બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / ભાવનગર / Sumitomo Company in Bhavnagar after a huge blast: More than 100 employees were present in the company, see what happened next

દુર્ઘટના / ભાવનગરમાં સુમીટોમો કંપનીમાં ભીષણ બ્લાસ્ટ થતા અફરાતફરી: કંપનીમાં 100થી વધુ કર્મચારીઓ હતા હાજર, જુઓ પછી શું થયું

Vishal Khamar

Last Updated: 03:41 PM, 24 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગરમાં રૂવાપરી નજીક એક્સલ બનાવતી કંપનીમાં અચાનક બ્લાસ્ટ થતા લોકોમાં ભયનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. ત્યારે બ્લાસ્ટ સમયે કંપનીમાં 100 થી વધુ કર્મચારીઓ હાજર હતા.

  • ભાવનગરમાં રૂવાપરી નજીક એક્સલ કંપનીમાં બ્લાસ્ટ
  • બ્લાસ્ટ થતા સમયે કંપનીમાં હાજર હતા 100થી વધુ કર્મચારી
  • ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા

ભાવનગરમાં રૂવાપરી નજીક એક્સલ કંપનીમાં આજે બપોરના સુમારે એકાએક કંપનીના કોઈ યુનિટમાં બ્લાસ્ટ થતા અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. ત્યારે બ્લાસ્ટ થતા સમયે કંપનીમાં 100 થી વધુ કર્મચારીઓ હાજર હતા.  બ્લાસ્ટમાં અનેક કર્મચારીઓને ઈજાઓ પહોંચી હોવાના સમાચાર છે. જ્યારે હાલમાં યુનિટમાંથી કર્મચારીઓને બહાર કાઢવાની કામગીરી ચાલુ છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. 

ફાયર ફાઈટરે ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી
કંપનીમાં બ્લાસ્ટના સમાચાર મળતા જ ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અને આગને ઓલવવાની કામગીરી હાથ ધરી હતી. ત્યારે કંપનીમાં ફસાયેલા લોકોને પણ ફાયર ફાઈટર દ્વારા બહાર કાઢવાની કામગીરી તાત્કાલીક ધોરણે શરૂ કરવામાં આવી હતી. હજુ કંપનીમાં કેટલા લોકો ફસાયેલા છે. તે અંગે કોઈ જાણકારી મળી નથી.

ઘાયલોને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
રૂવાપરી નજીક એક્સલ બનાવતી કંપનીમાં બ્લાસ્ટ થયાના સમાચાર મળતા જ ફાયર ફાઈટર સહિત એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી હતી. ત્યારે ઘાયલ થયેલ લોકોને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે હજુ બચાવ કામગીરી હાલમાં ચાલુ છે.  

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ