ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / દર મહિને ₹2,000 અને ₹5,000 જમા કરાવવા પર દીકરીને કેટલા મળશે રૂપિયા? જાણો સંપૂર્ણ ગણતરી!

photo-story

7 ફોટો ગેલેરી

તમારા કામનું / દર મહિને ₹2,000 અને ₹5,000 જમા કરાવવા પર દીકરીને કેટલા મળશે રૂપિયા? જાણો સંપૂર્ણ ગણતરી!

Last Updated: 01:24 PM, 22 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

દીકરીના ભણતર અને લગ્ન માટે અત્યારથી જ મોટી બચત કરવાનું વિચારી રહ્યા છો? તો સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજનામાં દર મહિને ₹2,000 કે ₹5,000 જમા કરીને લાખો રૂપિયાનું ફંડ બનાવી શકાય છે.

1/7

photoStories-logo

1. દીકરીના નામે દર મહિને ₹2,000 કે ₹5,000 જમા કરો અને મેળવો મોટું ફંડ!

માતા-પિતા માટે દીકરીનું ભવિષ્ય સુરક્ષિત કરવું સૌથી અગત્યની જવાબદારી હોય છે. ખાસ કરીને ઉચ્ચ અભ્યાસ અને લગ્ન જેવા મોટા ખર્ચ માટે અગાઉથી પૈસા ભેગા કરવા જરૂરી છે. આ માટે સુકન્યા સમૃદ્ધિ યોજના સારો બચત વિકલ્પ બની શકે છે. હાલમાં આ યોજનામાં વાર્ષિક 8.2% વ્યાજ મળી રહ્યું છે. ખાસ વાત એ છે કે તેમાં માત્ર 15 વર્ષ સુધી જ પૈસા જમા કરવાના હોય છે અને ખાતું 21 વર્ષમાં મેચ્યોર થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. દર મહિને ₹2,000 જમા કરાવશો તો કેટલા મળશે?

સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY)માં દીકરીના નામે ખાતું ખોલાવીને નાની રકમથી બચત શરૂ કરી શકાય છે. જો તમે દર મહિને ₹2,000 જમા કરાવો તો 15 વર્ષમાં કુલ ₹3.60 લાખનું રોકાણ થશે. 8.2%ના વ્યાજ દર પ્રમાણે અંદાજે ₹7.49 લાખ વ્યાજ મળી શકે છે. આ રીતે મેચ્યોરિટી સમયે લગભગ ₹11.09 લાખનું ફંડ તૈયાર થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. ₹5,000ની બચતથી બનશે ₹27 લાખથી વધુ

જો તમારી પાસે દર મહિને ₹5,000 બચાવવાની ક્ષમતા હોય તો આ યોજનામાં રોકાણ કરીને મોટું ફંડ બનાવી શકાય છે. 15 વર્ષમાં તમારું કુલ રોકાણ ₹9 લાખ થશે. તેના પર અંદાજે ₹18.73 લાખ વ્યાજ મળી શકે છે. એટલે 21 વર્ષ બાદ દીકરીના નામે લગભગ ₹27.73 લાખની રકમ તૈયાર થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. ₹12,500 જમા કરાવશો તો મળશે ₹69 લાખ!

આ યોજનામાં એક નાણાકીય વર્ષ દરમિયાન વધુમાં વધુ ₹1.5 લાખ જમા કરાવી શકાય છે. એટલે દર મહિને ₹12,500નું રોકાણ કરી શકાય છે. આ રીતે 15 વર્ષમાં કુલ ₹22.50 લાખ જમા થશે. 8.2%ના વ્યાજ દર પ્રમાણે અંદાજે ₹46.83 લાખ વ્યાજ મળી શકે છે. એટલે મેચ્યોરિટી સમયે લગભગ ₹69.33 લાખ મળી શકે છે.આ ગણતરી 8.2% વ્યાજદર આખા સમયગાળા દરમિયાન યથાવત રહેવાની ધારણા પર આધારિત છે. સરકાર દર ત્રણ મહિને વ્યાજદરની સમીક્ષા કરે છે, તેથી વાસ્તવિક રકમમાં ફેરફાર થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. 15 વર્ષ પછી પણ મળતું રહેશે વ્યાજ

આ યોજનાની ખાસ વાત એ છે કે ખાતું ખોલાવ્યા પછી માત્ર 15 વર્ષ સુધી જ પૈસા જમા કરવાના હોય છે. ત્યારબાદના 6 વર્ષ સુધી કોઈ નવી રકમ જમા કરાવવાની જરૂર પડતી નથી. આ સમય દરમિયાન ખાતામાં રહેલી રકમ પર વ્યાજ મળતું રહે છે. વ્યાજ પર વ્યાજ મળવાથી ફંડમાં વધારો થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. કોણ ખોલાવી શકે છે ખાતું?

10 વર્ષથી નાની ઉંમરની દીકરીના નામે માતા-પિતા અથવા કાયદેસરના વાલી આ ખાતું ખોલાવી શકે છે. માત્ર ₹250થી ખાતું શરૂ કરી શકાય છે. એક નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા ₹250 અને વધુમાં વધુ ₹1.5 લાખ જમા કરાવી શકાય છે. એક પરિવારની સામાન્ય સ્થિતિમાં બે દીકરીઓ માટે બે ખાતાં ખોલાવી શકાય છે. જોકે, જોડિયા કે ત્રણ દીકરીઓના જન્મના ખાસ કિસ્સામાં નિયમો મુજબ વધારાની છૂટ મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. દીકરીના ભણતર માટે પૈસા ઉપાડવાની સુવિધા

દીકરી 18 વર્ષની થાય અથવા ધોરણ 10 પાસ કરે, બેમાંથી જે શરત પહેલાં પૂરી થાય ત્યારથી ઉચ્ચ અભ્યાસ માટે ખાતામાં રહેલી રકમના 50% સુધી ઉપાડી શકાય છે. આ માટે અભ્યાસના ખર્ચના જરૂરી પુરાવા રજૂ કરવા પડે છે. નિયમો મુજબ એકસાથે અથવા હપ્તામાં પણ રકમ ઉપાડી શકાય છે.સુકન્યા સમૃદ્ધિ યોજનાને EEE કેટેગરીમાં રાખવામાં આવી છે. તેમાં રોકાણ પર જૂની ટેક્સ વ્યવસ્થા હેઠળ આવકવેરા કાયદાની કલમ 80C મુજબ એક નાણાકીય વર્ષમાં ₹1.5 લાખ સુધીની છૂટ મળી શકે છે. યોજનામાં મળતું વ્યાજ અને મેચ્યોરિટી સમયે મળતી રકમ પણ ટેક્સ-ફ્રી છે. જોકે, નવી ટેક્સ વ્યવસ્થામાં કલમ 80C હેઠળ આ રોકાણની છૂટ મળતી નથી.આમ, દીકરીના ભવિષ્ય માટે નાની બચતથી શરૂઆત કરવા માગતા માતા-પિતા માટે આ યોજના ઉપયોગી બની શકે છે. રોકાણ કરતાં પહેલાં વર્તમાન વ્યાજદર અને યોજનાની તમામ શરતો જાણી લેવી જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Interest Rate SSY Interest Rate Sukanya Samriddhi Yojana
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ