બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Thunderstorm forecast in Gujarat today
Vishal Khamar
Last Updated: 03:24 PM, 15 April 2024
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તેમજ રાજસ્થાનમાં સર્જાયેલ સાઈક્લોનિક સરક્યુલેશનની રવિવારે સાંજે શહેરનું વાતાવરણ એકદમ પલટાયું હતું. સાંજે 6 વાગ્યા પછી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. તેમ શહેરનાં અમુક વિસ્તારમાં વરસાદી ઝાપટું પણ પડ્યું હતું. ત્યારે રવિવારે મહત્તમ તાપમાન 39 ડિગ્રી નોંધાયું હતું. તેમજ દિવસભર વાદળિયા વાતાવરણ સાથે ભારે બફારો રહ્યો હતો.
ADVERTISEMENT
શહેરમાં બે વૃક્ષ તેમજ એક થાંભલો તૂટી પડ્યો હતો
ગત રોજ સાંજે 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા શાહીબાગ, ગાયકવાડ હવેલી પાસે બે વૃક્ષ ધરાશાયી થયા હતા. જ્યારે એલિસબ્રિજ પાસે સીસીટીવી કેમેરાનો થાંભલો તૂટી પડ્યો હતો. તેમજ કોઈ મોટી જાનહાનિ સર્જાઈ નથી.
ADVERTISEMENT
થંડર સ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદ પડશે
આજે પણ હવામાન વિભાગ દ્વારા વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આજે પણ કેટલાક વિસ્તારમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. થંડર સ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદ પડશે. તેમજ ભારે પવન અને વીજળી સાથે વરસાદ પડવાની શક્યતાઓ છે.
વધુ વાંચોઃ ગુજરાતમાં આજથી ઉમેદવારો કરશે ફોર્મ ભરવાની શુભ શરૂઆત, ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ કઇ? જાણો
સાયક્લોનિક સર્ક્ચુલેશન સક્રિય થતાં પડશે સામાન્ય વરસાદ
તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટો છવાયો વરસાદ પડશે. તેમજ બનાસકાંઠા, ભરૂચ અને સુરતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ વરસાદી માહોલનાં કારણે તાપમાનમાં આંશિક ઘટાડો થશે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા સામાન્ય વરસાદ પડશે. તેમજ ગઈકાલે રાજકોટમાં 40.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે રાજ્યમાં તાપમાનનો પારો 35 ડિગ્રીથી ઉપર જોવા મળ્યો હતો.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.