બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Sudden bursting of water source on Badrinath highway before Char Dham Yatra, fear among people

ચિંતાજનક / પહેલાં ધસતી જમીન અને હવે વૉટર ડિસ્ચાર્જ: ચાર ધામ યાત્રા પૂર્વે બદરીનાથ હાઇવે પર એકાએક જળસ્ત્રોત ફૂટતા લોકોમાં ભય

Priyakant

Last Updated: 09:26 AM, 27 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જોશીમઠ નજીકથી પસાર થતાં બદ્રીનાથ નરસિંહ મંદિર નેશનલ હાઇવે પર અચાનક જળસ્ત્રોત ફૂટવા લાગ્યા, સ્થાનિકોએ જાણ કરતાં તંત્ર પહોંચ્યું અને....

  • ચારધામ યાત્રા પહેલા ચિંતાજનક સમાચાર 
  • જોશીમઠમાં જળસ્ત્રોત ફૂટવા લાગતા રસ્તા પર પાણી જ પાણી 
  • પાણીનો પ્રવાહ લગભગ 500 લિટર પ્રતિ મિનિટ
  • જલ સંસ્થાનની પાઇપલાઇન ફાટવાથી પાણી આવ્યું : પ્રશાસન 

ચારધામ યાત્રા પહેલા એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ઉત્તરાખંડના જોશીમઠમાં એક વખત જળસ્ત્રોત ફૂટવા લાગતાં ગભરાટનો માહોલ છે. વિગતો મુજબ પાણીનો પ્રવાહ લગભગ 500 લિટર પ્રતિ મિનિટ હતો. દાવો કરવામાં આવી રહ્યો છે કે, અહીં એક સપ્તાહથી પાણીનો પ્રવાહ અટવાયેલો છે. ખતરાની આશંકાને જોતા સ્થાનિક લોકોએ સ્થાનિક પ્રશાસન અને સરકારને જાણ કરી છે. બીજી તરફ જિલ્લા પ્રશાસને ખતરાની વાતને ફગાવીને કહ્યું કે, આ પાણીનો નિકાલ નથી, પરંતુ જલ સંસ્થાનની પાઇપલાઇન ફાટવાથી પાણી આવ્યું છે.

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં જોશીમઠ નજીકથી પસાર થતાં બદ્રીનાથ નરસિંહ મંદિર નેશનલ હાઇવે પર અચાનક જળસ્ત્રોત ફૂટવા લાગ્યા હતા. રવિવારે સવારે સ્થાનિક લોકોએ આ અંગે પ્રશાસનને જાણ કરી કહ્યું કે, કાદવવાળું પાણી વહી રહ્યું છે. ભયની આશંકા જોતા વહીવટી ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

વાહનોની અવર જવર પર રોક, હાઇવે પર 10 મોટી તિરાડ 
જોશીમઠ નજીકથી પસાર થતાં બદ્રીનાથ નરસિંહ મંદિર નેશનલ હાઇવે પર અચાનક જળસ્ત્રોત ફૂટવા જિલ્લા કલેક્ટરે સ્થળ પર પહોંચી તપાસ કરી હતી. જે બાદમાં કહ્યું કે, ઘણું નુકશાન થયું છે. જેના કારણે વાહનોના અવર-જવર પર રોક લગાવી દેવાઈ છે. મોટા વાહનો મુખ્ય બજારમાંથી જવા દેવાશે જ્યારે હળવા વાહનો અહીથી પોલીસની દેખરેખમાં જઈ શકશે. આ સાથે હાઇવે પર વધુ 10 મોટી તિરાડ પડ્યાના પણ અહેવાલ છે. 

શું કહ્યું SDMએ ? 
જોશીમઠના SDM કુમકુમ જોશીએ જણાવ્યું કે, પાણી લીકેજની વાત નથી. જોશીમઠ ઉપરથી જતી જલ સંસ્થાનની પાઈપલાઈનને નુકસાન થવાના કારણે અહીં પાણી આવ્યું છે. પાઈન લાઇનનું સમારકામ કરવામાં આવી રહ્યું છે.

પાણીના લીકેજ સાથે ભૂસ્ખલન શરૂ થયું
સ્થાનિક લોકોએ જણાવ્યું કે, 2 જાન્યુઆરીએ પણ અહીં પાણી લીક થયું હતું. આ પછી ભૂસ્ખલન શરૂ થયું. જેના કારણે અનેક મકાનો ધરાશાયી થયા હતા અને અનેક મકાનોમાં તિરાડો પડી હતી. જેના કારણે 250 પરિવારોએ પોતાનું ઘર છોડીને રાહત શિબિરોમાં આશરો લેવો પડ્યો હતો. 

ભૂસ્તર વિભાગ કરી રહ્યું છે મોનીટરીંગ 
SDM કુમકુમ જોશીએ જણાવ્યું કે, ટૂંક સમયમાં જ પાઇપલાઇનનું સમારકામ કરીને પાણીનો પ્રવાહ બંધ કરવામાં આવશે. આમ છતાં સંભવિત ખતરાની સંભાવનાને ધ્યાનમાં રાખીને ભૂસ્તર વિભાગની ટીમને પરિસ્થિતિ પર નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે. વિભાગને દરેક નાની-મોટી અપડેટ ઉચ્ચ અધિકારીઓને મોકલવા અને ભૂસ્ખલન અટકાવવા યોગ્ય પગલાં લેવા માટે કહેવામાં આવ્યું છે.

પાણીના પ્રવાહમાંથી નીકળી રહી છે માટી
જોશીમઠ બચાવો સંઘર્ષ સમિતિના કન્વીનર અતુલ સેઠીએ જણાવ્યું કે ,પાણીના આ ઝડપી પ્રવાહને કારણે પહાડની નીચેથી માટી નીકળી રહી છે. આખો હિસ્સો ડુંગર ખાખ થઈ ગયો છે અને અહીં ગમે ત્યારે પહાડ સરકી શકે છે. જેના કારણે સ્થાનિક લોકો માટે ખતરો વધી ગયો છે. તેમણે સરકાર પાસે આ સમગ્ર મામલાને વહેલી તકે અભ્યાસ કરીને તેનો રિપોર્ટ જાહેર કરવા માંગ કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ