બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / આરોગ્ય / Stress Overthinking can increase the sugar level in the blood and can cause diabetes

હેલ્થ / ઓફિસ કે ઘરમાં વધારે પડતું વિચારવું નોતરશે ડાયાબિટીસ જેવી ગંભીર બીમારી, આ બે વસ્તુઓ ભૂલથી પણ ન ભૂલતા

Vaidehi

Last Updated: 05:27 PM, 26 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્ટ્રેસ માત્ર માનસિક સ્વાસ્થ્ય જ નહીં પરંતુ લોહીમાં શુગર લેવલ પણ વધારી શકે છે જેના લીધે શરીરમાં ડાયાબિટીઝ જેવી બીમારીઓ જન્મ લે છે.

  • સ્ટ્રેસથી માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય બગડી શકે છે
  • વધુ પડતા સ્ટ્રેસથી ડાયાબિટીઝ પણ થઈ શકે છે
  • શારીરિક કસરત અને અન્ય ઉપાયોથી સ્ટ્રેસને દૂર રાખવું 

સવારે ઊઠવાથી લઈને રાત સુધી આપણાં મગજમાં સતત ઓફિસ, મીટિંગ્સ, ઘરને લગતી કેટલીક બાબતો ચાલતી જ રહેતી હોય છે. ઘરમાં રહીને પણ બાળકો કે પરિવારનાં અન્ય સભ્યોનાં સ્વાસ્થ્યની ચિંતા થતી રહે છે. પરંતુ જો તમે દરરોજ આ પ્રકારનાં સ્ટ્રેસનો અનુભવ કરો છો તો તમને ડાયાબિટીઝ જેવી ગંભીર બીમારી પણ થઈ શકે છે. 

આ બીમારી સ્ટ્રેસનાં લીધે પણ થઈ શકે
ICMRનાં એક સર્વે અનુસાર આજે ભારતની 10.1% આબાદી ડાયાબિટીઝની ચપેટમાં આવી ગઈ છે. અનુમાન અનુસાર આશરે 11 કરોડ લોકો આ ગંભીર ક્રોનિક બીમારીનો સામનો કરી રહ્યાં છે. તેમ છતાં લોકોને એવું જ લાગે છે કે આ બીમારી વધુ સ્વીટ ખાવાને લીધે થાય છે પણ નવાઈની વાત તો એ છે કે આ બીમારી સ્ટ્રેસનાં લીધે પણ થઈ શકે છે.

વધુ પડતી ચિંતાથી વધી શકે છે બ્લડ શુગર
દેશ અને વિદેશમાં થયેલ રિસર્ચ અનુસાર વધુ પડતી ચિંતા કે તણાવનાં કારણે ડાયાબિટીઝ થઈ શકે છે. સ્ટડી કહે છે કે હાઈ લેવલ સ્ટ્રેસ હાર્મોન્સ, પેનક્રિયાઝમાં ઈંસુલિનનું પ્રોડક્શન રોકી શકે છે અથવા તો ઈંસુલિનનાં ઉત્પાદનને ઓછું કરીને નુક્સાન પહોંચાડી શકે છે. ઈંસુલિનનાં પ્રોડક્શનમાં ઘટાડો થવાને લીધે બ્લડમાં ગ્લૂકોઝ કે શુગરની માત્રા વધી જાય છે અને ડાયાબિટીઝ થઈ જાય છે.

આ 2 વસ્તુ ભૂલવી નહીં
દિલ્હી ઈંસ્ટીટ્યૂટ ઓફ હ્યૂમન બિહેવિયર એન્ડ અલાઈડ સાઈંસનાં પ્રોફેસર ડો. ઓમપ્રકાશ કહે છે કે આજકાલની લાઈફસ્ટાઈલમાં સ્ટ્રેસ ન હોય એવું શક્ય નથી. ચિંતા, ડિપ્રેશન, તણાવ વગેરેને લીધે ડાયાબિટીઝ થઈ શકે છે. જો તણાવનું સ્તર વધી જાય છે અને તમે અથવા પરિવારજન જમવાનું કે દવા ખાવાનું ભૂલી જાય છે તો બ્લડ શુગર વધી શકે છે. આ સિવાય યોગ, વ્યાયામ, આસન અથવા તો શારીરિક ગતિવિધિ કરવામાં પણ જો ચૂક થતી હોય તો પણ સરળતાથી તમે ડાયાબિટીઝનો શિકાર થઈ શકો છો.

સ્ટ્રેસથી દૂર રહેવાનાં ઉપાય
ડો. ઓમપ્રકાશ અનુસાર માનસિક તણાવ દૂર કરવાનો સૌથી બેસ્ટ ઉપાય છે દરરોજ હસવું. આ સિવાય પૂરતી નિંદર કરવી પણ જરૂરી છે. મોડી રાત્રે સુઈને સવારે મોડી સુધી સુવાથી તણાવ ઘટવાની જગ્યાએ વધી જાય છે તેથી પૂરતી ઊંઘ લેવું જરૂરી છે. દરરોજ ફિઝિકલ એક્ટિવિટિઝ કરવી. ડાન્સ- વૉક-યોગ-આસન કે વ્યાયામ કરી શકો છો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ