બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Sugarcane juice contains fiber content, which keeps the body hydrated
Last Updated: 09:31 AM, 20 February 2024
ઘણા લોકો શેરડીના રસનું સેવન ખૂબ જ પસંદ કરે છે. તમારે શેરડીના રસનું સેવન કરતાં સમયે કેટલીક બાબતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. શેરડીના રસમાં ફાયબરનું પ્રમાણ 13 ગ્રામ હોય છે. 183 કેલરી અને 50 ગ્રામ સુગર પણ હોય છે. ઉનાળાની ગરમીમાં શેરડીનો રસ એક સારો વિકલ્પ છે. જાણો, શેરડીના રસના સેવનથી થતાં ફાયદાઓ વિશે.
ADVERTISEMENT

હાઇડ્રેટ રાખે
શેરડીના રસમાં ઇલેક્ટ્રોલાઇટ્સ પોટેશિયમ હોય છે. તેથી શેરડીના રસના સેવનથી શરીર હાઇડ્રેટ રહે છે. તમે શેરડીના રસનું સેવન સ્પોર્ટ્સ ડ્રિંક તરીકે પણ કરી શકો છો. વ્યાયામ કર્યા પછી થાક લાગે તો તમે શેરડીના રસનું સેવન કરી શકો છો. તે શરીરમાં બ્લડ સુગરને વધારે છે. તેનાથી સ્નાયુઓમાં ઉર્જાનું પ્રમાણ વધે છે.
ADVERTISEMENT
એન્ટીઓક્સિડેન્ટ
શેરડીના રસમાં ફેનોલિક્સ અને ફ્લેવોનોઈડ્સ જેવા એન્ટીઓક્સિડેન્ટ હોય છે. શેરડીના રસના સેવનથી કેન્સર જેવી બીમારી સામે રક્ષણ મળે છે.
લીવર માટે હેલ્ધી
શેરડીના રસમાં પોટેશિયમ હોય છે. જે ઇલેક્ટ્રોલાઇટ્સને નિયંત્રિય કરવાનું કામ કરે છે. તેના કારણે લીવર સારી રીતે કામ કરી શકે છે. કમળાના દર્દીઓને શેરડીના રસનું સેવન કરવાનું કહેવામાં આવે છે.
ADVERTISEMENT

પાચન શક્તિ મજબૂત કરે છે
શેરડીના રસમાં ફાયબરનું પ્રમાણ હોય છે. જે શરીરને હાઇડ્રેટ રાખે છે. જેના કારણે શરીરમાં પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સની ઉણપ નથી થતી અને કબજિયાતની સમસ્યા પણ દૂર રહે છે.
ADVERTISEMENT
કિડની
શેરડીના રસમાં કોલેસ્ટ્રોલ અને સોડિયમ બિલકુલ નથી હોતું. તેથી શેરડીનો રસ કિડની માટે સ્વસ્થ માનવામાં આવે છે. તેના સેવનથી કિડની મજબૂત બને છે.
શેરડીના રસના સેવનથી થતાં ફાયદાઓ
ADVERTISEMENT

ADVERTISEMENT
વાંચવા જેવું: અત્યંત લાભકારી છે ચણા અને ગોળનું કોમ્બિનેશન: મગજ થશે તેજ, કબજિયાતમાં રાહત, જાણો 5 ફાયદા
આ લોકોએ શેરડીના રસનું સેવન ન કરવું જોઈએ
ડાયાબિટીસના દર્દીઓએ શેરડીના રસનું સેવન ન કરવું જોઈએ. તે બ્લડ સુગર લેવલને વધારે છે.
શેરડીના રસને પીવાની યોગ્ય રીત
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.