બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / મનોરંજન / sunny deol mega plan to beat shahrukh kahn jawan film drop gadar 2 ticket current price

મનોરંજન / SRKની ફિલ્મ જવાનને પછાડવા Gadar 2ના મેકર્સે નીકાળી ગજબ તરકીબ, ફેન્સ ખુશીથી ઝૂમી ઉઠશે

Manisha Jogi

Last Updated: 01:14 PM, 15 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ રિલીઝ થતા બોક્સઓફિસ પર ‘ગદર 2’નો દબદબો ઓછો થઈ ગયો છે. ફિલ્મ ‘જવાન’ના કલેક્શનમાં સતત વધારો થતા ‘ગદર 2’ના મેકર્સે ફિલ્મ ‘ગદર 2’ માટે એક જબરદસ્ત પ્લાન બનાવ્યો છે.

  •  ‘ગદર 2’ના મેકર્સે ફિલ્મ ‘ગદર 2’ માટે એક જબરદસ્ત પ્લાન બનાવ્યો
  • કિંગ ખાનની ફિલ્મ ‘જવાન’ને મ્હાત આપવા માટે જબરદસ્ત તરકીબ
  • ‘ગદર 2’ના મેકર્સે ઈન્સ્ટાગ્રામ પર આપી જાણકારી

શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ રિલીઝ થતા બોક્સઓફિસ પર ‘ગદર 2’નો દબદબો ઓછો થઈ ગયો છે. ફિલ્મ ‘પઠાન’ પછી આ ફિલ્મ સૌથી વધુ કમાણી કરવાના મામલે બીજી ફિલ્મ બની ગઈ છે. ફિલ્મ ‘જવાન’ના કલેક્શનમાં સતત વધારો થતા ‘ગદર 2’ના મેકર્સે ફિલ્મ ‘ગદર 2’ માટે એક જબરદસ્ત પ્લાન બનાવ્યો છે, જેથી કિંગ ખાનની ફિલ્મ ‘જવાન’ને મ્હાત આપી શકે. 

મેકર્સનો પ્લાન
કિંગ ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ ‘પઠાન’એ બોક્સઓફિસ પર 540.51 કરોડનું કલેક્શન કર્યું છે. ફિલ્મ ‘ગદર 2’ હજુ સુધી આ આંકડાને પાર કરી શકી નથી.  ‘ગદર 2’ના મેકર્સે ફિલ્મ ‘જવાન’ના કલેક્શન પર બ્રેક લગાવવા માટે બમ્પર પ્લાન બનાવ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર ફિલ્મ ‘ગદર 2’ના મેકર્સે ટિકીટના ભાવ ઘટાડીને 150 રૂપિયા કરી દીધા છે. 

મેકર્સનું એનાઉન્સમેન્ટ
મેકર્સે આ બાબતે અધિકૃત ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર જાણકારી આપી છે. ઝી સ્ટુડિયોએ પોસ્ટ કરી છે કે, ‘આ તક ફરી નહીં મળે, મોડું ના કરશો. માત્ર 150 રૂપિયામાં ટિકીટ બુક કરો. 15 સપ્ટેમ્બરથી આ તકનો લાભ લો અને ટિકીટ બુક કરો.’

11 ઓગસ્ટના રોજ ફિલ્મ રિલીઝ થઈ હતી 
સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મ ‘ગદર 2’ 11 ઓગસ્ટના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મ એક મહિના પહેલા રિલીઝ થઈ હતી. આ ફિલ્મની રફ્તાર ઓછી થઈ ગઈ છે, પરંતુ હજુ પણ આ ફિલ્મ કલેક્શન કરી રહી છે. અનિલ શર્માએ આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે. આ ફિલ્મના પહેલા ભાગે પણ બોક્સઓફિસ પર શાનદાર કમાણી કરી હતી અને ફિલ્મનો બીજો ભાગ પણ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહ્યો છે. ટૂંક સમયમાં આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ