બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / Stone pelting was done outside the police station in Navapura of Vadodara
Last Updated: 11:42 AM, 23 February 2024
વડોદરામાં ગત મોડી રાત્રે સોશિયલ મીડિયા પર ધાર્મિક ટિપ્પણી મામલે બોલાચાલી થયા બાદ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જ્યાં કેટલાક લોકો દ્વારા આવી પથ્થરમારો શરૂ કર્યો હતો. સમગ્ર ઘટનાને પગલે પોલીસ દ્વારા ત્વરીત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારે આ ઘટનાની જાણ ડીસીપી લીના પાટીલે થતા તેઓ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયા હતા. તેમજ સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું. તેમજ પથ્થરમારો કરનારની શોધખોળ હાથ ધરી હતી.
ADVERTISEMENT

પોલીસ દ્વારા વિરોધ કરી રહેલ ટોળા પર લાઠીચાર્જ કર્યો
ત્યારે અચાનક જ ટોળા દ્વારા પથ્થરમારો શરૂ કરતા પોલીસ દ્વારા વિરોધ કરી રહેલ ટોળા પર લાઠીચાર્જ કરવો પડ્યો હતો. ત્યારે પથ્થરમારાની ઘટનામાં કેટલીક લારીઓને નુકશાન પહોંચ્યું હતું..
ADVERTISEMENT
શું હતો સમગ્ર મામલો
વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતા જતીન અર્જુનભાઈ પટેલે નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમા જણાવ્યું હતું કે, રાજમહેલ રોડ પર ઉંટખાનની ગલીના નાકે હું મોબાઈલ એસેસરીઝની દુકાન ચલાવું છું. તેમજ મારા ગ્રાહકોને ઓફર જણાવવા માટે હું ઈન્સ્ટાગ્રામ પર લાઈવ થયો હતો. જેથી મારા ગ્રાહકોએ જય શ્રી રામ કહીને શુભેચ્છા પાઠવી હતી. જે બાદ હું ઓફરની જાહેરાત કરતો હતો. તે દરમ્યાન sahid-patel-7070 નામની ઈન્સ્ટાગ્રામ આઈડી પરથી અભદ્ર કોમેન્ટ કરી હતી. જે કોમેન્ટ મેં જોતા તેનું નામ સહીદ પટેલ જે પાદરા ખાતે રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ મેં તેને ફોન કરતા તેણે ફોન ઉપાડ્યો ન હતો. અને કોમેન્ટ વાળો ફોટો ડિલિટ કરી દીધો હતો.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.