ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / શિયાળામાં નવું ગીઝર ખરીદવાનું વિચારો છો? તો ખરીદતા પહેલાં આ બાબતો જરૂર ચેક કરો

photo-story

6 ફોટો ગેલેરી

તમારા કામનું / શિયાળામાં નવું ગીઝર ખરીદવાનું વિચારો છો? તો ખરીદતા પહેલાં આ બાબતો જરૂર ચેક કરો

Last Updated: 02:06 PM, 22 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

શિયાળામાં ગરમ પાણીની જરૂરિયાત વધતા અનેક લોકો ઘરમાં નવું ગીઝર ખરીદવાનું વિચારે છે. પરંતુ ઉતાવળમાં ખોટું ગીઝર ખરીદશો તો વીજળીનું બિલ વધવાની સાથે સુરક્ષાનો ખતરો પણ રહી શકે છે.

1/6

photoStories-logo

1. ગીઝર ખરીદતા પહેલાં આ બાબતો ખાસ ચેક કરજો!

ઠંડીની શરૂઆત થતાં જ ઘરમાં ગીઝરની જરૂરિયાત અનુભવાવા લાગે છે. બજારમાં હાલમાં ઇન્સ્ટન્ટ, સ્ટોરેજ, ગેસ અને સોલર ગીઝરના અનેક વિકલ્પો મળે છે. દરેક ગીઝરની ક્ષમતા અને કામ કરવાની રીત અલગ હોય છે. તેથી માત્ર કિંમત કે દેખાવ જોઈને ગીઝર ખરીદવું યોગ્ય નથી. નવું ગીઝર લેતાં પહેલાં તેની સાઇઝ, વીજળીનો વપરાશ, ટાંકીની ગુણવત્તા અને સુરક્ષાની સુવિધાઓ તપાસવી જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. પરિવારના સભ્યો પ્રમાણે ગીઝરની કેપેસિટી પસંદ કરો

ગીઝર ખરીદતી વખતે સૌથી પહેલાં ઘરમાં કેટલા લોકો છે અને ગરમ પાણીનો ઉપયોગ કેટલો થાય છે તે ધ્યાનમાં રાખો. જો પરિવાર નાનો હોય અથવા માત્ર રસોડામાં વાસણ ધોવા માટે ગરમ પાણી જોઈતું હોય તો 1થી 3 લિટરનું ઇન્સ્ટન્ટ ગીઝર ઉપયોગી થઈ શકે છે. આ ગીઝર ઝડપથી પાણી ગરમ કરે છે અને વધારે જગ્યા પણ રોકતું નથી.બીજી તરફ, ઘરમાં 4થી 5 સભ્યો હોય અને બધાને નાહવા માટે ગરમ પાણી જોઈતું હોય તો 15થી 25 લિટરની ક્ષમતાવાળું સ્ટોરેજ ગીઝર પસંદ કરી શકાય છે. જરૂર કરતાં નાનું ગીઝર લેશો તો વારંવાર પાણી ગરમ થવાની રાહ જોવી પડશે. જ્યારે જરૂર કરતાં મોટું ગીઝર વીજળીનો વધારે વપરાશ કરી શકે છે. જો તમે ઊંચી બિલ્ડિંગમાં રહો છો તો હાઈ પ્રેશર સહન કરી શકે તેવું ગીઝર પસંદ કરવું જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. BEE સ્ટાર રેટિંગ અને હીટિંગ એલિમેન્ટ તપાસો

ગીઝર ખરીદતી વખતે તેની BEE સ્ટાર રેટિંગ ખાસ ચેક કરો. 4 કે 5 સ્ટાર રેટિંગ ધરાવતા ગીઝર સામાન્ય રીતે વીજળીની બચત કરવામાં મદદરૂપ થાય છે. શરૂઆતમાં તેની કિંમત થોડી વધારે હોઈ શકે છે, પરંતુ લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી વીજળીના બિલમાં બચત થઈ શકે છે.આ સાથે ગીઝરની અંદર લાગેલા હીટિંગ એલિમેન્ટની ગુણવત્તા પણ તપાસો. કોપર અને ગ્લાસ કોટેડ હીટિંગ એલિમેન્ટવાળા ગીઝર બજારમાં ઉપલબ્ધ છે. તેની ગુણવત્તા અને ટકાઉપણું મોડલ પ્રમાણે અલગ હોઈ શકે છે. તેથી ખરીદી પહેલાં તેની વિગતો જાણી લેવી જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. પાણી ખારું આવતું હોય તો ટાંકીની ગુણવત્તા ચેક કરો

ઘણા વિસ્તારોમાં પાણીમાં ક્ષારનું પ્રમાણ વધારે હોય છે. આવા પાણીનો લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી ગીઝરની ટાંકી અને હીટિંગ એલિમેન્ટને નુકસાન થઈ શકે છે. સામાન્ય ટાંકીમાં કાટ લાગવાની સમસ્યા પણ થઈ શકે છે.જો તમારા વિસ્તારમાં ખારું પાણી આવતું હોય તો એન્ટી-કોરોઝન કોટિંગવાળું ગીઝર પસંદ કરો. પોલિમર કોટિંગ અથવા સ્ટેનલેસ સ્ટીલ ટાંકીવાળા વિકલ્પો પણ તપાસી શકો છો. ગીઝરની ટાંકી કઈ સામગ્રીમાંથી બનેલી છે અને તેના પર કેટલી વોરંટી મળે છે તે ખરીદતાં પહેલાં જાણી લેવું જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. સુરક્ષા માટે આ ત્રણ સુવિધાઓ હોવી જરૂરી

ગીઝરમાં પાણી અને વીજળી બંનેનો ઉપયોગ થતો હોવાથી સુરક્ષાની સુવિધાઓને અવગણવી નહીં. ખરીદી વખતે ઓટોમેટિક થર્મલ કટ-આઉટ ફીચર છે કે નહીં તે તપાસો. પાણી નક્કી કરેલા તાપમાને ગરમ થયા પછી આ સિસ્ટમ ગીઝર આપમેળે બંધ કરી દે છે. તેનાથી ઓવરહિટિંગ અને વીજળીનો બિનજરૂરી વપરાશ અટકાવવામાં મદદ મળે છે.આ ઉપરાંત પ્રેશર રિલીઝ વાલ્વ અને ISI માર્ક પણ ચેક કરો. ટાંકીની અંદર દબાણ વધારે થાય ત્યારે પ્રેશર રિલીઝ વાલ્વ વધારાનું દબાણ બહાર કાઢવામાં મદદ કરે છે. ISI માર્ક ધરાવતું મોડલ પસંદ કરવું પણ જરૂરી છે. ગીઝરનું ઇન્સ્ટોલેશન યોગ્ય રીતે કરાવવું અને જરૂરી ઇલેક્ટ્રિકલ સુરક્ષા વ્યવસ્થા રાખવી પણ એટલી જ અગત્યની છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. વોરંટી અને સર્વિસની શરતો સમજીને ખરીદી કરો

ગીઝર ખરીદતી વખતે માત્ર તેની કિંમત અને ફીચર્સ પર ધ્યાન ન આપો. તેની વોરંટી કેટલી મળે છે તે પણ તપાસો. સામાન્ય રીતે કેટલીક સારી કંપનીઓ હીટિંગ એલિમેન્ટ પર 2થી 3 વર્ષ અને ઇનર ટાંકી પર 5થી 7 વર્ષ સુધીની વોરંટી આપે છે. જોકે, દરેક બ્રાન્ડ અને મોડલની શરતો અલગ હોય છે.વોરંટીમાં કયા પાર્ટ્સનો સમાવેશ થાય છે, સર્વિસ માટે કેટલો ખર્ચ થશે અને તમારા વિસ્તારમાં કંપનીનું સર્વિસ સેન્ટર છે કે નહીં તે પણ જાણી લો. ખરીદીનું બિલ અને વોરંટી કાર્ડ સાચવીને રાખો. આટલી બાબતોનું ધ્યાન રાખશો તો તમારી જરૂરિયાત પ્રમાણે યોગ્ય ગીઝર પસંદ કરી શકશો અને પાછળથી થતી મુશ્કેલીઓથી પણ બચી શકશો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

VTV Gujarati Best Geyser for Home Geyser Buying Tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ