલો વધારો કરાયો છે.
ADVERTISEMENT
કૃષિ મંત્રી રાઘવ પટેલે રાજ્ય સરકાર તેમજ ગુજરાતના ખેડૂતો વતી આર્થિક બાબતોની કેબિનેટ કમિટીના અધ્યક્ષ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણનો આભાર વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત ખેડૂતોના હિત માટે માટે પ્રયત્નશીલ રહી સતત માર્ગદર્શન આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પણ તેમણે આભાર વ્યક્ત કર્યો છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ દૂષણ / ગુજરાતમાં ડ્રગ્સનાં દૂષણનું દહન, હર્ષ સંઘવીએ 381 કરોડના ડ્રગ્સનો કર્યો નાશ
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા દર વર્ષે ખરીફ અને રવિ પાકો માટે વાવેતર પહેલાં ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે, જેથી ખેડૂત મિત્રો આગોતરું આયોજન કરી શકે. વર્ષ 2026-27માં ટેકાના ભાવની પોલીસી અંતર્ગત સમાવિષ્ટ ઘઉં માટે રૂપિયા 2,585 પ્રતિ ક્વિટલ (રૂપિયા 517 પ્રતિ મણ), જવ માટે રૂપિયા 2150 પ્રતિ ક્વિ. (રૂ. 430 પ્રતિ મણ), ચણા માટે રૂ. 5875 પ્રતિ ક્વિ. (રૂ. 1175 પ્રતિ મણ), મસૂર માટે રૂ.7000 પ્રતિ ક્વિ. (રૂ. 1400 પ્રતિ મણ) ભાવ જાહેર કરવામાં આવ્યો છે. આમ વર્ષ 2024-25ની સરખામણીએ વર્ષ 2025-26માં જુદા-જુદા રવિ પાકો હેઠળ રૂપિયા 160 થી રૂપિયા 600 પ્રતિ ક્વિટલનો વધારો કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT