બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરા / Maulana, who made inflammatory speech amid tight security was sent to Vadodara jail

કાર્યવાહી / ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ભડકાઉ ભાષણ કરનાર મૌલાનાને લવાયો વડોદરા જેલ, હવે શું?

Vishal Khamar

Last Updated: 09:09 AM, 23 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભડકાઉ ભાષણ કરનારા મૌલાના મુફ્તી સલમાન અઝગરીને ગત રોજ રાત્રીનાં સુમારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વડોદરા સેન્ટ્રલ જેલમાં લાવવામાં આવ્યો હતો. મુફ્તીનાં સમર્થકોને આ બાબતની જાણ થતા સેન્ટ્રલ જેલ ખાતે મોટી સંખ્યામાં તેમનાં સમર્થકો ઉમટી પડ્યા હતા.

ઉશ્કેરણીજનક ભાષણ આપવા બદલ પોલીસ દ્વારા મૌલાના મુફ્તી સલમાન અઝહરીને પાસા હેઠળ જેલમાં ખસેડવામાં આવ્યો છે. જે સમાચાર તેઓનાં સમર્થકોને મળતા તેઓનાં ટોળે ટોળા વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે ઉમટી પડ્યા હતા.  ગત ડિસેમ્બર મહિનામાં મોડાસામાં ભડકાઉ ભાષણ કરવા મામલે મોડાસા પોલીસે મૌલાના સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. જે બાદ મૌલાનાને સાબરમતી જેલમાં રાખવામાં આવ્યો હતો. જ્યાંથી ગુરૂવારે રાત્રે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મૌલાનાને વડોદરા જેલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. 

ધાર્મિક વાતાવરણ ન બગડે તે માટે હાઈ સિક્યુરિટીમાં રખાયો
ત્યારે મૌલાનાને વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે લાવવામાં આવ્યા હોવાના સમાચાર વાયુ વેગે તેમનાં સમર્થકોમાં ફેલાઈ જતા વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે મૌલાનાનાં સમર્થકોની ભારે ભીડ જામી હતી.  હાલ મૌલાનાને સરકારા ગાઈડલાઈન પ્રમાણે ક્વોરન્ટાઈન બેરેકમાં રાખવામાં આવશે. તેમજ જેલમાં ધાર્મિક વાતાવરણ ન બગડે તે માટે મૌલાનાને હાઈ સિક્યુટિરીમાં રખાયો હતો. 

સેન્ટ્રલ જેલ બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
મૌલાનાને વડોદરા સેન્ટ્રલ જેલમાં લાવવામાં આવી રહ્યો હોવાની તૈયારીના ભાગરૂપે રાવપુરા પોલીસ દ્વારા સાવચેતીનાં ભાગરૂપે જેલ બહાર કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

વધુ વાંચોઃ દુષ્કર્મ કેસમાં કેડિલાના રાજીવ મોદીને ક્લીન ચીટ: પુરાવાના અભાવે પોલીસે A સમરી રિપોર્ટ કોર્ટમાં કર્યો દાખલ

મૌલાના મુફ્તી સલમાન અઝહરીએ અનેક સંસ્થા બનાવી
મૌલાના મુફ્તી સલમાન અઝહરી પોતાને મુસ્લિ રિસર્ચ સ્કોલર કહે છે. તેણે ઘણી સંસ્થા બનાવી છે. જેમાં સલમાન અઝહરી જામિયા, રિયાઝુલ જન્નાહ, અલ અમાન એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ્ર અને દારૂલ અમાનનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, અઝહરીએ ઈજિપ્ત યુનિવર્સિટીમાંથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ