બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ભારત / Subjects including Gujarat riots removed from class 12 syllabus by NCERT

BIG NEWS / NCERTનો મોટો નિર્ણય: ધો. 12ના અભ્યાસક્રમમાંથી દૂર કરાયા બાબરી ધ્વંસ, ગુજરાત રમખાણ સહિતના વિષયો

Priyakant

Last Updated: 10:09 AM, 5 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NCERT Political Science Book Latest News : ધોરણ 12 ની પોલિટિકલ સાયન્સ બુકમાં  'લોકશાહી અધિકાર' નામના 5મા પ્રકરણમાં ગુજરાત રમખાણો સહિતનો ઉલ્લેખ દૂર કરવામાં આવ્યો

NCERT Political Science Book : નેશનલ કાઉન્સિલ ફોર એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) એ ધોરણ 12 ની પોલિટિકલ સાયન્સ બુકમાં ઘણા ફેરફારો કર્યા છે. વાત જાણે એમ છે કે, પુસ્તકમાંથી બાબરી મસ્જિદ, હિંદુત્વની રાજનીતિ, 2002ના ગુજરાત રમખાણો અને લઘુમતીઓ સંબંધિત કેટલાક સંદર્ભો હટાવી દેવામાં આવ્યા છે. નોંધનીય છે કે, આ પુસ્તક શૈક્ષણિક સત્ર 2024-25 થી લાગુ કરવામાં આવશે. તાજેતરના વર્ષોમાં પુસ્તકોમાંથી ઘણા સંવેદનશીલ વિષયો દૂર કરવામાં આવ્યા છે. 

NCERT એ ગુરુવારે (4 એપ્રિલ) તેની વેબસાઈટ પર આ ફેરફારો જાહેર કર્યા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) સાથે સંલગ્ન શાળાઓમાં NCERT પુસ્તકો ભણાવવામાં આવે છે. દેશમાં આ બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત શાળાઓની સંખ્યા લગભગ 30 હજાર છે. CBSE બોર્ડની શાળાઓ ભારતના લગભગ દરેક ભાગમાં હાજર છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે અન્ય રાજ્યોના બોર્ડના પુસ્તકોમાં પણ આવા ફેરફારો જોવા મળે છે. 

આવો જાણીએ અયોધ્યા પર શું લખ્યું હતું? 
એક ખાનગી મીડિયાના અહેવાલ મુજબ 'ભારતીય રાજનીતિઃ ન્યૂ ચેપ્ટર' નામના પોલિટિકલ સાયન્સના આઠમા પ્રકરણમાં 'અયોધ્યા ધ્વંસ'નો સંદર્ભ હટાવી દેવામાં આવ્યો છે. પ્રકરણમાં 'રાજકીય ગતિવિધિની પ્રકૃતિ માટે રામજન્મભૂમિ આંદોલન અને અયોધ્યા ધ્વંસનો વારસો શું છે?' તેને બદલીને 'રામ જન્મભૂમિ આંદોલનનો વારસો શું છે?' કરવામાં આવ્યું છે. NCERTનું કહેવું છે કે, આવું એટલા માટે કરવામાં આવ્યું છે જેથી પ્રશ્નોના જવાબોને નવા ફેરફારો સાથે જોડી શકાય. 

ગુજરાત રમખાણો સહિત આ વિષયો બદલવામાં આવ્યા 
'ઇન્ડિયન પોલિટિક્સઃ ન્યૂ ચેપ્ટર'માં જ બાબરી મસ્જિદ અને 'હિંદુત્વ રાજકારણ'ના સંદર્ભો પણ હટાવી દેવામાં આવ્યા છે. આ પ્રકરણમાં વધુમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે, સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચના નિર્ણય બાદ અયોધ્યામાં રામ મંદિર કેવી રીતે બન્યું. 'લોકશાહી અધિકાર' નામના 5મા પ્રકરણમાં ગુજરાત રમખાણોનો ઉલ્લેખ દૂર કરવામાં આવ્યો છે. NCERTનું કહેવું છે કે, આ ઘટના 20 વર્ષ જૂની છે અને તેને ન્યાયિક પ્રક્રિયા દ્વારા ઉકેલવામાં આવી છે.

વધુ વાંચો: શું EMI પર જનતાને મળશે રાહત કે પછી? આજે RBI રેપો રેટ પર લઇ શકે છે મહત્વનો નિર્ણય

આ સાથે કેટલીક જગ્યાઓ જ્યાં પહેલા મુસ્લિમ સમુદાયનો ઉલ્લેખ હતો તે પણ બદલવામાં આવ્યા છે. પ્રકરણ 5 માં જ મુસ્લિમોને વિકાસના લાભોથી 'વંચિત' રાખવાનો સંદર્ભ દૂર કરવામાં આવ્યો છે. મુસ્લિમોના સંદર્ભમાં પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે કેવી રીતે તેમને અલગ ગણવામાં આવે છે, જેનાથી તેમની વિરુદ્ધ નફરત અને હિંસાનો પૂર્વગ્રહ વધે છે. અગાઉ અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, તેમની સાથે અન્યાયી વર્તન અને ભેદભાવ કરવામાં આવે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ