બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Strict measures will be taken on Gaucher pressure in the village, rain forecast in World Cup and Navratri, gold becomes cheaper

2 મિનિટ 12 ખબર / ગામડામાં ગૌચર દબાણ પર લેવાશે કડક પગલાં, વરસાદની બેટિંગ વર્લ્ડ કપ અને નવરાત્રીમાં, સોનું તો ઘણું સસ્તું થયું

Dinesh

Last Updated: 07:35 AM, 4 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, ગુજરાતમાં આગામી 5 ઓક્ટોબર સુધી અંગ દઝાડતી ગરમી પડશે તેમજ 7 ઓક્ટોબરના રોજ પશ્ચિમી વિક્ષેપને કારણે ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણામાં વરસાદ વરસી શકે છે

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં આગામી 5 ઓક્ટોબર સુધી અંગ દઝાડતી ગરમી પડશે. 7 ઓક્ટોબરના રોજ પશ્ચિમી વિક્ષેપને કારણે ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણામાં વરસાદની આગાહી છે. જ્યારે મધ્ય પ્રદેશ, રાજસ્થાનને અડીને આવેલા ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે. મુંબઈથી ગોવા તરફની સિસ્ટમ દક્ષિણ ભારતના ભાગોમાં વરસાદ લાવી શકે છે.નવરાત્રી દરમિયાન વરસાદની આગાહી કરતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, નવરાત્રી દરમિયાન 17 ઓક્ટોબરથી દરિયાકિનારાના ભાગોમાં વરસાદ થઈ શકે છે. ગુજરાતમાં 17થી 19 ઓક્ટોબર દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે તેવું પણ અંબાલાલ પટેલે જણાવ્યું છે. 

રાજ્યમાંથી ચોમાસુ વિદાય લઈ રહ્યું છે. તો બીજી તરફ ચોમાસાની વિદાયની સાથે સાથે રાજ્યમાં એકાએક ગરમીનો પારો ઉંચકાયો છે. ત્યારે આગામી સમયમાં અમદાવાદનાં તાપમાનમાં વધારો થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. અમદાવાદમાંથી ચોમાસુ આગામી થોડાક દિવસમાં વિદાય લઈ રહ્યું છે. પરંતું દક્ષિણ ગુજરાતનાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી છે.ચોમાસાની સીઝનમાં ગુજરાતમાં સામાન્ય કરતા 19 ટકા વધુ વરસાદ પડ્યો છે. તેમજ આગામી સપ્તાહમાં ચોમાસુ રાજ્યમાંથી વિદાય લઈ શકે છે. જેથી અમદાવાદ સહિત રાજ્યમાં વરસાદની સંભાવનાં નહિવત છે. પરંતું વરસાદની વિદાય થતા ઓક્ટોમ્બર મહિનામાં અમદાવાદનાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે.

Black heat in 5 cities including Ahmedabad

અમદાવાદની ક્લોરેક્સ સ્કૂલમાં નમાજ અદા કરવાનો વિવાદ વકર્યો છે. સ્કૂલમાં બાળકોને નમાજ પઢાવતો વીડિયો વાયરલ બાદ વિવિધ સંગઠમાં રોષ જોવા મળી રહ્યો છે. ABVPના કાર્યકરો દ્વારા બાળકો પાસે નમાજ અદા કરાવનારા શિક્ષકને માર મારવામાં આવ્યો છે તો બીજી બાજુ વિવાદ વકરતા સ્કૂલ સંચાલકોએ માફી પણ માંગી છે. જો કે,  સમગ્ર મામલે શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે રિપોર્ટ મગાવ્યો છે. જેને લઈ DEO એકશનમાં આવ્યા છે.શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે રિપોર્ટ મંગાવ્યો છે. શાળામાં વિવાદના મુળ બનેલા વિષયને લઇને શિક્ષણમંત્રીએ કેટલીક મહત્વની સૂચના આપી છે. શિક્ષણના કાર્ય પર વધુ ભાર મુકવા પણ સૂચના આપી છે. તેમજ DEOને રિપોર્ટ સોંપવા સૂચના આપવામાં આવી છે. 

In the matter of the controversy over offering namaz at Calorex School in Ahmedabad Education Minister Dindor called for the...

અમદાવાદમાં સપ્ટેમ્બર મહિનામાં ડેન્ગ્યુનાં 708 કેસ નોંધાયા છે.  વરસાદ બાદ શહેરમાં ડેન્ગ્યુ, મેલેરિયા તેમજ ચિકનગુનિયાનાં કેસમાં વધારો નોંધાયો છે.  વરસાદ બાદ શહેરમાં અનેક જગ્યાએ ગંદકીનાં કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે.  જેને લઈ કોર્પોરેશન દ્વારા શહેરમાં ફોંગિંગની અને દવા છંટકાવની કામગીરી પણ યોગ્ય રીતે થતી નથી જેથી રોગચાળો વકર્યો છે. આ બાબતે એએમસીનાં આરોગ્ય અધિકારી ર્ડા.ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં હાલમાં મચ્છરજન્ય કેસ બાબતે ચાલુ માસ દરમ્યાન ડેન્ગ્યુનાં 708 કેસ નોંધાયા છે. આ ઉપરાંત સાદા મલેરિયાનાં 148 રિપોર્ટ થયેલા છે. ડેન્ગ્યુની વાત કરીએ તો છેલ્લા મહિનાની સરખામણીમાં સપ્ટેમ્બર મહિનામાં કેસમાં ઘટાડો જોવા મળેલો છે.  હાલમાં વરસાદનું પ્રમાણ પણ ઓછું થયેલું છે.  તેમજ મચ્છરનાં બ્રિડીંગની ફરિયાદ પણ કોર્પોરેશનમાં ઓછી નોંધાવવા પામી છે. તેમજ કોર્પોરેશન દ્વારા તમામ અર્બન હેલ્થ સેન્ટરો પર તમામ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.  ઝાડા ઉલ્ટીનાં 484 કેસ,  કમળાનાં 192 કેસ અને ટાઈફોઈડનાં 447 કેસ તેમજ કોલેરાનાં 33 કેસ નોંધાયેલા છે.  

વિકાસ કમિશ્નર દ્વારા રાજ્યનાં તમામ ડીડીઓને પત્ર લખી સૂચન કર્યું છે કે, ગ્રામ પંચાયત સ્તરે ગૌચરનાં દબાણ દૂર કરવા તેમજ ગ્રામ સભા અને પંચાયતની મીટીંગમાં વિસ્તૃત ચર્ચા કરવી. તેમજ દબાણ રજીસ્ટ્રરમાં દબાણની નોંધણી કરવી. જે કર્યા બાદ દબાણ દૂર કરવા સાથે નિયમનુસાર દંડ કરવાની કાર્યવાહી હાથ ધરવી. કોમર્શીયલ અને પાકા દબાણને અગ્રીમતાનાં ધોરણે દૂર કરવા. તેમજ તાલુકા વિકાસ અધિકારી દર મહિને પંચાયતો પાસેથી દબાણ પત્રકો મેળવે. તેમ વિકાસ કમિશ્નર દ્વારા તમામ ડીડીઓને સૂચન કર્યું છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફંડ અંગે વિધાનસભા ગૃહમાં પ્રશ્ન કરવામાં આવ્યો હતો જેમાં સરકારે આંકડા રજૂ કરતાં જણાવ્યું છે કે રાજ્ય સરકાર પાસેનું 1165.34 કરોડ રૂપિયાનું ફંડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ખાતે જમા છે. સાથે જ કેન્દ્રએ ફાળવેલી રકમની માહિતી આપી રજૂ કરી છે જેમાં કેન્દ્ર સરકારે 2019-20માં 886.80 કરોડ, વર્ષ 2020-21માં 1324 કરોડ રૂપિયા, વર્ષ 2021-22માં 1059.20 કરોડ તેમજ વાવાઝોડા નુકસાન સહાય બાબતે 100 કરોડ ફંડ ફાળવ્યા હતા જેમાંથી, વર્ષ 2019-20માં 2435.22 કરોડ  વર્ષ 2020-21માં 2340.16 કરોડ, વર્ષ 2021-22માં 1004.87 કરોડ ખર્ચ થયો હોવાનો ખુલાસો થયો છે.

Development Commissioner's letter to all DDOs orders to remove Gauchar pressure at gram panchayat level


શક્તિપીઠ અંબાજી ખાતે તા.23 થી 29 સપ્ટેમ્બર 2023 દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો આયોજિત થયો હતો. જેમાં લાખોની સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓને ગુણવત્તાયુક્ત મોહનથાળનો પ્રસાદ મળી રહે એ માટે આયોજન કરાયેલ હતું. આ મેળા દરમિયાન પ્રસાદની માંગને પહોંચી વળવા એજન્સી દ્વારા મોટા પ્રમાણમાં ઘીનો જથ્થો સ્ટોક કરવામાં આવ્યો હતો. જે  ઘીના સમ્પેલ ફેઈલ થતાં હવે સમગ્ર મામલો ઉઘાડો પડ્યો છે. જેને લઈ તપાસના ધમધમાટ પણ ચાલી રહ્યાં છે. માધુપુરા વિસ્તારમાં આવેલી નીલકંઠ ટ્રેડર્સને સીલ મારવામાં આવ્યુ છે. 

Ambaji  Prasad  ghee adulteration Commissioner of Food and Drug Administration Dr. H. G. Kosia's statement

ચીનના હાંગઝોઉ શહેરમાં રમાઈ રહેલી એશિયન ગેમ્સ 2023માં ભારતીય ખેલાડીઓનો જલવો યથાવત રહ્યો છે. 10માં દિવસે અત્યાર સુધીમાં ભારતે કુલ 2 ગોલ્ડ મેડલ જીત્યા છે. પારુલ ચૌધરીએ પ્રથમ 5000 મીટર મહિલાઓની દોડ જીતી હતી. હવે ભારતની વધુ એક તેજસ્વી એથ્લેટ અનુ રાનીએ ભાલા ફેંકમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો છે. એશિયન ગેમ્સમાં અનુ રાનીએ ભારતને તેનો 15મો ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. તેના ચોથા પ્રયાસમાં તેણે તેની સિઝનનું શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું અને 62.92 મીટરના અંતરે બરછી ફેંકી. શ્રીલંકાની નદીશા દિલહાન બીજા ક્રમે રહીને સિલ્વર મેડલ જીત્યો હતો. જીત બાદ અનુએ ભારતીય તિરંગો લઈને દોડવાનું શરૂ કર્યું. તે પણ ખૂબ જ ખુશ દેખાતી હતી.

Asian Games: India creates history in javelin throw, women's athlete Anu Rani wins gold.

41 રાજદ્વારીઓને પાછા બોલાવવાના ભારતના નિર્ણય બાદ કેનેડાના પ્રધાનમંત્રી ઢીલા પડ્યાં છે અને હવે તેમની શાન ઠેકાણે આવી ગઈ છે. જસ્ટિન ટ્રુડોએ મંગળવારે કહ્યું હતું કે કેનેડા નવી દિલ્હી સાથે વિવાદ વધારવા માગતો નથી. કેનેડા ભારત સાથે જવાબદાર અને રચનાત્મક સંબંધ ચાલુ રાખશે. ટ્રુડોને પૂછવામાં આવ્યું હતું કે શું તેમની સરકાર નવી દિલ્હી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી સામે બદલો લેશે? જવાબમાં તેમણે કહ્યું હતું કે, "અમે એવું કામ કરવા જઈ રહ્યા છીએ જે આ મુશ્કેલ સમયમાં પણ ભારત સાથે રચનાત્મક સંબંધો ચાલુ રાખવામાં મદદ કરશે. તેમાં કોઈ શંકા નથી કે અમે ખૂબ જ પડકારજનક સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ. તેથી અમારા માટે એ ખૂબ જ મહત્વપૂર્ણ છે કે અમારા માટે જમીન પર રાજદ્વારીઓ હોય જે કેનેડિયનો અને કેનેડિયન પરિવારોને મદદ કરવા માટે ભારત સરકાર સાથે કામ કરે છે.

Justin Trudeau says Canada not looking to escalate situation with India

છત્તીસગઢનાં જગદલપુરમાં  PM નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ સરકાર પર જોરદાર પ્રહાર કર્યાં. તેમણે કહ્યું કે આજ સુધી કોંગ્રેસે ખુલાસો નથી કર્યો કે તેમણે એક અન્ય દેશની સાથે શું ગુપ્ત કરાર કર્યો છે. પરંતુ દેશ જોઈ રહ્યું છે. આ કરાર બાદ કોંગ્રેસ દેશોમાં વધારે  ભૂલો કાઢવા લાગી છે. એવું લાગે છે કે તેમને ભારતમાં કંઈ જ સારું નથી લાગતું. હું તમને વિનંતી કરું છું કે કોંગ્રેસ અને તેના સહયોગીઓની આ નવી ચાલમાં આપણે સતર્ક રહેવું જોઈએ. PM મોદીએ કહ્યું કે આજકાલ કોંગ્રેસે એક નવો રાગ આલાપવાનું ચાલું કહ્યું છે. તેઓ કહે છે કે જેટલી આબાદી એટલા હક. હું કહું છું કે આ દેશમાં જો સૌથી મોટી કોઈ આબાદી છે તો તે ગરીબ છે. તેથી ગરીબ કલ્યાણ જ મારું સૌથી પહેલું લક્ષ્ય છે. PM મોદીએ કહ્યું કે કોંગ્રેસ અલ્પસંખ્યકોનાં હક માટે બોલી રહી છે.  જો આબાદીનાં હિસાબે નક્કી કરવામાં આવે તો પહેલો હક કોને મળે?  કોની આબાદી સૌથી વધારે છે અને તેને કેટલો હક મળશે. સૌથી વધારે આબાદી હિન્દૂઓની છે તો શું હિન્દૂઓ આગળ વધીને તમામ હકો લઈ લે? PM મોદીએ કહ્યું કે કોંગ્રેસ હિન્દૂઓને વિભાજિત કરી નષ્ટ કરવાનાં પ્રયાસો કરી રહી છે. 

PM Modi in Chhattisgarh while talking about caste census said that congress is trying to divide hindus

નબળા વૈશ્વિક વલણ વચ્ચે સોમવારે રાષ્ટ્રીય રાજધાનીના બુલિયન માર્કેટમાં સોનું રૂ. 650 ઘટીને રૂ. 57,550 પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું હતું. HDFC સિક્યોરિટીઝે આ માહિતી આપી હતી. અગાઉના ટ્રેડિંગ સેશનમાં સોનું રૂ. 58,200 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. ચાંદીનો ભાવ પણ રૂ. 1,800 ઘટીને રૂ. 71,500 પ્રતિ કિલો પર આવી ગયો હતો. મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસિસના કોમોડિટી રિસર્ચના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટે જણાવ્યું હતું કે સોમવારે સ્થાનિક બજાર બંધ રહેવાને કારણે કોમેક્સ પર સોના અને ચાંદીના ભાવ છેલ્લા સત્રમાં ઘટ્યા હતા.

Buy Gold-Silver, Don't delay now! Gold 650 rupees and silver 1800 rupees cheaper, know the latest rate

ક્રિકેટ રસીયાઓ માટે આગામી સમયમાં શરૂ થઈ રહેલ વર્લ્ડ કપને લઈ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેને ધ્યાને રાખી મેચ દેખવા ગયેલ લોકોને રાત્રે ટ્રેનની સુવિધા મળી રહે તે માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લી. દ્વારા અમદાવાદમાં રમાનાર મેચનાં દિવસે ટાઈમમાં ફેરફાર કર્યો છે. જેમાં 5 તેમજ 14 ઓક્ટોમ્બરનાં રોજ મેટ્રો ટ્રેન સવારે 6.20 થી મધ્યરાત્રિ 1 કલાક સુધી ચાલુ રહેશે. જ્યારે 4,10,19 નવેમ્બરનાં રોજ મેટ્રો ટ્રેન 6.20 થી 1.00 કલાક સુધી કાર્યરત રહેશે. રાત્રે 10 વાગ્યાથી તમામ મેટ્રો સ્ટેશનો પર આવવા-જવા માટે એક જ ગેટ ખોલવામાં આવશે. તેમજ પ્રવેશ દ્વારા મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન અને સાબરમતી મેટ્રો સ્ટેશન પરથી રાત્રિનાં 1 વાગ્યે છેલ્લી ટ્રેન સેવાનાં પ્રસ્થાન સુધી ખોલવામાં આવશે. 

Ahmedabad News: ICC ODI ક્રિકેટ વર્લ્ડ કપ 2023 શરૂ થવામાં માત્ર બે દિવસ બાકી છે. આ વખતે વર્લ્ડકપ 5 ઓક્ટોબરથી લઈને 19 નવેમ્બર સુધી ભારતની ધરતી પર રમાવાનો છે. પહેલીવાર આવું થઈ રહ્યું છે જ્યારે ભારત એકલા વર્લ્ડ કપની મેજબાની કરવા જઈ રહ્યું છે. આ પહેલા ભારતે 1987 ,1996 અને 2011ના વર્લ્ડ કપની સંયુક્ત મેજબાની કરી હતી. વર્લ્ડ કપ 2023માં કુલ 10 ટીમો ભાગ લેવા જઈ રહી છે. તેમાંથી 8 ટીમોને ડાયરેક્ટ એન્ટ્રી મળી છે, જ્યારે શ્રીલંકા અને નેધરલેન્ડે વર્લ્ડ કપ ક્વોલિફાયર દ્વારા આ મેગા ઇવેન્ટ માટે સ્થાન મેળવ્યું છે. વર્લ્ડ કપ માટેની તમામ ટીમોની સ્ક્વોડ પણ ફાઈનલ થઈ ચૂકી છે.

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ