બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / અમદાવાદ / Clean cheat to Cadila's Rajiv Modi in molestation case Police files A summary report in court due to lack of evidence

અમદાવાદ / દુષ્કર્મ કેસમાં કેડિલાના રાજીવ મોદીને ક્લીન ચીટ: પુરાવાના અભાવે પોલીસે A સમરી રિપોર્ટ કોર્ટમાં કર્યો દાખલ

Pravin Joshi

Last Updated: 11:58 PM, 22 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેડીલા ફાર્માસ્યુટિકલના રાજીવ મોદી સામે નોંધાયેલ કથિત દુષ્કર્મની ફરિયાદ મામલે નવા સમાચાર સામે આવ્યા છે. આ ઘટના મામલે સોલા પોલીસે ગ્રામ્ય કોર્ટમાં સમરી રિપોર્ટ રજૂ કર્યો છે અને રાજીવ મોદીને ક્લીનચીટ મળી ગઈ છે.

કેડીલા ફાર્માસ્યુટિકલના રાજીવ મોદી સામે નોંધાયેલ કથિત દુષ્કર્મની ફરિયાદ મામલે નવા સમાચાર સામે આવ્યા છે. આ ઘટના મામલે સોલા પોલીસે ગ્રામ્ય કોર્ટમાં સમરી રિપોર્ટ રજૂ કર્યો છે અને રાજીવ મોદીને ક્લીનચીટ મળી ગઈ છે. તો સાથે સાથે રિપોર્ટમાં રાજીવ મોદી સામે બલ્ગેરિયન યુવતીએ લગાવેલ આરોપ પ્રમાણે પુરાવા ન મળ્યા હોવાનો પોલીસ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે કે રાજીવ મોદી અગાઉ 15મી ફેબ્રુઆરીએ સોલા પોલીસ સમક્ષ હાજર થઈ નિવેદન નોંધાવી ચૂક્યા છે. 

કેડિલા કંપનીના CMD રાજીવ મોદી સોલા પોલીસ સ્ટેશનમાં થયા હાજર, દુષ્કર્મ  કેસમાં હતા ફરાર | Cadila CMD Rajeev Modi present at Sola Police Station

મળતી માહિતી મુજબ આરોપ લગાવનાર બલ્ગેરિયન યુવતી અચાનક ગાયબ થઈ ગઈ હતી. આ મામલે પોલીસ તપાસ કરી રહી હતી અને 8 સમન્સ બાદ પણ બલ્ગેરિયન યુવતી હાજર ન થતાં અને પુરાવા ન મળતા પોલીસે A સમરીનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો હતો. આ A સમરી બાદ રાજીવ મોદીને ક્લિન ચીટ મળી ગઈ હોવાની વાત સામે આવી છે.

મહત્વનું છે કે, આ કેસમાં કેડિલાના રાજીવ મોદી છેલ્લા કેટલાય સમયથી પોલીસ પકડથી દૂર હતા. જોકે આ બધાની વચ્ચે અચાનક આજે રાજીવ મોદી અચાનક સોલા પોલીસ સમક્ષ હાજર થયા હતા. આ દરમિયાન સોલા પોલીસ દ્વારા રાજીવ મોદીનું સમગ્ર કેસમાં નિવેદન લેવામાં આવ્યું હતું. હાઈ પ્રોફાઈલ ગણાતા આ કેસમાં રાજીવ મોદી ઘણા સમયથી બહાર હતા. જોકે આ બધાની વચ્ચે આજે સવારે અચાનક કેડિલાના CMD રાજીવ મોદી સોલા પોલીસમાં હાજર થયા હતા. જ્યાં પોલીસ દ્વારા તેમનું નિવેદન લેવામાં આવ્યું હતું.

વધુ વાંચો : કેડિલા કંપનીના CMD રાજીવ મોદી સોલા પોલીસ સ્ટેશનમાં થયા હાજર, દુષ્કર્મ કેસમાં હતા ફરાર

આ અંગે સામે આવેલી વિગતો અનુસાર કેડિલા ફાર્મા કંપનીમાં માલિકની પર્સનલ આસિસ્ટન્ટ તરીકે કામ કરતી બલ્ગેરિયાની 27 વર્ષીય યુવતીએ કંપનીના ચીફ મેનેજિંગ ડિરેક્ટર અને અન્ય એક વ્યક્તિ સામે IPCની કલમ 376, 354, 323, 504 અને 506 મુજબ ગુનો નોંધવા અરજી કરી હતી.જે બાદ આ કેસમાં હાઈકોર્ટના આદેશ બાદ આખરે સોલા પોલીસ મથકે ફરિયાદ દાખલ થઈ. IPCની કલમ 376, 354, 506(2) મુજબ ફરિયાદ નોંધવામાં આવી હતી. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ