ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / An institution called Gurukul in Vadodara became an inspiration for students
Last Updated: 10:46 AM, 23 February 2024
ADVERTISEMENT
કહેવાય છે કે જેમની હસ્તરેખાઓ નથી હોતી. તેમના પણ નસીબ હોય છે..અને જો લક્ષ્યને પામવા માટે કંઇ પણ કરી છૂટવા માટેની તૈયારી હોય તો લક્ષ્ય પાર પડતાં સમય લાગતો નથી. જોમ અને જૂસ્સાનું આવું જ ઉદાહરણ જોવા મળ્યું વડોદરામાં કે જ્યાં બે હાથ ન હોવા છતાં પંચમહાલની સ્નેહા રાઠવા નામની યુવતી ગુજરાત સરકારમાં અધિકારી બનવા માટે તૈયારી કરી રહી છે. સ્નેહા રાઠવાએ અકસ્માતમાં બંન્ને હાથ ગુમાવી દીધા. જો કે હિમ્મત ન હારનાર સ્નેહાએ સામાન્ય બાળકો સાથે જ શિક્ષણ પૂર્ણ કર્યું. જે બાદ દિવ્યાંગો માટેની શાળામાં સ્નેહાએ હાઇસ્કુલનું શિક્ષણ પૂર્ણ કર્યું.
ADVERTISEMENT

વડોદરામાં ગુરૂકુલમ નામની સંસ્થામાં અભ્યાસ કરી રહી છે
સ્નેહા રાઠવા ગુજરાત સરકારમાં અધિકારી બનવા માટે તૈયારી કરી રહી છે. સ્નેહા પોતાના જેવા અનેક જરૂરતમંદ બાળકોની મદદ કરવા માગે છે. બન્ને હાથ ન હોવા છતાં સ્નેહાએ જાતે જ કલમ પકડી લખવામાં પારંગત થઇ ગઇ છે. હાલ સ્નેહા વડોદરાના ગુરુકુલમ નામની સંસ્થામાં અભ્યાસ કરી રહી છે. આ સંસ્થા સ્નેહા જેવા જૂસ્સાથી ભરેલા વિદ્યાર્થીઓને રહેવા સાથે શિક્ષણ માટે પણ સહયોગ કરે છે.
ADVERTISEMENT

તેઓ અમને કેરિયર વિશે પણ માર્ગદર્શન આપે છેઃ સ્નેહા રાઠવા
આ બાબતે વિદ્યાર્થીની સ્નેહા રાઠવાએ જણાવ્યું હતું કે, એમ તો હું મારૂ કામ જાતે જ કરી લઉ છું. કેટલીક ચીજો હું કરી શકતી નથી. જેમાં તે લોકો મારી મદદ પણ કરે છે. તેમજ અહીંયાનાં શિક્ષકો ખૂબ જ સારા છે. તેમજ તેઓ અમને સારૂ માર્ગદર્શન પણ આપે છે. તેમજ અમારો શું નેગેટિવ પોઈન્ટ છે તે પણ કહે છે. તેમજ તેઓ અમને કેરિયર વિશે પણ માર્ગદર્શન આપે છે.
ADVERTISEMENT
વધુ વાંચોઃ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ભડકાઉ ભાષણ કરનાર મૌલાનાને લવાયો વડોદરા જેલ, હવે શું?
ગરીબ પરિવારમાંથી આવતા બાળકો આગળ આવે તે અમારો ઉદ્દેશ્ય
આ બાબતે વડોદરાનાં શિક્ષકે જણાવ્યું હતું કે, અમારો આ જે ઉદ્દેશ્ય છે. એ ઉદ્દેશ એક સેવા પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય છે કે આ દેશને જે ચલાવે છે તે બ્યુરોક્રેટસ ચલાવે છે. બાળક ગરીબ પરિવારમાંથી આવી રહ્યો છે પણ તે હોશિયાર છે. તેમજ તે બાળક આગળ આવે. અને બીજી જે બ્યુરોક્રેટ્સ છે તે બ્યુરોકેટ્સની અંદર સમાજ અને દેશ પ્રત્યે લાગણીની ભાવના હોવી જોઈએ.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
સૌથી વધુ વંચાયેલું
Gold Silver Price / ના હોય, ફરીથી સોનું-ચાંદી સસ્તું થયું! જાણી લો આજના લેટેસ્ટ રેટ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Gold Silver Price / ના હોય, ફરીથી સોનું-ચાંદી સસ્તું થયું! જાણી લો આજના લેટેસ્ટ રેટ
ADVERTISEMENT