બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Politics / SUDHANSHU TRIVEDI ON DELHI SERVICE BILL ATTACKED AAP AND CONGRESS FRIENSHIP THROUGH SHAYARI

દિલ્હી સર્વિસ બિલ / VIDEO : રાજ્યસભામાં સુધાશું ત્રિવેદીએ કેજરીવાલ-કોંગ્રેસને બરાબરના ધોયા, અમિત શાહ હસતાં રહ્યાં

Vaidehi

Last Updated: 06:16 PM, 7 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યસભામાં દિલ્હી સર્વિસ બિલને લઈને ભાજપનાં સુધાંશુ ત્રિવેદીએ AAP પર શાયરાના અંદાજમાં નિશાન સાધ્યું હતું. સાંભળીને ગૃહમંત્રી અમિત શાહ પણ હસી પડ્યાં. જુઓ વીડિયો.

  • રાજ્યસભામાં દિલ્હી સર્વિસ બિલને લઈને થઈ ચર્ચા
  • ભાજપનાં સુધાંશુ ત્રિવેદીએ AAP પર કર્યાં પ્રહાર
  • શાયરાના અંદાજમાં કોંગ્રેસ-AAPની મિત્રતા પર કર્યો કટાક્ષ

લોકસભામાં પાસ થયાં બાદ દિલ્હી સર્વિસ બિલ હવે રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું છે. સોમવારે સદનમાં આ મુદે ચર્ચાનો માહોલ જામ્યો હતો. કોંગ્રેસનાં અભિષેક મનુ સિંઘવીએ આ બિલને સરકાર વિરોધી જણાવ્યું અને ગૃહમંત્રી અમિત શાહને કટાક્ષમાં સુપરબોસ કહ્યું. જો કે  તેમના બાદ ભાજપનાં સુધાંશુ ત્રિવેદીએ શાયરાના અંદાજમાં વિપક્ષ પર વળતો પ્રહાર કર્યો હતો.

AAP અને કોંગ્રેસની મિત્રતા પર કટાક્ષ
સુધાંશુ ત્રિવેદીએ સદનમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની મિત્રતા પર કહ્યું કે," આજે દેશની સૌથી જૂની કોંગ્રેસ પાર્ટી અને નવી આમ આદમી પાર્ટી સાથે મળી ગઈ છે. તેમને (AAP)ને લાગતું હતું કે તેઓ બિલ પર કોંગ્રેસનું સમર્થન મેળવીને આગળ વધી જશે પરંતુ કોંગ્રેસ તો અવિશ્વાસનો પ્રસ્તાવ લાવીને આગળ નિકળી ગઈ છે. કોંગ્રેસે તો લીડ લઈ લીધી"

સદનમાં શાયરી બોલી આપ્યો વળતો જવાબ
આ બાદ કટાક્ષ કરતાં સુધાંશુ ત્રિવેદીએ સદનમાં એક પંક્તિ વાંચી કે- ના તુમ આયે, ના તુમ્હારી દીદ હુઈ, તુમ હી બતાઓ યે મોહર્રમ હુઈ કે ઈદ હુઈ એટલે કે( ન તો તમે આવ્યાં કે ન તો તમે દેખાયા, હવે તમે જ કહો કે આ મોહરમ છે કે ઈદ). તેમની આ શાયરી સાંભળીને ગૃહમંત્રી અમિત શાહનાં ચહેરા પર પણ હળવું સ્મિત નજર આવ્યું હતું.

આમ આદમી પાર્ટી પર સાધ્યું નિશાન
ત્રિવેદીએ કહ્યું કે બ્યૂરોક્રેસી પર નિયંત્રણની વાત કરવામાં આવી રહી છે પરંતુ દિલ્હીમાં આમ આદમી પાર્ટીનાં લોકો સરકારી પદો પર બેઠાં છે અને સુવિધાઓનો લાભ ઊઠાવી રહ્યાં છે. તેમણે કહ્યું કે દિલ્હીનો કોઈ સ્ટેટ કાડર નથી. અહીં કેન્દ્રશાસિત પ્રદેશનો કાડર લાગૂ પડે છે. જો આ ઓફિસર્સનું ટ્રાંસફર કોઈ અન્ય સ્થળે કરવાનું હોય અને CMની મંજૂરી ન હોય તો મુશ્કેલી વધી જાય છે. તેવામાં કેન્દ્ર સરકારને આ અધિકાર મળે તે જરૂરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ