બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / ગુજરાત / અમદાવાદ / Stray Cattle: Cattle strays fined over Rs 1 crore in a year

કાર્યવાહી / રખડતાં ઢોરની રંજાડ: ઢોરને રખડતાં મૂકનારા લોકોને એક વર્ષમાં એક કરોડથી વધુ દંડ ફટકારાયો, સત્તાવાર રિપોર્ટમાં વર્ષ વાર આંકડા

Vishal Khamar

Last Updated: 06:38 PM, 18 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રખડતા ઢોરની સમસ્યાને હલ કરવા કડક પગલા ભર્યા છે. જેમાં શહેરમાં જાહેર રોડ પર ઘાસ વેચનાર તેમજ પશુ પાલકો સામે રખડતા ઢોર મુકવા બદલ દંડની રકમમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે.

  • ઢોરનો ત્રાસ ડામવા બાઉન્સરોનો પણ ઉપયોગ કરશે
  • ઢોરને રખડતાં મૂકનારા લોકોને એક વર્ષમાં એક કરોડથી વધુ દંડ ફટકારાયો
  • ઓક્ટોબર-૨૦૨૨માં સૌથી ઓછી રૂ. ૨૯,૪૫૩ની પેનલ્ટી લેવાઈ

વર્ષ ૨૦૨૨-૨૩  દરમિયાન પશુપાલકો દ્વારા ઢોરવાડામાંથી ૨૦૨૬ ઢોરને છોડાવવામાં આવ્યાં હતાં, જે અંગેનો સત્તાવાર રિપોર્ટ તપાસતાં સૌથી વધુ ૫૨૩ ઢોર નવેમ્બર-૨૦૨૨માં છોડાવવામાં આવ્યાં હતાં, જ્યારે આશ્ચર્યજનક રીતે સપ્ટેમ્બર-૨૨ અને ઓક્ટોબર-ર૦૨૨માં એક પણ ઢોરને છોડાવવા માટે કોઈ પશુપાલક આગળ આવ્યા નહોતા. ડિસેમ્બર-ર૦૨૨માં ૨૭૮, જાન્યુઆરી-ર૦૨૩માં ૨૪૫, ફેબ્રુઆરી-ર૦૨૩માં ૧૫૫ અને માર્ચ-ર૦૨૩માં ૧૯૪ ઢોરને પશુપાલકો દ્વારા છોડાવવામાં આવ્યાં હતાં.

તંત્ર દ્વારા રખડતાં ઢોરનો ત્રાસ ડામવા બાઉન્સરોનો પણ ઉપયોગ કરાશે
શહેરીજનોને રોજબરોજ કનડતી સમસ્યામાં રખડતાં ઢોરની રંજાડ મુખ્યત્વે છે. અવારનવાર રખડતાં ઢોરની અડફેટે ચઢીને કોઈ ને કોઈ નાગરીક ઈજાગ્રસ્ત થાય છે, કેટલાક ગમખ્વાર કિસ્સામાં નાગરિકનું મોત પણ નીપજે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા ગઈ કાલે રખડતાં ઢોરના ત્રાસના નિવારણ માટેની નીતિનો ટૂંક સમયમાં અમલ કરાશે તેવી ખાતરી હાઈકોર્ટને અપાઈ છે. તંત્ર દ્વારા રખડતાં ઢોરનો ત્રાસ ડામવા બાઉન્સરોનો પણ ઉપયોગ કરાશે અને આવાં ૯૬ સ્થળોને તંત્રએ શોધી પણ કાઢ્યાં છે. દરમિયાન, રખડતાં ઢોરને પકડવાની કામગીરી કરતા મ્યુનિ. ઢોર ત્રાસ અંકુશ વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન પશુપાલકો પાસેથી રૂ. એક કરોડ કરતાં વધુ વહીવટીચાર્જ વસૂલાયો હોવાનું જાણવા મળ્યું   છે.

શહેરમાં રખડતા ઢોરો(ફાઈલ ફોટો)

નવી નીતિ સ્ટેન્ડિંગ કમિટીની વિચારણા હેઠળ પણ મ્યુનિ. તંત્ર દ્વારા મૂકી દેવાઈ

રખડતાં ઢોરનો ત્રાસ દેખીતી રીતે શહેરમાંથી ઓછો થતો નથી, જેના કારણે મ્યુનિ. તંત્ર દ્વારા નવી નીતિ બનાવાઈ છે, જેમાં પશુપાલકે ઢોર રાખવા માટેનું લાઇસન્સ, પશુપાલકોની જવાબદારી, રખડતાં ઢોરને પકડવાની કામગીરીમાં અડચણરૂપ બનતાં તત્ત્વો સામે કડક કાયદાકીય પગલાં, જાહેર રોડ પર ઘાસ વેચતાં તત્ત્વો સામે આકરી કાર્યવાહી, જાહેર રોડ પર રખડતાં ઢોર મૂકવા બદલ દંડનીય રકમમાં નોંધપાત્ર વધારો વગેરે મહત્ત્વનાં પાસાંઓને આવરી લેવાયાં છે. રખડતાં ઢોરની સમસ્યાના કાયમી નિરાકરણ માટે બનાવાયેલી નવી નીતિ સ્ટેન્ડિંગ કમિટીની વિચારણા હેઠળ પણ મ્યુનિ. તંત્ર દ્વારા મૂકી દેવાઈ છે.
આની સાથે તંત્ર દ્વારા રખડતાં ઢોર ઝબ્બે કરી તેને ઢોરવાડામાં પૂરવાની કામગીરીને જોતાં નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં ઢોર ત્રાસ અંકુશ વિભાગ દ્વારા કુલ ૧૯,૨૪૫ ઢોરને પકડવામાં આવ્યાં હતાં એટલે કે રોજનાં ૫૩ ઢોર તંત્રએ પકડીને ઢોરવાડામાં પૂર્યાં હતાં. ઢોરવાડામાં પુરાયેલાં ઢોરને છોડાવવા માટે તંત્રએ વિવિધ વહીવટીચાર્જ હેઠળ પશુપાલકો પાસેથી રૂ. ૧,૦૭,૭૩,૩૩૯ની વસૂલાત કરી હોવાનું જાણવા મળ્યું છે.

તંત્રના સત્તાવાર રિપોર્ટમાં દર્શાવ્યા મુજબ એપ્રિલ-૨૦૨૨માં રૂ. ૫,૫૮,૨૯૯, મેમાં રૂ. ૮,૯૦,૪૬૨, જૂનમાં રૂ. ૯,૯૯,૪૯૦, જુલાઈમાં રૂ. ૫,૧૮,૩૧૦, ઓગસ્ટમાં રૂ. ૨,૫૦,૦૦૦, સપ્ટેમ્બરમાં રૂ.   ૬૩,૮૫૨, ઓક્ટોબરમાં રૂ. ૨૯,૪૫૩, નવેમ્બરમાં રૂ.૨૬,૬૭,૪૩૪, ડિસેમ્બરમાં રૂ. ૧૪,૩૨,૪૫૨, જાન્યુઆરી-૨૦૨૩માં રૂ. ૧૩,૪૪,૮૭૬, ફેબ્રુઆરીમાં રૂ. ૮,૪૭,૪૫૧ અને માર્ચ-૨૦૨૩માં રૂ. ૧૧,૭૧,૨૬૦નો વહીવટીચાર્જ વસૂલવામાં આવ્યો હતો.
આ સત્તાવાર રિપોર્ટ મુજબ મ્યુનિસિપલ ઢોર ત્રાસ અંકુશ વિભાગ દ્વારા નવેમ્બર-ર૦૨૨માં સૌથી વધુ રૂ. ૨૬.૬૭ લાખથી વધુ અને ઓક્ટોબર-૨૦૨૨માં સૌથી ઓછો રૂ. ૨૯,૪૫૩નો વહીવટીચાર્જ વસૂલાયો હતો. 
બહેરામપુરાના કરુણામંદિરમાં પૂરવામાં આવતાં ઢોરને છોડાવવા માટે પશુપાલકે ઢોર પકડવાનો વહીવટીચાર્જ રૂ. ૧૦૦૦ અને પ્રતિદિવસના નિભાવખર્ચ પેટે રૂ. ૧૦૦૦ તંત્રને ચૂકવવા પડે છે.
સત્તાવાળાઓ એક્શન મોડમાં હોઈ સ્વાભાવિકપણે પશુપાલકોમાં ગભરાટ ફેલાઈ ગયો છે, કેમ કે પશુપાલકો પાસેથી ભારે કડકાઈપૂર્વક વહીવટીચાર્જની વસૂલી થાય છે, જોકે વર્ષ ૨૦૧૯-૨૦માં તંત્રએ પશુપાલકો પાસેથી રૂ. ૧,૫૭,૭૬,૪૮૦ની પેનલ્ટી વસૂલી હતી, જે છેલ્લાં ચાર વર્ષનો રેકોર્ડ છે.
છેલ્લાં ચાર વર્ષમાં પશુપાલકો પાસેથી રૂ. ૪.૦૮ કરોડથી વધુ વસૂલાયાઃ વર્ષ ૨૦૧૯-૨૦માં રૂ. ૧,૫૭,૭૬,૪૮૦, કોરોનાકાળના વર્ષ ૨૦૨૦-૨૧માં રૂ. ૪૦,૧૪,૬૮૦, વર્ષ ૨૦૨૧-૨૨માં રૂ. ૧,૦૪,૨૧,૮૦૩ અને વર્ષ ૨૦૨૨-૨૩માં ૧,૦૭,૭૩,૩૩૯ મળીને તંત્ર દ્વારા છેલ્લાં ચાર વર્ષમાં પશુપાલકો પાસેથી રૂ. ૪.૦૮ કરોડ કરતાં પણ વધુ વસૂલાત કરી હોવાનું જાણવા મળ્યું છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ