બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / બિઝનેસ / ભારત / RBI may take an important decision on repo rate today

BIG BREAKING / સતત સાતમી વાર રેપો રેટમાં કોઇ જ ફેરફાર નહીં, EMI નહીં વધે

Priyakant

Last Updated: 10:19 AM, 5 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RBI Monetary Policy Latest News: RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે રેપો રેટમાં સાતમી વખત કોઈ ફેરફાર કરવામાં આવી રહ્યો નથી

RBI Monetary Policy : આજે રિઝર્વ બેંકના નવા નાણાકીય વર્ષની પ્રથમ નાણાકીય નીતિ સમિતિ (MPC) બેઠકના પરિણામો જાહેર થઈ ગયા છે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસ MPCના નિર્ણયોની જાહેરાત કરી છે. રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટીએ સતત સાતમી વખત રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લીધો છે. રેપો રેટ પહેલાની જેમ 6.5 ટકા પર યથાવત છે.

ફેબ્રુઆરીની નાણાકીય નીતિમાં મધ્યસ્થ બેંકે સતત છઠ્ઠી વખત રેપો રેટને 6.50 ટકા પર સ્થિર રાખ્યો હતો. આજે નાણાકીય વર્ષ 2024-25 માટે ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિની પ્રથમ બેઠક યોજાઈ રહી છે. આમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. એવી અપેક્ષા હતી કે આરબીઆઈ ચૂંટણી પહેલા તેના નિર્ણયથી આશ્ચર્યચકિત થઈ શકે છે, પરંતુ આરબીઆઈએ સાતમી વખત રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. મતલબ કે તમને EMIમાં અત્યારે રાહત નહીં મળે.

આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2025ની પ્રથમ આરબીઆઈ નાણાકીય નીતિની બેઠકમાં રેપો રેટને સ્થિર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સેન્ટ્રલ બેંકે સતત 7મી નાણાકીય નીતિ માટે રેપો રેટને 6.50 ટકા પર સ્થિર રાખ્યો છે. ગવર્નરે કહ્યું કે અમે અત્યારે રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લીધો છે. આનો અર્થ એ છે કે તમને વર્તમાન EMIમાં રાહત નહીં મળે.

આર્થિક વિકાસ દર અંગેની ચિંતા ઓછી થતાં ફોકસ છૂટક ફુગાવા પર રહેવાની ધારણા હતી. નોંધનીય છે કે, રિઝર્વ બેંકે છેલ્લે ફેબ્રુઆરી 2023માં રેપો રેટ વધાર્યો હતો અને ત્યારથી તે સતત 6.5 ટકા પર યથાવત છે. છેલ્લી છ દ્વિ-માસિક નીતિઓમાં રેપો રેટમાં કોઈ ફેરફાર થયો નથી. 

File Photo

અહીં મહત્વનું છે કે, જો રિઝર્વ બેંક રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં કરે તો જે લોકો હોમ કે ઓટો લોન લેવા માગે છે તેમના માટે આ ફટકો પડશે. જે લોકો લોન EMI પર રાહતની આશા રાખતા હતા તેમના માટે નિરાશાજનક સમાચાર હશે. જોકે FD રોકાણકારો માટે રાહત છે.

વધુ વાંચો: પપ્પુ યાદવને કોંગ્રેસનું અલ્ટિમેટમ, કહ્યું 'નોમિનેશન પરત ખેંચો', શું પૂર્ણિયા સીટ પર જામશે ત્રિકોણીય જંગ?

હકીકતમાં રેપો રેટમાં વધારાને કારણે મોટાભાગની જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકોમાં ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજ દરો 8% સુધી પહોંચી ગયા છે. ઘણી નાની ફાઇનાન્સ બેંકો પણ FD પર લગભગ 9% વ્યાજ દર ઓફર કરી રહી છે. વરિષ્ઠ નાગરિક રોકાણકારો માટે FD પર વ્યાજ દર એક સમયે 9.5% સુધી પહોંચી ગયો હતો. સતત વધતા રસને કારણે તે ફરી એકવાર ઘણા લોકો માટે રોકાણનો આકર્ષક વિકલ્પ બની ગયો છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ