બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / eating jaggery and gram will bring countless benefits to your health
ADVERTISEMENT
ગોળ અને ચણા ખાવામાં સ્વાદિષ્ટ તો લાગે છે. સાથે જ આ પાચન સંબંધીત ઘણી સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદ કરે છે. ગોળ અને ચણાના સેવનથી દાંતો અને હાડકાઓને પણ મજબૂત બનાવી શકાય છે. ગોળ એન્ટીઓક્સીડેન્ટ અને સેલેનિયમ જેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે.

ADVERTISEMENT
તેના ઉપરાંત ગોળ અને ચણા બન્ને હીમોગ્લોબિન વધાવવાનું કામ કરે છે. ગોળ શરીરને હાનિકારક ઝેરી તત્વોને બહાર કાઢીને લિવરને સાફ કરવામાં મદદ કરે છે. તો ત્યાં જ ચણા કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ફાઈબર અને વિટામિન-બી સહિત ઘણા અન્ય પોષક તત્વોનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. દરરોજ ગોળ અને ચણા ખાવાથી ઈમ્યૂનિટીને મજબૂત બનાવી શકાય છે.
ગોળ ચણાનું સેવન કરવાના ફાયદા
ઈમ્યૂનિટી બનશે મજબૂત
ઈમ્યૂનિટીને મજબૂત બનાવવા માટે ગોળ અને ચણા ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ગોળ અને ચણા બન્ને પોષક તત્વોથી ભરપૂર હોય છે જે ઈમ્યૂનિટીને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
ADVERTISEMENT
હાડકાને બનાવો મજબૂત
હાડકાને મજબૂત બનાવવા માટે રોજ ગોળ અને ચણાનું સેવન કરો. ગોળ અને ચણામાં કેલ્શિયમના ગુણ સારા પ્રમાણમાં હોય છે જે હાડકાને કમજોર થવાથી બચાવવામાં મદદ કરે છે.

ADVERTISEMENT
મગજ રહેશે સ્ટ્રોંગ
ગોળ અને ચણામાં વિટામિન-સી વધારે પ્રમાણમાં હોય છે જે મગજને તેજ કરવામાં મદદ કરી શકે છે. બાળકોને ગોળ અને ચણાનું સેવન કરવાથી તેમનું મગજ તેજ બની શકે છે. ચણા મેમરી માટે સારા માનવામાં આવે છે.
સ્થૂળતા પર કંટ્રોલ
જો તમે વધતા વજનથી પરેશાન છો તો તમારે શેકેલા ચણા ખાવા જોઈએ. તેનાથી સ્થૂળતા ઘટે છે. ચણામાં ફાઈબરના ગુણ મળી આવે છે જે તમને લાંબા સમય સુધી પેટ ભરેલું હોય તેવો અનુભવ કરાવે છે. જેનાથી તમે ઓવર ઈટિંગથી બચી શકો છો.
ADVERTISEMENT
વધુ વાંચો: ઍલાર્મ વાગ્યા રાખે છતાં નથી ઊડતી ઊંઘ? અપનાવો આ ટિપ્સ, આપોઆપ ખૂલી જશે આંખો
કબજીયાત કરે છે કંટ્રોલ
કબજીયાતની સમસ્યા વધવાથી તે ખૂબ જ મુશ્કેલી પેદા કરી શકે છે. ગોળ અને ચણાના સેવન કરવાથી પેટ સંબંધી ઘણી સમસ્યાઓથી બચી શકાય છે. ગોળ અને ચણામાં હાજર ફાઈબરના ગુણ પાચન તંત્રને સ્વસ્થ્ય કરવામાં મદદ કરી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.