બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / stop, hair oiling it will make you annoying cause of dandruff , experts rejecting traditional belief.

જીવન શૈલી / વાળમાં તેલ નાખતા હોય તો બંધ કરી દેજો, હેરાન કરી મૂકશે એક્સપર્ટનું તારણ,પારંપરિક માન્યતા ફગાવી

Priyakant

Last Updated: 07:41 PM, 29 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માથામાં બ્લડ સર્ક્યુલેશન માટે  તેલ માલિશ કરો તે યોગ્ય છે. પણ તેલ લગાવ્યા પછીના અડધા કલાકમાં માથું ધોઈ લેવું જોઈએ.

માથામાં તેલ નાખવું જોઈએ કે નહી, માથામાં તેલ નાખવું હિતાવહ છે કે નહી, વર્ષોથી આપણી મમ્મી માથામાં તેલ નાખવા માટે સતત કહેતી રહે છે. માથામાં તેલ નહીં  નાખે તો, વાળ ખરાબ થઈ જશે! વહેલા  ઉતરી જશે!, ખોડો પડી જશે!. વગેરે વગેરે વાતા કહેતી હતી. પણ હાલનું મેડિકલ સાયન્સ કંઈક અલગ કહે છે. શું કહે છે. આવો જાણીએ.

 
મેડિકલ સાયન્સ, માથામાં તેલ નાખવાની થિયરીને સ્વીકારતું નથી. સાથે જણાવે છે કે,  માથામાં તેલ નાખવું એ ફાયદા કરતા નુકસાનકારક વધારે છે. મેડિકલ સાયન્સના મતે, માથામાં તેલ લગાવવાથી વાળને કોઈ ફાયદો થતો નથી. વાળ એક નિર્જીવ વસ્તુ બની જાય છે, તેના પર તેલ કે ઘી લગાવવાથી ફાયદો થતો નથી. માથામાં તેલ લગાવવાથી વાળાના સુક્ષ્મ છિદ્રો બંધ થઈ જાય છે. જેને ખુલ્લા રાખવા જરૂરી છે.

દિલ્લી, નોયડા ખાતે આવેલી જાણીતી યથાર્થ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના ડર્મેટોલોજી વિભાગના સલાહકાર ડો.શિખા જણાવે છે કે, માનવ શરીર સંપૂર્ણ છે. માથાના ભાગમાં કુદરતી રીતે તેલની ફેક્ટરી છે. ડો શિખા તો, ત્યાં સુધી કહે છે કે, ચહેરા કરતાં માથા પર વધુ તેલ હોય છે. જો કે જેમના વાળ લાંબા હોય છે તેમના આખા વાળ સુધી તેલ પહોંચતું નથી. આ માટે જે છોકરીઓ ઈચ્છે તો વાળમાં કન્ડિશનર લગાવી શકે છે.  

વાંચવા જેવું : આ કામ કરવાનુ બંધ કરશો તો વાળ ઝડપથી સફેદ નહી થાય

વધુમાં ડો.શિખા જણાવે છે કે માથામાં બ્લડ સર્ક્યુલેશન માટે તેલ માલિશ કરો તે ચાલે. પણ તેલ લગાવ્યા પછીના અડધા કલાકમાં માથું ધોઈ લેવું જોઈએ. પણ મોટાભાગના લોકો લાંબા સમય સુધી વાળમાં તેલ લગાવી રાખે છે. જેનો કોઈ  ફાયદો થતો નથી, ઉલટાનું વાળને નુકસાન થાય છે. વાળ મરી જાય છે. પછી તમે તેના પર તેલ, કન્ડિશનર કે સીરમ લગાવો કોઈ ફરક નહીં પડે. 


માથામાં તેલ નાખવાથી ડેન્ડ્રફમાં વધારો થાય છે.

ડો. શિખા જણાવે છે કે, માથામા નાખેલું તેલ ફૂગને વિકસવામાં મદદ અને ઉત્તેજિત કરે છે.  માથામાં થતો  ડેન્ડ્રફ એ જ ફંગસનો એક ભાગ છે જે આપણ નરી આંખે દેખી શકતા નથી. ડેન્ડ્રફએ માથાના ભાગની ડેડ સ્કીન છે. જો તમે માઇક્રોસ્કોપમાં જોશો તો તમને આ ફંગસ  દેખાશે. તેલ લગાવવાથી ડેન્ડ્રફ દૂર થાય છે એ માન્યતા ખોટી છે. ઊલટુંનું તેલ નાખવાથી ડેન્ડ્રફ વધે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ