બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:44 PM, 8 January 2025
8 જાન્યુઆરી, 2025ની સવારે 1 વાગ્યે, કેરળના મલપ્પુરમ જિલ્લામાં આવેલા તિરુરમાં એક અફફૂસજનક ઘટનાએ સૌને ચોંકાવી દીધું. અહીં ચાલી રહેલા નેરચા ઉત્સવના અંતિમ દિવસે એક હાથીએ ભીડમાં હંગામો મચાવતાં લગભગ 20 લોકોને ઘાયલ કર્યા હતા, જેમાંથી બે લોકો ગંભીર રીતે ઘાયલ છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
નેરચા, જે કેરળમાં ખૂબ જ ધામધૂમથી ઉજવાતો ચાર દિવસીય વાર્ષિક ઉત્સવ છે, આ વખતે થંગલના મંદિરમાં યોજાઈ રહ્યો હતો. આ ઉત્સવમાં સજાવટ કરેલા અનેક હાથીઓ ભાગ લે છે, અને લોકો અહીં મંદિરના અંતિમ દિવસના સમાપન કાર્યક્રમને જોવા માટે ભેગા થઈ ગયા હતા.
કેરળ: મલપ્પુરમના તિરુરમાં પુથિયાંગડી વાર્ષિક 'નેરચા' દરમિયાન હાથી હિંસક બન્યો, અનેક ઘાયલ#Malappuram #Kerala #elephant #violent #Puthiyangadi #nercha #BPAngadi #Tirur
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) January 8, 2025
Source: Taluk Disaster Response Force pic.twitter.com/8QYU9Eru0M
ADVERTISEMENT
આ કાર્નિવલ જેવી મોજમસ્તી વચ્ચે એક ખાસ હાથી પાકોથ શ્રીકુટ્ટન ગુસ્સે થઈ ગયો. એણે ભીડમાં ઉભેલા લોકો પર હુમલો કરી દીધો. ભીડમાં ઉભેલા લોકોએ એના ઘમંડ અને ગુસ્સાને જોયો, અને એણે એક વ્યક્તિને પકડીને હવામાં ઉછાળી ફેંકી દીધો! આ અચાનક હુમલો થતાં મોટી ભીડ અને અકસ્માત જેવી પરિસ્થિતિ સર્જાઈ, અને ભીડમાં ભાગદોડ મચી ગઈ.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ બનાવમાં અંદાજે 20 લોકો ઘાયલ થયા, જેમાંથી બે લોકો ગંભીર રીતે ઘાયલ છે. આ ઘાયલ વ્યક્તિઓને તાત્કાલિક કોટ્ટક્કલના AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલુ છે. આ ઘટના બાદ, લોકો ચિંતામાં પડી ગયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.