બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Such leaders Congress-BJP compulsion? Why does the party save the power in Palta?

મહામંથન / આવા નેતાઓ કોંગ્રેસ-ભાજપની મજબૂરી? પલટામાં પાવરધા..,છતાં પક્ષ સાચવે કેમ?

Dinesh

Last Updated: 09:38 PM, 15 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહામંથન: ભાવસિંહ રાઠોડ હોય, બાબુ કટારા હોય, વિઠ્ઠલ રાદડિયા કે પ્રભાતસિંહ ચૌહાણ હોય એ લોકો કોઈપણ પક્ષ ગમે એટલી વાર છોડે કે પાછા આવે પણ પક્ષે તેને અપનાવવા જ પડે. અહીં મતદારો માટે લાગણી એટલી જ થાય કે મતદારો તો પક્ષને જુએ છે તો પછી રાજકીય પક્ષો પાસે નેતાઓના વિકલ્પ ખૂટી ગયા છે?

આપણે સૌ સુબહ કા ભુલા વાળી કહેવત તો જાણીએ છીએ એટલે તેમા નથી પડતા પરંતુ રાજકારણમાં નેતાઓ સવારે ભૂલા પડીને સાંજે પોતાના જ પક્ષમાં પાછા ફરે એવુ જરૂરી નથી, કોણ ક્યારે પાટલી બદલીને બીજી પાર્ટીમાં જતુ રહે તે ભારતના રાજકારણમાં કહી શકાતું નથી. એક જ અઠવાડિયામાં ત્રણ વાર પક્ષપલટો કરનાર ગયા લાલથી લઈને 84 વર્ષની જૈફ વયે ફરી પક્ષ બદલનારા સોમા પટેલ સહિતના કેટલાય ઉદાહરણ રાજકારણમાં જોવા મળશે. તાજેતરનું ઉદાહરણ જીવનના સાડા આઠ દાયકા વીતાવી ચુકેલા સોમા પટેલનું છે જે ફરી એકવાર ભાજપમાં જોડાયા છે. ભાજપ-કોંગ્રેસ કરતા કરતા 4 થી 5 દાયકાની રાજકીય સફર તો સોમા પટેલે ખેડી નાંખી અને હવે ઘરવાપસી કરીને તેઓ ભાજપમાં આવ્યા છે. અહીં સોમા પટેલે કેટલીવાર ભાજપ કે કોંગ્રેસ છોડ્યા તેના કરતા મહત્વનો સવાલ એ છે કે આવા નેતા રાજકીય પક્ષો માટે અનિવાર્ય કેમ થઈ જાય છે?. ભાવસિંહ રાઠોડ હોય, બાબુ કટારા હોય, વિઠ્ઠલ રાદડિયા કે પ્રભાતસિંહ ચૌહાણ હોય એ લોકો કોઈપણ પક્ષ ગમે એટલી વાર છોડે કે પાછા આવે પણ પક્ષે તેને અપનાવવા જ પડે. અહીં મતદારો માટે લાગણી એટલી જ થાય કે મતદારો તો પક્ષને જુએ છે તો પછી રાજકીય પક્ષો પાસે નેતાઓના વિકલ્પ ખૂટી ગયા છે?, સમાજ કે જ્ઞાતિના નામે રળી ખાતા નેતાઓને ખરેખર મતદારે બહારનો રસ્તો બતાવવાનો સમય આવી ગયો છે કે નહીં? 

 

નેતાનો પક્ષપલટો યથાવત
સોમા પટેલ ફરી ભાજપમાં જોડાયા છે. સોમા પટેલ પક્ષપલટામાં પાવરધા છે. કેટલાક નેતાઓ એવા છે કે જે ભાજપ કે કોંગ્રેસ બંનેની મજબૂરી છે. આવા નેતાઓને ચોક્કસ સમાજનું પીઠબળ છે જેથી કોઈ તેને અવગણતું નથી. પક્ષપલટો કરે તેવા નેતા ઉપરાંત અન્ય વિવાદીત નેતાઓને પણ સાચવવા પડે છે. મતદારો તો પક્ષને જુએ છે ત્યારે સવાલ એ છે કે સારા નેતાઓ કેમ નથી લાવતા?. રાજકીય પક્ષની એવી કઈ મજબૂરી છે કે બ્લેકમેલ કરતા નેતાઓને પણ સાચવવા પડે? સોમા પટેલ જેવા કેટલા નેતા છે જે ભાજપ-કોંગ્રેસની રાજકીય મજબૂરી બન્યા છે? વિવાદીત અને પક્ષને નુકસાન કરતા નેતાઓને કેમ સાચવવા પડે છે?

તાજેતરનો ઘટનાક્રમ શું હતો?
સોમા પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. ગુરુવારે સોમા પટેલે અંગત કારણ આપીને રાજીનામું આપ્યું છે. સોમા પટેલના રાજીનામા બાદ કોંગ્રેસે નવો જ દાવો કર્યો છે. કોંગ્રેસે કહ્યું કે સોમા પટેલને કોંગ્રેસે 2020માં સસ્પેન્ડ કર્યા હતા. 2020માં સસ્પેન્ડ કરાયા પછી સોમા પટેલને ફરી કોંગ્રેસમાં લેવાયા જ નથી. કોંગ્રેસે એમ પણ કહ્યું કે સોમા પટેલ કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પણ નથી. સોમા પટેલ હવે ફરી ભાજપમાં જોડાયા છે. સોમા પટેલે કહ્યું કે હું 4 દાયકાથી ભાજપનો કાર્યકર છું અને પરત ફર્યો છું

નેતા જ્યારે પક્ષની મજબૂરી બન્યા!
સોમા પટેલ
ભાજપ, કોંગ્રેસ બંનેમાંથી વારાફરતી આવન-જાવન કરી
ચાર વખત સાંસદ, ત્રણ વખત ધારાસભ્ય બન્યા
ભાજપની ટિકિટ ઉપરથી 3 વાર સાંસદ તરીકે ચૂંટાયા
એક વાર કોંગ્રેસની ટિકિટ ઉપરથી સાંસદ બન્યા

ભાવસિંહ રાઠોડ
2007માં કોંગ્રેસ તરફથી ચૂંટાયા અને ધારાસભ્ય બન્યા
2007ની જીત પછી ભાવસિંહનો કોંગ્રેસથી મોહભંગ થયો
2009માં ભાજપે પાટણ લોકસભાની ટિકિટ આપી
2009ની ચૂંટણીમાં જગદીશ ઠાકોર સામે ભાવસિંહ રાઠોડ હારી ગયા
ફરી સમી બેઠકથી ચૂંટણી લડ્યા અને જીતી ગયા
2012ની ચૂંટણીમાં સીમાંકન ફરી જતા સમી-હારીજ બેઠક રદ થઈ
ભાવસિંહને ટિકિટની શક્યતા ન દેખાતા ફરી કોંગ્રેસમાં જોડાયા
કોંગ્રેસમાં ફરી તેઓ જીતી ન શક્યા
2021માં કોરોના થવાથી નિધન થયું

બાબુ કટારા
ભાજપ-કોંગ્રેસમાં આવન-જાવન ચાલુ રહી
ભાજપ તરફથી સંસદસભ્ય તરીકે ચૂંટાયા
કોંગ્રેસમાં જોડાઈને ધારાસભ્ય બન્યા હતા
કબૂતરબાજીનો આરોપ લાગ્યો હતો
બાબુ કટારાને ટિકિટ આપવા સામે કોંગ્રેસમાં વિરોધ પણ થયો

વિઠ્ઠલ રાદડિયા
1990થી તમામ રાજકીય પક્ષ સાથે જોડાયા
અપક્ષ તરીકે પણ જીત્યા
ભાજપ, રાજપા, કોંગ્રેસ તરફથી પણ જીત્યા
દબંગ નેતા તરીકેની છબી
2012માં ટોલ પ્લાઝા ઉપર ટોલ કર્મીને બંદૂક બતાવી હતી
2014થી ફરી ભાજપ સાથે જોડાયા
2019માં કેન્સરની લાંબી બીમારી બાદ નિધન થયું

પ્રભાતસિંહ ચૌહાણ
પહેલી બે વિધાનસભા કોંગ્રેસની ટિકિટ ઉપરથી લડી
1990માં કોંગ્રેસે ટિકિટ ન આપી તેથી ભાજપમાં જોડાયા
ભાજપ તરફથી 1995, 1998, 2002માં જીત્યા
પંચમહાલથી ભાજપે લોકસભામાં ઉતાર્યા
2009 અને 2014માં લોકસભામાં જીત
2019માં ભાજપે ટિકિટ કાપતા નારાજ હતા
ટિકિટ કપાયા બાદ કોંગ્રેસમાં જોડાયા હતા
ઓકટોબર 2023માં ટૂંકી માંદગી બાદ નિધન થયું

નેતા પક્ષ માટે મજબૂરી કેમ બને છે?
પોતાના સમાજમાં ઉભો કરેલો દબદબો
સમાજના પીઠબળને પક્ષ અવગણી શકતો નથી
પક્ષને પણ પોતાની વોટબેંકની ચિંતા હોય છે
વોટબેંક આગળ તમામ પક્ષ લાચાર બની જાય છે
સોમા પટેલ કોળી સમાજની પેટા જ્ઞાતિઓને એક કરી શક્યા છે
મોટાભાગના વિવાદીત નેતાઓનું સ્થાનિક સ્તરે વર્ચસ્વ હોય છે
જેઠા ભરવાડ, દીનુ સોલંકી જેવા નેતાઓ તેના ઉદાહરણ છે
નેતાઓ જ્ઞાતિ સમીકરણને સાધીને વર્ચસ્વ ઉભું કરે છે
પુરુષોત્તમ સોલંકી નિષ્ક્રિય છે પરંતુ ભાજપ તેને અવગણી શકતી નથી
નેતાઓ મોટેભાગે જ્ઞાતિવાદી રાજકારણ રમે છે
જ્ઞાતિવાદી રાજકારણ રાજકીય પક્ષોની મજબૂરી બની જાય છે
પક્ષને ટિકિટ માટે બ્લેકમેઈલિંગ કરે તો પણ પક્ષ ઝૂકે છે

 વાંચવા જેવું:  ગુજરાતમાં આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી: જાણો કયા-કયા વિસ્તારના ખેડૂતો પર સંકટના વાદળ 

સોમા પટેલે શું કહ્યું?
તેમણે કહ્યું કે, હું મારા ઘરમાં જ પાછો આવ્યો છું અને હું 45 વર્ષ ભાજપમાં રહ્યો છું તેમજ પક્ષ માટે જે કામ કર્યું છે તેની કોઈ તુલના ન થઈ શકે. કોંગ્રેસ હવે ખતમ થઈ ગઈ છે. રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં આમંત્રણ આપ્યું છતા કોંગ્રેસ ન ગઈ. કોંગ્રેસ રામની વિરોધી છે. ટિકિટ મળે ન મળે એ કોઈ મુદ્દો નથી. ભાજપમાં ફરી પહેલાની જેમ કામ કરીશું. હું કોઈ કમિટમેન્ટ સાથે નથી જોડાયો તેમજ કોળી સમાજ એક જ છે. કોંગ્રેસમાં જે તે સમયે મિત્રતા હતી એટલે જોડાયો હતો

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ