બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / વિશ્વ / Studying in America will be expensive from now on: Indian students will have to pay so many dollars,

BIG NEWS / હવેથી અમેરિકામાં ભણવું મોંઘુ પડશે: ભારતીય વિદ્યાર્થીઓએ ચૂકવવા પડશે આટલાં ડૉલર, સ્ટુડન્ટ-ટુરિસ્ટ વિઝા ફીમાં વધારો

Priyakant

Last Updated: 11:35 AM, 10 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

America Visa News: યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા જવા માટે હવે વિદ્યાર્થીઓએ પહેલા કરતાં વધુ ફી ચૂકવવી પડશે, US ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ્સે નોન-ઇમિગ્રન્ટ વિઝા (NIV) પર પ્રોસેસિંગ ફીમાં કર્યો વધારો

  • અમેરિકા જવા માટે હવે વિદ્યાર્થીઓએ પહેલા કરતાં વધુ ફી ચૂકવવી પડશે
  • હવે વિદ્યાર્થીઓને પહેલા કરતાં $25 વધુ ખર્ચીને યુએસ વિઝા મળશે
  • US ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ્સે નોન-ઇમિગ્રન્ટ વિઝા (NIV) પર પ્રોસેસિંગ ફીમાં કર્યો વધારો 

યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા જવા માટે હવે વિદ્યાર્થીઓએ પહેલા કરતાં વધુ ફી ચૂકવવી પડશે. વાત જાણે એમ છે કે, અમેરિકાએ વિઝા મોંઘા કર્યા છે. હવે વિદ્યાર્થીઓને પહેલા કરતાં $25 વધુ ખર્ચીને યુએસ વિઝા મળશે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ્સે નોન-ઇમિગ્રન્ટ વિઝા (NIV) પર પ્રોસેસિંગ ફીમાં વધારો કર્યો છે. જેને લઈ હવે વિઝિટર વિઝા માટે એટલે કે બિઝનેસ અથવા ટુરિઝમ (B1/B2 અને BCC) તેમજ નોન-પીટિશન આધારિત NIV જેવા કે સ્ટુડન્ટ અથવા એક્સચેન્જ વિઝિટર વિઝા વગેરે માટે હવે $185 ચૂકવવા પડશે. નોંધનીય છે કે, આ પહેલા આ કિંમત 160 ડોલર હતી.

યુએસ વિઝાની નવી કિંમતો 30 મે 2023થી લાગુ થશે. વર્તમાન વિનિમય દરની વાત કરીએ તો ભારતીય વિદ્યાર્થીઓએ યુએસ વિઝા મેળવવા માટે 15,140 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે નવા નિયમો અમલમાં આવશે ત્યારે આવું થશે. કેટલાક પિટિશન આધારિત નોન-ઇમિગ્રન્ટ વિઝા, જે કામચલાઉ કામદારો માટે છે, જેમ કે H, L, O, P, Q અને R કેટેગરીના, પણ વિઝાના ભાવમાં ઉછાળો જોવા મળશે. તેમની કિંમત જે પહેલા $190 હતી તે હવે વધારીને $205 કરવામાં આવી છે.

આ પહેલા ક્યારે ફી વધારાઇ હતી ? 
સ્પેશિયાલિટી ઓક્યુપેશન (E કેટેગરી)માં હોય તેવા સંધિ વેપારીઓ, સંધિ રોકાણકારો અને સંધિ અરજદારો માટે વિઝા ફી પણ $205 થી વધારીને $315 કરવામાં આવી છે. આ સિવાય બાકીની ફીમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તમને જણાવી દઈએ કે, મોટાભાગની નોન-પીટિશન આધારિત NIV ફી છેલ્લે 2012માં અપડેટ કરવામાં આવી હતી.  જ્યારે કેટલીક ફી 2014માં અપડેટ કરવામાં આવી હતી.

રેકોર્ડ વિદ્યાર્થીઓ ભારતમાંથી જાય છે અમેરિકા 
વાત જાણે એમ છે કે, દર વર્ષે રેકોર્ડ સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકા જાય છે. સંખ્યાની વાત કરીએ તો વર્ષ 2022માં લગભગ 1,25,000 ભારતીય વિદ્યાર્થીઓએ યુએસ વિઝા લીધા હતા. તેવી જ રીતે આ વર્ષે મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ વિઝા માટે અરજી કરે તેવી અપેક્ષા છે. પરંતુ આ વખતે વિદ્યાર્થીઓને વધુ કિંમત ચૂકવવી પડશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ